Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જગન્નાથ મંદિરનું રહસ્ય: જ્યાં મૂર્તિમાં ધડકે છે શ્રીકૃષ્ણનું હ્રદય

અહેવાલ -બિનલ જોશી ,અમદાવાદ  આદિ અનાદિ કાળથી ચાલી આવતો સનાતન ધર્મ, માનવ જીવન માટે અમૂલ્ય છે. સનાતન હિંદુ ધર્મ યુગો યુગોથી માનવ માટે પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત રહ્યો છે. આપણાં ધર્મમાં છૂપાયેલા ગૂઢ રહસ્યોને જાણવા વૈજ્ઞાનિકો પણ અસમર્થ રહ્યા છે. વિજ્ઞાનનો...
જગન્નાથ મંદિરનું રહસ્ય  જ્યાં મૂર્તિમાં ધડકે છે શ્રીકૃષ્ણનું હ્રદય

અહેવાલ -બિનલ જોશી ,અમદાવાદ 

Advertisement

આદિ અનાદિ કાળથી ચાલી આવતો સનાતન ધર્મ, માનવ જીવન માટે અમૂલ્ય છે. સનાતન હિંદુ ધર્મ યુગો યુગોથી માનવ માટે પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત રહ્યો છે. આપણાં ધર્મમાં છૂપાયેલા ગૂઢ રહસ્યોને જાણવા વૈજ્ઞાનિકો પણ અસમર્થ રહ્યા છે. વિજ્ઞાનનો અંત આવે છે ત્યાંથી જ શરૂ થાય છે કેટલાક ચમત્કાર, જેના રહસ્ય આજે પણ વણઉકેલ્યા છે. ચાલો ત્યારે જગન્નાથ પુરીના આવા જ કેટલાક રહસ્ય વિષે જાણીએ.

Advertisement

જગન્નાથ મંદિર સાથે જોડાયેલી એવી માન્યતા છે કે જ્યારે ભગવાન કૃષ્ણએ પોતાના શરીરનો ત્યાગ કર્યો, અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે શરીરના એક ભાગ સિવાય તેમનું આખું શરીર પંચતત્વમાં વિલીન થઇ ગયું હતું. પરંતુ માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણનું હૃદય જીવંત માનવીની જેમ ધબકતું હતું. લોકવાયકા અનુસાર ભગવાનનું હ્રદય હજુ જગન્નાથની લાકડાની મૂર્તિમાં ધબકી રહ્યું છે. ભગવાનના હ્ર્દયનો એ ધબકાર સદીઓ બાદ પણ બની રહ્યું છે એક રહસ્ય

Advertisement

દર 12 વર્ષે મૂર્તિઓ બદલવામાં આવે છે
પુજારી આંખે પાટા બાંધીને મૂર્તિઓ બદલે છે પુરી મંદિરની ત્રણે મૂર્તિઓ દર 12 વર્ષે બદલવામાં આવે છે. જૂની મૂર્તિઓના સ્થાને નવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. મૂર્તિ બદલવાની પ્રક્રિયા સાથે જોડાયેલો એક રસપ્રદ કિસાની વાત કરીશું.

ભગવાની મૂર્તિ બદલવાની પ્રક્રિયા સમયે શહેરની વીજળીને બંધ કરી દેવામાં આવે છે. તો પુરીના મંદિર બહાર CRPFની ચુસ્ત સુરક્ષા ગોઠવી દેવામાં આવે છે. આ સમયે મંદિરમાં પ્રવેશ નિષેધ કરવામાં આવે છે. મૂર્તિ બદલવાની પ્રક્રિયામાં શામેલ પૂજારીઓ સિવાય કોઈ પણ વ્યક્તિનો પ્રવેશ વર્જિત હોય છે. મૂર્તિઓ તો સમયાંતરે બદલાતી રહે છે, પરંતુ અનાદિકાળથી એક બ્રહ્મ પદાર્થને જૂની મૂર્તિમાંથી કાઢીને નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે.

શું છે બ્રહ્મ પદાર્થ?
તે બ્રહ્મ પદાર્થ એટલે ભગવાનનું સાક્ષાત શ્રીહ્ર્દય..કથા અનુસાર દર 12 વર્ષે પૂજારી જૂની મૂર્તિમાંથી નવી મૂર્તિમાં ભગવાનના શ્રીહ્ર્દયને નવી મૂર્તિમાં પ્રસ્થાપિત કરે છે. આંખે પાટા બાંધીને ભગવાનના શ્રીહ્રદયને નવી મૂર્તિમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. કહેવાય છે કે બ્રહ્મ પદાર્થને જોનાર વ્યક્તિનો નાશ થાય છે. શ્રી હ્રદયને બદલનાર પૂજારીઓના કહેવા અનુસાર, શ્રી હ્રદય પ્રસ્થાપિત કરવાની પ્રક્રિયા દરમિયાન હાથમાં કાઈક જીવંત વસ્તુ હોય તેવું પ્રતિત થાય છે.

