Padra : ગણપતપુરા નર્મદા કેનાલમાં હત્યા કરી ફેંકી દેવામાં આવેલ દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો
અહેવાલ---વિજય માલી, પાદરા વડોદરા (Vadodara) જિલ્લાના પાદરા તાલુકાના ગણપતપુરા ગામ પાસે આવેલી નર્મદા કેનાલ પાસે રહેતા શ્રમજીવી દંપતીની થોડા દિવસ પૂર્વે હત્યા કરી પુરાવાના નાશ કરવા હત્યારા દ્ધારા દંપતીની લાશ નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. બનાવ બાદ પાદરા પોલીસ...
અહેવાલ---વિજય માલી, પાદરા
વડોદરા (Vadodara) જિલ્લાના પાદરા તાલુકાના ગણપતપુરા ગામ પાસે આવેલી નર્મદા કેનાલ પાસે રહેતા શ્રમજીવી દંપતીની થોડા દિવસ પૂર્વે હત્યા કરી પુરાવાના નાશ કરવા હત્યારા દ્ધારા દંપતીની લાશ નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. બનાવ બાદ પાદરા પોલીસ સહિત પોલીસની અલગ અલગ સુરક્ષા એજન્સીઓ હત્યારાને ઝડપી પાડવા કામે લાગી હતી. જોકે હવે પોલીસને હત્યારાને ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે. હત્યારાની પુછપરછમાં માત્ર રૂપિયા 3 હજાર ની લેતીદેતી મામલે હત્યારાએ દંપતીનું કાસળ કાઢી નાખ્યું હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી હતી.
લાશ કેનાલમાં ફેંકી દીધી
પાદરા તાલુકાના ગણપતપુરા ગામ પાસે આવેલી નર્મદા કેનાલ નજીક ઝૂંપડું બનાવીને રહેતા રમણભાઈ ફતેસિંહ સોલંકી અને તેમના પત્ની ઘનીબેન દિવસ દરમિયાન આસપાસના વિસ્તારોમાંથી કચરો વીણી તેને વેચી પોતાનું ગુજરાન ચલાવતા હતા. થોડા દિવસ પૂર્વે આ દંપતી પર અજાણ્યા શખ્સ દ્ધારા ધારિયાથી હુમલો કરી શ્રમજીવી દંપતીની કુરતાપૂર્વક હત્યા કરી લાશને ગોદડીમાં વીંટાળી નર્મદા કેનાલના પાણીમાં ફેંકી દેવામાં આવી હતી. નર્મદા કેનાલમાંથી હત્યા કરેલ હાલતમાં દંપતીની લાશ મળી આવતા પોલીસની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા હત્યારા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા હત્યારા આરોપીને ઝડપી પાડવા કમરકસી કેટલાક શકમંદોની પુછપરછ કરવા આવી હતી. જયારે આજે પોલીસને હત્યારાને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઇ છે.
પોલીસે હત્યારાને ઝડપી લીધો
પોલીસે પાદરા તાલુકાના ફતેપુરામાં રહેતા હત્યારા અરવિંદ ચીમનભાઈ ચૌહાણની ધરપકડ કરી તેની પ્રાથમિક પુછપરછ કરતા સામે આવ્યું હતું કે, મૃતક રમણ ભાઈ સોલંકી જોડે થી હત્યારા અરવિંદે ઉછીના 3 હજાર રૂપિયા લીધા હતા. અને જે ઉછીના લીધેલ રૂપિયા ની વારંવાર મૃતક રમણભાઈ ઉઘરાણી કરવામાં આવતા હત્યારા અરવિંદ ચૌહાણે ઉછીના લીધેલ રૂપિયા પરત ના આપવા પડે જેથી રમણભાઈ સોલંકીનું કાસળ કાઢી નાખવાનું નક્કી કરી મોડી રાત્રીના કેનાલ પાસે ઝૂંપડું બનાવી રહેતા રમણ સોલંકીના ઝુંપડા પર પહોંચ્યો હતો અને રમણ સોલંકી સહીત તેના પત્ની ધણી સોલંકીનું કાસળ કાઢી નાખ્યું હતું.
Advertisement