Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Malaikaના પિતાના મોતનું રહસ્ય આ એક નિવેદનથી પેચીદું થયું...

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું બુધવારે બાલ્કનીમાંથી પડી જવાથી મોત અનિલ મહેતાના નિધન બાદ અનેક સવાલો અનિલ મહેતાના મોત અંગે પડોશીઓએ પણ અલગ-અલગ નિવેદનો નોંધાવ્યા મલાઇકાની માતાના નિવેદનથી અનિલ મહેતાના મૃત્યુનું રહસ્ય વધુ પેચીદું થયું Death of...
malaikaના પિતાના મોતનું રહસ્ય આ એક નિવેદનથી પેચીદું થયું
  • બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું બુધવારે બાલ્કનીમાંથી પડી જવાથી મોત
  • અનિલ મહેતાના નિધન બાદ અનેક સવાલો
  • અનિલ મહેતાના મોત અંગે પડોશીઓએ પણ અલગ-અલગ નિવેદનો નોંધાવ્યા
  • મલાઇકાની માતાના નિવેદનથી અનિલ મહેતાના મૃત્યુનું રહસ્ય વધુ પેચીદું થયું

Death of Malaika Arora's father Anil Mehta : બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતા (Death of Malaika Arora's father Anil Mehta)નું બુધવારે બાલ્કનીમાંથી પડી જવાથી મોત થયું હતું. આ અણધાર્યો આપઘાત હતો કે અકસ્માત? તે વિશે ભારે ચર્ચા થઇ રહી છે. મલાઈકા અરોરા અને અમૃતા અરોરા તેમના પિતાના અવસાનથી ખૂબ જ આઘાતમાં છે. દુખની આ ઘડીમાં અભિનેત્રીનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર અને પૂર્વ પતિ અરબાઝ ખાન તેની સાથે ઉભા જોવા મળ્યા હતા.

Advertisement

અનિલ મહેતાના નિધન બાદ અનેક સવાલો

અનિલ મહેતાના નિધન બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. અનિલ મહેતાએ ડિપ્રેશનના કારણે આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે તે બીમાર હતા. દરમિયાન અનિલ મહેતાના મોત અંગે પડોશીઓએ પણ અલગ-અલગ નિવેદનો નોંધાવ્યા છે.

અનિલ મહેતાના છેલ્લા શબ્દો શું હતા?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાએ આત્મહત્યા પહેલા તેમની બે દીકરીઓ મલાઈકા અને અમૃતા અરોરાને ફોન કર્યો હતો. એવું કહેવાય છે કે તેમણે કોલ પર તેમની પુત્રીઓ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે તે હવે સંપૂર્ણપણે થાકી ગયા છે.

Advertisement

આ પણ વાંચો---શોકમાં Arora પરિવાર! પિતાના નિધન બાદ Malaika Arora ની પ્રથમ પોસ્ટ

બાળપણમાં માતા-પિતા છૂટા પડ્યા હતા

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા માત્ર 11 વર્ષની હતી જ્યારે તેના પિતા અનિલ મહેતા અને માતા જોયસ પોલીકાર્પના છૂટાછેડા થઈ ગયા હતા. તેની માતાએ તેની બે પુત્રીઓ મલાઈકા અને અમૃતા અરોરાનો એકલા હાથે ઉછેર કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અનિલ મહેતા ઈન્ડિયન નેવીમાં હતા અને લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરતા હતા. એક રિપોર્ટ અનુસાર, તેમને તેમની દીકરી બોલિવૂડમાં કામ કરવું પસંદ નહોતું.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

પાડોશીઓએ કહ્યું કે તે બીમાર હતા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાના મૃત્યુને લઈને પાડોશીઓ તરફથી અલગ-અલગ નિવેદનો સામે આવ્યા છે. પોલીસ પૂછપરછ દરમિયાન કેટલાક પડોશીઓએ જણાવ્યું કે અભિનેત્રીના પિતા બીમાર હતા. ગયા વર્ષે 2023માં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મલાઈકા પણ તેના બીમાર પિતાને મળવા હોસ્પિટલ પહોંચી હતી. જો કે, તે સમયે તેમની બીમારી અંગે કોઈ અપડેટ જાહેર કરવામાં આવ્યું ન હતું. કેટલાકે એમ પણ જણાવ્યું કે તેઓ ડિપ્રેશનમાં હતા. તેનું કારણ જાણી શકાયું નથી.

આ પણ વાંચો---Malaika Arora ના પિતાએ છઠ્ઠા માળેથી કુદીને.....

કેટલાકે બિમારી ઇનકાર કર્યો

બીજી તરફ પોલીસ પૂછપરછ દરમિયાન કેટલાક પડોશીઓએ અનિલ મહેતા બીમાર હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. અહેવાલો અનુસાર, એક પાડોશીએ કહ્યું કે અનિલ મહેતા કોઈપણ રીતે બીમાર ન હતા. 62 વર્ષની વયે પણ તેઓ ખૂબ જ સક્રિય રહ્યા અને સોસાયટીના કામમાં રસ લેતા. સોસાયટીના ચોકીદારે જણાવ્યું કે અનિલ મહેતા સ્વસ્થ હતા અને બહાર આવતા રહેતા હતા. હાલ પોલીસ આ મામલે વધુ કહેવા તૈયાર નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

મલાઈકાની માતાએ તેનું નિવેદન નોંધ્યું

અહેવાલો અનુસાર, મલાઈકા અરોરાની માતા જોયસ પોલીકાર્પે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તે અને અનિલ મહેતા છૂટાછેડા પછી પણ થોડા વર્ષો સુધી સાથે રહ્યા હતા. તેમણે કહ્યું કે અનિલને દરરોજ સવારે બાલ્કનીમાં બેસીને અખબાર વાંચવાની આદત હતી. બુધવારે સવારે તે બાલ્કનીમાં જોવા મળ્યા ન હતા. માત્ર તેના ચપ્પલ જ દેખાતા હતા. જેથી પરેશાન થઈને જોયસે બાલ્કનીમાંથી નીચે જોયું તો ભારે હંગામો મચી ગયો હતો.

ઘૂંટણમાં દુખાવાની સમસ્યા હતી

અભિનેત્રીની માતાએ વધુમાં જણાવ્યું કે જ્યારે તે બાલ્કનીમાં આવ્યા ત્યારે ચોકીદાર મદદ માટે બૂમો પાડી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જોયસ પોલીકાર્પે પોલીસને જણાવ્યું કે અનિલ મહેતા સંપૂર્ણપણે સ્વસ્થ હતા. તેમને ઘૂંટણના દુખાવાની થોડી સમસ્યા હતી, આ સિવાય કોઈ મોટી વાત નહોતી. તેમના નિવેદનથી અનિલ મહેતાના મૃત્યુનું રહસ્ય વધુ પેચીદું થયું છે. હાલ આ ઘટનાથી અરોરા પરિવારને મોટો આઘાત લાગ્યો છે.

આ પણ વાંચો---Renuka Swamy murder case : પવિત્રા સહિત 2 અભિનેત્રીને અશ્લિલ મેસેજ મોકલતો....

Tags :
Advertisement

.