ભગવાનું શ્રી હ્રદય પૂરી કેમ આવ્યું તેના પાછળ પણ એક રસપ્રદ કથા જોડાયેલી છે. સોમનાથના ભાલકાતીર્થમાં જ્યારે ભગવાન સ્વધામ પધર્યાં ત્યારે, તેમના દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો, અંતિમ સંસ્કાર થયા બાદ ભગવાનનું સમગ્ર શરીર પંચમહાભૂતમાં વિલીન થયું, પરંતુ તેમનું શ્રી હ્રદય પૂરી પહોંચ્યું અને જગન્નાથજીની મૂર્તિમાં સ્થાપિત થયું, ત્યારથી જ ભગવાનની મૂર્તિમાં આ શ્રીહ્રદય ધબકી રહ્યું છે.પુરી મંદિરનું સિંહદ્વાર પણ એક રહસ્ય લઈને બેઠું છે. સિંહદ્વારથી મંદિરમાં પ્રવેશ્યા બાદ તમને સમુદ્રનો અવાજ નથી સંભળાતો. તો સિંહદ્વારે પગ મૂકતાં જ ચિતાની ગંધ પણ નથી આવતી.

ભગવાન જગન્નાથના મંદિરના ધ્વજનું રહસ્ય
જગન્નાથ મંદિર લગભગ ચાર લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલું છે. તેની ઉંચાઈ 214 ફૂટ છે. સામાન્ય રીતે કોઈ પણ ઈમારત કે વસ્તુ કે મનુષ્યનો પડછાયો દિવસના અમુક સમયે જમીન પર દેખાય છે, પરંતુ જગન્નાથ મંદિરનો પડછાયો ક્યારેય કોઈએ જોયો નથી. આ સિવાય મંદિરની ટોચ પર સ્થાપિત ધ્વજને લઈને પણ એક મોટું રહસ્ય છે. આ ધ્વજને રોજ બદલવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ દિવસ ધ્વજ બદલવામાં નહીં આવે તો કદાચ આગામી 18 વર્ષ સુધી જગન્નાથ મંદિર બંધ થઈ જશે. આ સિવાય આ ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં ફરકે છે.મંદિરની ટોચ પર સુદર્શન ચક્ર પણ છે. કહેવાય છે કે જો આ સુદર્શન ચક્ર પુરીના કોઈપણ ખૂણેથી જોવામાં આવે તો તેનું મુખ તમારી તરફ દેખાય છે.

રસોડા વિશે ખાસ વાત
જગન્નાથ મંદિરમાં દુનિયાનું સૌથી મોટું રસોડું છે. આ રસોડામાં 500 રસોઈયા અને 300 સહયોગી કામ કરે છે. આ રસોડા સાથે જોડાયેલ એક રહસ્ય એ છે કે અહીં લાખો ભક્તો આવે તો પણ પ્રસાદની ક્યારેય કમી નથી આવતી. પરંતુ જગન્નાથ મંદિરનો દરવાજો બંધ થવાનો સમય આવતા જ પ્રસાદ આપોઆપ ખતમ થઈ જાય છે. એટલે કે અહીંનો પ્રસાદ ક્યારેય વેડફાતો નથી.

આ સિવાય જગન્નાથ મંદિરમાં ચડાવવામાં આવતો પ્રસાદ લાકડાના ચૂલા પર બનાવવામાં આવે છે. આ પ્રસાદ સાત વાસણોમાં બનાવવામાં આવે છે. સાત વાસણો એક પછી એક મૂકવામાં આવે છે. એટલે કે સાતેય વાસણો ચૂલા પર સીડીની જેમ રાખવામાં આવે છે. સૌથી નવાઈની વાત એ છે કે જે વાસણ સૌથી ઉપર હોય છે એટલે કે સાતમા નંબરના વાસણને સૌથી પહેલા પ્રસાદ બનાવીને તૈયાર કરવામાં આવે છે. આ પછી છઠ્ઠા, પાંચમા, ચોથા, ત્રીજા, બીજા અને પહેલા એટલે કે નીચેનો વાસણનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે.

મંદિર ઉપર પક્ષીઓ ઉડતા નથી
ભગવાન જગન્નાથના મંદિરના ઘુમ્મટ પર ક્યારેય કોઈ પક્ષી બેઠેલું જોવા મળ્યું નથી. આ મંદિર ઉપરથી વિમાનોને પણ ઉડવાની મંજૂરી નથી. ત્યારે સનાતન ધર્મ સાથે જોડાયેલી કથા સાથે ફરી મળીશું.

આપણ  વાંચો-અમદાવાદમાં રથયાત્રાને લઈને આ વિસ્તારો રહેશે બંધ; જાણો સમગ્ર રુટ

Tags :
Advertisement

.