Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રેક્ટિસ કરતા આ ખેલાડીને માથામાં વાગ્યો બોલ, હોસ્પિટલમાં દાખલ

બાંગ્લાદેશના અનુભવી ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાન (Mustafizur Rahman) ને માથામાં બોલ વાગતાં તેને હોસ્પિટલમાં દાખલ (admitted to hospital) કરવામાં આવ્યો છે. જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મુસ્તફિઝુર બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) ની આગામી મેચ માટે બોલિંગની...
પ્રેક્ટિસ કરતા આ ખેલાડીને માથામાં વાગ્યો બોલ  હોસ્પિટલમાં દાખલ

બાંગ્લાદેશના અનુભવી ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાન (Mustafizur Rahman) ને માથામાં બોલ વાગતાં તેને હોસ્પિટલમાં દાખલ (admitted to hospital) કરવામાં આવ્યો છે. જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મુસ્તફિઝુર બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) ની આગામી મેચ માટે બોલિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને તે દરમિયાન એક બોલ તેના માથામાં વાગી ગયો. આ પછી, તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું અને તેને તાત્કાલિક શહેરની હોસ્પિટલ (Hospital) માં દાખલ કરવામાં આવ્યો.

Advertisement

પ્રેક્ટિસ કરતા સમયે માથા પર વાગ્યો બોલ

IPL ની સૌથી સફળ ટીમોમાંની એક ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના ટીમ મેનેજમેન્ટ અને ચાહકોને IPL 2024 સીઝનની શરૂઆત પહેલા જ મોટો આંચકો લાગ્યો છે. કારણ કે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના આ ખેલાડીને મેદાન પર પ્રેક્ટિસ કરતા સમયે માથા પર વાગ્યું હતું. જે બાદ આ સ્ટાર ખેલાડી હાલમાં હોસ્પિટલમાં જીવન-મરણની લડાઈ લડી રહ્યો છે. 28 વર્ષનો મુસ્તફિઝુર BPLમાં કોમિલા વિક્ટોરિયન્સ માટે નેટ્સમાં બોલિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન નજીકમાં બેટિંગની પ્રેક્ટિસ કરી રહેલા ટીમના કેપ્ટન લિટન દાસનો એક જોરદાર શોટ અચાનક રહેમાનના માથામાં વાગ્યો હતો. બાંગ્લાદેશી મીડિયા અનુસાર બાંગ્લાદેશના મેઇન ફાસ્ટ બોલરના માથામાંથી લોહી વહી રહ્યું હતું. મેદાનમાંથી એમ્બ્યુલન્સમાં લઈ જતા પહેલા તેના માથા પર બરફ લગાવવામાં આવ્યો હતો. મુસ્તાફિઝુરને ઈમ્પિરિયલ હોસ્પિટલના ઈમરજન્સી યુનિટમાં લઈ જવામાં આવ્યો હતો.

Advertisement

CSKને મોટો ઝટકો લાગી શકે છે

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), IPL ક્રિકેટની સૌથી સફળ ટીમોમાંની એક છે, જેમા મુસ્તાફિઝુર રહેમાનને IPL ઓક્શન 2024માં 2 કરોડ રૂપિયાની રકમ ચૂકવીને તેમની ટીમમાં સામેલ કર્યો છે. નેટ સેશન દરમિયાન મુસ્તાફિઝુર રહેમાનને જે ઈજા થઈ હતી તેની ગંભીરતા હજુ સુધી કન્ફર્મ કરી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં જો મુસ્તફિઝુર રહેમાનની આ ઈજા ગંભીર છે તો IPL 2024ની સીઝનની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તે મોટો ફટકો સાબિત થઈ શકે છે. IPL ક્રિકેટમાં મુસ્તાફિઝુર રહેમાને અત્યાર સુધી રમાયેલી 48 મેચોમાં 7.93 ની એવરેજ અને 30.72 ની બોલિંગ એવરેજથી 47 વિકેટ લીધી છે.

ટીમના ફિઝિયોએ શું કહ્યું ?

ટીમના ફિઝિયો એસએમ ઝાહિદુલ ઈસ્લામ સેજલે ટીમ દ્વારા જારી કરવામાં આવેલી મીડિયા રીલીઝમાં જણાવ્યું હતું કે, "પ્રેક્ટિસ દરમિયાન, એક બોલ મુસ્તાફિઝુર રહેમાનને સીધો તેના માથાની ડાબી બાજુએ વાગ્યો હતો. ત્યાં એક ખુલ્લો ઘા થયો હતો અને અમે સતત વહી રહેલા લોહીને રોકવા માટે કોમ્પ્રેશન લગાવ્યું હતું." તેને પાટો બાંધ્યો અને તરત જ તેને ઈમ્પિરિયલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો." જણાવી દઇએ કે, ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાને બાંગ્લાદેશ માટે અત્યાર સુધીમાં 15 ટેસ્ટ, 103 વનડે અને 88 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આમાં તેણે અનુક્રમે 31, 162 અને 105 વિકેટ લીધી છે. તેણે એપ્રિલ 2015માં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી.

Advertisement

આ પણ વાંચો - IND vs ENG 3rd Test : યશસ્વીએ રચ્યો ઈતિહાસ, ફટકારી બેવડી સદી

આ પણ વાંચો - રાજકોટમાં Cheteshwar Pujara એ ફટકારી T20 અંદાજમાં Century

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.