Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mumbai : મલાડમાં SUV દ્વારા કચડીને મહિલાનું મોત, આરોપીની ધરપકડ...

Mumbai માં એક કાર ચાલકે મહિલાને અડફેટે લીધી કાર ચાલક મર્ચન્ટ નેવી ઓફિસર તરીકે ફરજ બજાવે છે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી મુંબઈ (Mumbai)ના મલાડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક સ્પીડિંગ કારની ટક્કરથી 27 વર્ષીય મહિલાનું મોત...
mumbai   મલાડમાં suv દ્વારા કચડીને મહિલાનું મોત  આરોપીની ધરપકડ
  1. Mumbai માં એક કાર ચાલકે મહિલાને અડફેટે લીધી
  2. કાર ચાલક મર્ચન્ટ નેવી ઓફિસર તરીકે ફરજ બજાવે છે
  3. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

મુંબઈ (Mumbai)ના મલાડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક સ્પીડિંગ કારની ટક્કરથી 27 વર્ષીય મહિલાનું મોત થયું હતું. આરોપી ડ્રાઈવર ઘાયલ મહિલાને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. મલાડ પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે. વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આરોપી મર્ચન્ટ નેવી ઓફિસર છે...

મુંબઈ (Mumbai) પોલીસના જણાવ્યા અનુસાર કાર ચલાવનાર આરોપીની ઓળખ અનુજ સિન્હા તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ SUV ડ્રાઈવર મર્ચન્ટ નેવી ઓફિસર છે. મલાડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, મૃતક મહિલા, શહાના કાઝી તરીકે ઓળખવામાં આવી હતી, તે રાત્રે લગભગ 10 વાગ્યે પગપાળા ચાલવા માટેના માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ફોર્ડ એન્ડેવર કારે તેને ટક્કર મારી હતી, એમ મલાડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. ઘટના બાદ આરોપી શહાનાને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું.

Advertisement

આ પણ વાંચો : Delhi : 15 વર્ષના છોકરાએ મોમોસ વેચનારની કરી હત્યા, માતાના મોતનો બદલો લેવાનું કાવતરું...

આરોપીની ધરપકડ, SUV જપ્ત...

અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપી અનુપ સિંહા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અકસ્માતમાં સામેલ SUV પણ જપ્ત કરવામાં આવી છે. અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીની ઓફિસ અંધેરીમાં છે અને તે ઘટનાના દિવસે રજા પર હતો. તેણે કહ્યું કે પોલીસે આરોપીના લોહીના નમૂના લીધા છે જેથી તે જાણવા માટે કે તે દારૂના નશામાં વાહન ચલાવતો હતો કે કેમ.

Advertisement

આ પણ વાંચો : UP : સપાની સરકાર બનતાની સાથે જ UP નું બુલડોઝર ગોરખપુર તરફ જશે - અખિલેશ યાદવ

Tags :
Advertisement

.