Gujarat: અંબાજીમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે ભીંતચિત્રો આવ્યાં બનાવવામાં
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી માનવામાં આવે છે. તે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. હાલમાં ચાલી રહેલ શુભયાત્રા સ્વચ્છયાત્રા કાર્યક્રમના ભાગરૂપે પાલનપુર વિભાગના વિભાગીય નિયામક કિરીટભાઇ ચૌધરીના સતત માર્ગદર્શન અને દેખરેખ હેઠળ વિભાગનાં જુદાજુદા ડેપો ખાતે તાજેતરમાં સ્વચ્છતા અભિયાન કાર્યરત છે.
તેના ભાગરૂપે અંબાજીમાં એક મુહિમ શરું કરવામાં આવી હતી. તેના અંતર્ગત અંબાજી ડેપોમાં ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ અંબાજીના વિદ્યાર્થીઓ દ્વારા અંબાજી એસટી બસસ્ટેશનની અલગ-અલગ દીવાલો ઉપર સ્વચ્છતા અને તેની જાગૃતિ બાબતના ખૂબ સુંદર ભીંતચિત્રો બનાવવામાં આવ્યાં છે.
તે ઉપરાંત મુસાફરી કરતાં લોકોને સ્વચ્છતા માટે આગ્રહ કરવામાં આવ્યો છે. તે સહિત અંબાજી ડેપો મેનેજર રઘુવીરસિંહએ આ પ્રસંગે હાઈસ્કૂલના આચાર્ય શૈલેન્દ્રસિંહ અને રમણભાઈનો ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. હાલમાં ચાલતા સરકારના હકારાત્મક સફાઈ અભિયાનને સાર્થક બનાવવા એક ઉમદા પ્રયત્ન કર્યો હતો.
અહેવાલ શક્તિસિંહ રાજપુત