Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mumbai : PM મોદી આજથી મુંબઈના પ્રવાસે, Anant-Radhika ના રિસેપ્શનમાં આપી શકે છે હાજરી...

લોકસભા ચૂંટણી બાદ PM મોદી આજે પહેલીવાર મુંબઈ (Mumbai)ની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે, PM મોદી અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા અંબાણી (Radhika Ambani)ના...
mumbai   pm મોદી આજથી મુંબઈના પ્રવાસે  anant radhika ના રિસેપ્શનમાં આપી શકે છે હાજરી

લોકસભા ચૂંટણી બાદ PM મોદી આજે પહેલીવાર મુંબઈ (Mumbai)ની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે, PM મોદી અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા અંબાણી (Radhika Ambani)ના રિસેપ્શનમાં પણ હાજરી આપી શકે છે. એક નિવેદન મુજબ PM મોદી સાંજે 05.15 કલાકે મુંબઈ (Mumbai) એરપોર્ટ પહોંચશે. આ પછી તે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. દરમિયાન રાત્રે 8 થી 9 વાગ્યા સુધીનો સમય અનામત રાખવામાં આવ્યો છે. આ દરમિયાન PM મોદી અનંત-રાધિકા (Anant-Radhika)ના વેડિંગ રિસેપ્શનમાં હાજરી આપી શકે છે.

Advertisement

ચૂંટણી બાદ પ્રથમવાર મુંબઈ જશે PM...

તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મોદી ત્રીજી વખત PM બન્યા છે. તેમના ત્રીજા કાર્યકાળમાં PM મોદીની આ પ્રથમ મુંબઈ (Mumbai) મુલાકાત છે. આજે, 13 જુલાઈના રોડ PM નરેન્દ્ર મોદી રોડ, રેલ અને પોર્ટ સંબંધિત ઘણી મહત્વપૂર્ણ યોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છે, જેનો કુલ ખર્ચ આશરે 29,400 કરોડ રૂપિયા હશે. જેમાં PM મોદી 16,600 કરોડ રૂપિયાના થાણે-બોરીવલી ટનલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ કરશે.

Advertisement

વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે...

આ સિવાય PM મોદી ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ અને બોરીવલી થાણે-લિંક રોડના ભૂમિપૂજન કાર્યક્રમમાં પણ ભાગ લેશે. PM મોદી ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ માટે 6300 કરોડ રૂપિયાની ટનલનો શિલાન્યાસ કરશે. આ સિવાય PM મોદી 8400 કરોડ રૂપિયાના બોરીવલી-થાણે લિંક રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. PM મોદી દક્ષિણ મુંબઈ (Mumbai)માં ઓરેન્જ ગેટથી ગ્રાન્ટ રોડ સુધીના એલિવેટેડ રોડનું ભૂમિપૂજન પણ કરશે. આ પ્રોજેક્ટનો ખર્ચ 1170 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

એક કલાકનો સમય આરક્ષિત...

આ તમામ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ રાત્રે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો સમય PM મોદી રિઝર્વ રાખવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે, આ દરમિયાન PM મોદી અનંત અને રાધિકા (Anant-Radhika)ના રિસેપ્શનમાં સામેલ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે રાત્રે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટે સાત ફેરા લીધા હતા. આ સમય દરમિયાન, અનંત અંબાણી, તેમની માતા નીતા અંબાણી, ભાભી શ્લોકા મહેતા અંબાણી, ભાઈ આકાશ અંબાણી અને બહેન ઈશા અંબાણી સહિત દરેકનો દેખાવ જોવા લાયક હતો.

Advertisement

આ પણ વાંચો : Anant Ambani-Radhika Merchant વિધિ વિધાન સાથે લગ્નના તાંતણે બંધાયા

આ પણ વાંચો : Anant – Radhika Wedding : ..જ્યારે શાહરુખે કર્યો ડાન્સ નીતા અંબાણી સાથે…

આ પણ વાંચો : Anant Ambani-Radhika Merchant Wedding માં પંડિતની ફી જાણીને આંખમાંથી આવી જશે આંસુ!

Tags :
Advertisement

.