ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ મસ્કની દીકરીએ US છોડવાનો નિર્ણય કર્યો! કહી આ વાત
- ઈલોન મસ્ની દીકરીએ અમેરિકા છોડવાનો નિર્ણય લીધો
- સૌથી અગ્રણી સમર્થકોમાંના એક ઈલોન મસ્ક
- મને યુનાઇટેડ સ્ટેટ્સમાં મારું ભવિષ્ય દેખાતું નથી:વિલ્સન
Elon Musk Transgender Daughter: દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કની દીકરી વિવિયન જેના વિલ્સને અમેરિકા છોડવાની વાત કરી છે. અમેરિકાંમાં પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ઈલોન મસ્કની ટ્રાન્સજેન્ડર દીકરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે 'મેં થોડા સમય પહેલા આ વિચાર્યું હતું, પરંતુ હવે તેની પુષ્ટિ પણ થઈ ગઈ છે. મને યુનાઇટેડ સ્ટેટ્સમાં મારું ભવિષ્ય દેખાતું નથી.
ઝેવિયરે પોતાનું નામ બદલીને વિવિયન જેના વિલ્સન રાખ્યું હતું
ઈલોન મસ્કના પુત્ર ઝેવિયરે 18 વર્ષની ઉંમર બાદ વર્ષ 2022માં સર્જરી કરાવીને લિંગ પરિવર્તન કરાવ્યું હતું. ત્યારબાદ ઝેવિયરે પોતાનું નામ બદલીને વિવિયન જેના વિલ્સન રાખ્યું હતું. આ અંગે ઈલોન મસ્કે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'લિંગ પરિવર્તન સર્જરીએ મારા પુત્રને મારાથી અલગ કરી દીધો છે.' જો કે, જવાબમાં વિવિયને કહ્યું, 'મસ્કે કહ્યું કે હું છોકરી નથી. હું તેમના માટે મરી ગયો છું. આમ કહીને તેણે હદ વટાવી દીધી.'
આ પણ વાંચો -Elon Musk નું કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટે ચોંકાવનારું નિવેદન
ટ્રમ્પની જીતમાં મસ્કનું મહત્ત્વનું યોગદાન
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં પાછા ફરવાના સૌથી અગ્રણી સમર્થકોમાંના એક ઈલોન મસ્ક છે. ટ્રમ્પની જીતમાં તેમનું યોગદાન મહત્ત્વનું માનવામાં આવે છે. ટ્રમ્પની જીત લગભગ નિશ્ચિત જણાતાં ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, 'અમેરિકન લોકોએ આજે રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પને પરિવર્તન માટે સ્પષ્ટ આદેશ આપ્યો.' જો કે, ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વિજય ભાષણમાં ઈલોન મસ્કના વખાણ કર્યા હતા.