ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Mumbai : સંજય રાઉત ફસાયા!, CM શિંદેની ટીમે મોકલી Legal Notice, જાણો શું હતો સમગ્ર મામલો...

CM એકનાથ શિંદેની કાનૂની ટીમે શિવસેના (ઉદ્ધવ) નેતા સંજય રાઉતને નોટિસ મોકલી છે. આ નોટિસમાં સંજય રાઉતને એક અખબારમાં એકનાથ શિંદેની છબીને બગાડવામાં આવેલા આરોપો માટે 72 કલાકની અંદર માફી માંગવા કહેવાયું છે. જો સંજય રાઉત 72 કલાકની અંદર માફી...
10:18 PM May 29, 2024 IST | Dhruv Parmar
featuredImage featuredImage

CM એકનાથ શિંદેની કાનૂની ટીમે શિવસેના (ઉદ્ધવ) નેતા સંજય રાઉતને નોટિસ મોકલી છે. આ નોટિસમાં સંજય રાઉતને એક અખબારમાં એકનાથ શિંદેની છબીને બગાડવામાં આવેલા આરોપો માટે 72 કલાકની અંદર માફી માંગવા કહેવાયું છે. જો સંજય રાઉત 72 કલાકની અંદર માફી નહીં માંગે તો તેમને ફોજદારી અને સિવિલ લિટીગેશનનો સામનો કરવો પડશે.

25 થી 30 કરોડની વહેંચણીનો આરોપ...

લીગલ નોટિસ (Legal Notice) અનુસાર એક અખબારમાં એક સમાચાર પ્રકાશિત થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે લોકસભા ચૂંટણી દરમિયાન એકનાથ શિંદેએ કરોડો રૂપિયા ખર્ચ્યા હતા અને દરેક લોકસભા ક્ષેત્રમાં લગભગ 25 થી 30 કરોડ રૂપિયા વહેંચ્યા હતા. સમાચારમાં એવું પણ લખવામાં આવ્યું છે કે શિંદેએ આ પૈસા એટલા માટે વહેંચ્યા કે અજિત પવારનો એક પણ ઉમેદવાર ચૂંટણી જીતી ન શકે.

ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કર્યા...

કાનૂની નોટિસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મારા ક્લાયન્ટે ક્યારેય પૈસાનું વિતરણ કર્યું નથી. સામાન્ય જનતાના મનમાં મારા ક્લાયન્ટની છબી ખરાબ કરવા માટે આવા ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે. આ આરોપો દ્વારા તમે અને તમારા કહેવાતા નેતા ઉદ્ધવ ઠાકરે રાજકીય લાભ લેવા માગો છો. તમે જે આક્ષેપો કર્યા છે તે સાબિત કરો. આ નોટિસમાં વધુમાં જણાવાયું છે કે, આ ખોટા અને પાયાવિહોણા આરોપો માટે તમારે 3 દિવસની અંદર માફી માંગવી જોઈએ, નહીં તો મારા ક્લાયન્ટ તમારી સામે ફોજદારી અને સિવિલ કેસ દાખલ કરશે.

આ લીગલ નોટિસ (Legal Notice)ને સોશિયલ મીડિયા પર શેર કરતા સંજય રાઉતે લખ્યું- '50 ખોકે બિલકુલ ઠીક છે. અસંવૈધાનિક મુખ્ય પ્રધાન શ્રી શિંદેએ અમને એક ખૂબ જ રસપ્રદ અને રમુજી રાજકીય દસ્તાવેજ મોકલ્યો છે. very intresting and one of the funny political document. હવે આવશે મજા. જય મહારાષ્ટ્ર!

આ પણ વાંચો : Delhi Heat Wave : Delhi-NCR માં ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ, તાપમાન 52 ડિગ્રીને પાર…

આ પણ વાંચો : Madhy Pradesh : પરિવારના 8 સભ્યોની હત્યા કરી આરોપીએ કર્યું એવું કે પોલીસ પણ ચોંકી…

આ પણ વાંચો : MHA : ગૃહ મંત્રાલયમાં મોટી બેઠક યોજાઈ, CRPF ને મળી શકે છે મોટી જવાબદારી…

Tags :
apologize within 72 hourseknath shindeeknath shinde legal notice sanjay rautGujarati NewsIndialegal noticelegal notice to sanjay rautLok Sabha elections 2024NationalSanjay Raut