Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vinesh Phogat ને NADA ની નોટીસ,14 દિવસમાં માગ્યો જવાબ,જાણો સમગ્ર મામલો

વિનેશ ફોગાટને NADAની નોટીસ NADAએ તેને ઉલ્લંઘન ગણાવ્યું છે 14 દિવસમાં માગ્યો જવાબ Vinesh Phogat: નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA)એ બુધવારે મહિલા રેસલર વિનેશ ફોગાટ(VineshPhogat)ને નોટિસ (Notice )જારી કરી છે. તેમના સરનામાની માહિતી ન આપવા બદલ તેમને આ નોટિસ...
vinesh phogat ને nada ની નોટીસ 14 દિવસમાં માગ્યો જવાબ જાણો સમગ્ર મામલો
Advertisement
  • વિનેશ ફોગાટને NADAની નોટીસ
  • NADAએ તેને ઉલ્લંઘન ગણાવ્યું છે
  • 14 દિવસમાં માગ્યો જવાબ

Vinesh Phogat: નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA)એ બુધવારે મહિલા રેસલર વિનેશ ફોગાટ(VineshPhogat)ને નોટિસ (Notice )જારી કરી છે. તેમના સરનામાની માહિતી ન આપવા બદલ તેમને આ નોટિસ આપવામાં આવી છે. આ અંગે NADA પાસેથી 14 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. NADAએ નોટિસમાં કુસ્તીબાજમાંથી નેતા બનેલ રેસલરને જણાવ્યું છે કે, તેણીએ સ્પષ્ટ રૂપે પોતાના સરનામાની જાણ કરી નથી.વિનેશે 9 સપ્ટેમ્બરે સોનીપતના ખરખોડા ગામમાં તેના ઘર પર ડોપ ટેસ્ટ માટે ઉપલબ્ધ હોવાની માહિતી આપી હતી. જોકે, તે નિર્ધારિત સમય અને તારીખે ત્યાં મળી ન હતી. હવે NADAએ તેને ઉલ્લંઘન ગણાવ્યું છે અને તેમની પાસેથી જવાબ માંગ્યો છે

વિનેશ ગયા વર્ષે ડિસેમ્બરમાં આ RTPનો ભાગ બની હતી

NADA અનુસાર એથ્લેટ્સ કે જેઓ રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલ (RTP)નો ભાગ છે, તેઓએ દર 3 મહિને તેમના સરનામાની માહિતી અપડેટ કરવા માટે એન્ટી ડોપિંગ એડમિનિસ્ટ્રેશન મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો જરૂરી છે. જેમાં તેઓએ તેમનું સરનામું, ઈમેલ એડ્રેસ, ફોન નંબર, કામનું સમયપત્રક, તાલીમનું સ્થળ અને કાર્યક્રમ વગેરેનો સમાવેશ કરવાનો રહેશે. વિનેશ ગયા વર્ષે ડિસેમ્બરમાં આ RTPનો ભાગ બની હતી.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Rohit Sharma and Virat Kohli ખરાબ ફોર્મ પર આ ભૂતપૂર્વ ખેલાડીનું મોટું નિવેદન

NADAએ નોટિસમાં શું કહ્યું?

NADA એ વિનેશને મોકલેલી નોટિસમાં જણાવ્યું હતું કે, 'એડીઆરની આવશ્યકતાઓનું પાલન કરવામાં દેખીતી રીતે નિષ્ફળતા વિશે તમને જાણ કરતી ઔપચારિક નોટિસ જારી કરવામાં આવે છે અને તમને આ બાબતે અંતિમ નિર્ણય લેતા પહેલા કોઈપણ ટિપ્પણી કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે. ડોપ કંટ્રોલ ઓફિસર (DCO)ને તે સમયે અને સ્થળ પર તમારી તપાસ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. જો કે, તે તમને પરીક્ષણ માટે શોધી શક્યો ન હતો. કારણ કે તમે આપેલ સ્થાન પર ઉપલબ્ધ નહોતા.

આ પણ  વાંચો -PM મોદી ચેસ ઓલિમ્પિયાડના વિજેતાઓને મળ્યા, જુઓ VIDEO

વિનેશ ફોગાટ કોંગ્રેસમાં જોડાઈ

નોંધનીય છે કે, વિનેશે તેના પેરિસ ઓલિમ્પિક અભિયાનના નિરાશાજનક અંત પછી રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણીએ ચોક્કસપણે ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ વધુ વજનના કારણે તે ગોલ્ડ મેડલ મેચ રમી શકી ન હતી અને તેને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. વિનેશ અને બજરંગ પુનિયા તાજેતરમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. વિનેશને આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે અને તે જુલાના બેઠક પરથી ચૂંટણી લડશે.

Tags :
Advertisement

Trending News

.

×