Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mumbai : વિમાનને અથડાતા 36 Flamingo પક્ષીઓના મોત, શહેરના ઘણા વિસ્તારોમાંથી મળ્યા મૃત

36 Flamingo Birds : મુંબઈ શહેરના ઘાટકોપર વિસ્તાર (Ghatkopar area of Mumbai city) માં અલગ-અલગ સ્થળોએ ઓછામાં ઓછા 36 ફ્લેમિંગો (36 flamingos) મૃત હાલતમાં મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, મુંબઈ (Mumbai) આવી રહેલી અમીરાતની ફ્લાઈટ (Emirates Flight) સાથે અથડાતા...
12:57 PM May 21, 2024 IST | Hardik Shah
Flamingo hit Emirates Flight

36 Flamingo Birds : મુંબઈ શહેરના ઘાટકોપર વિસ્તાર (Ghatkopar area of Mumbai city) માં અલગ-અલગ સ્થળોએ ઓછામાં ઓછા 36 ફ્લેમિંગો (36 flamingos) મૃત હાલતમાં મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, મુંબઈ (Mumbai) આવી રહેલી અમીરાતની ફ્લાઈટ (Emirates Flight) સાથે અથડાતા 36 ફ્લેમિંગો પક્ષીઓ (36 flamingo birds) ના મોત થયા છે. બીજી તરફ ફ્લેમિંગો પક્ષીઓ વિમાનને અથડાતા પ્લેનને પણ નુકસાન થયું છે.

પક્ષીઓ પ્લેનને અથડાતા પેસેન્જરોના જીવ તાંડવે ચોટ્યા

મળતી માહિતી મુજબ, સોમવારે મુંબઈ એરપોર્ટ પર અમીરાતની ફ્લાઈટ નંબર EK 508ના લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના થઈ હતી. કહેવામાં આવ્યું હતું કે પક્ષીઓની ટક્કરથી Flight ની લેન્ડિંગ પર કોઈ અસર થઈ નથી. અમીરાત પ્લેન લેન્ડ થતાંની સાથે જ એરપોર્ટ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી કે ફ્લેમિંગો પક્ષીઓના મોત થયા છે. લેન્ડિંગ બાદ વિમાનની તપાસ કરવામાં આવી હતી. જ્યારે અધિક મુખ્ય વન સંરક્ષક, મેન્ગ્રોવ સંરક્ષણ વિભાગ એસ. વાય રામા રાવે કહ્યું કે આ વિસ્તારમાંથી 36 ફ્લેમિંગોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનામાં વધુ ફ્લેમિંગો માર્યા ગયા છે કે કેમ તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. આ ઘટના લક્ષ્મી નગર (ઘાટકોપર પૂર્વના ઉત્તરીય છેડા) પાસે બની હતી અને એરપોર્ટ પ્રશાસને પક્ષીઓની અથડામણની ઘટનાની પુષ્ટિ કરી છે. આ માહિતી મેન્ગ્રોવ કન્ઝર્વેશન સેલના ડેપ્યુટી કન્ઝર્વેટર દીપક ખાડેએ આપી હતી. સૂત્રોની માનીએ તો જે સમયે આ અકસ્માત સર્જાયો ત્યારે પેસેન્જરોના જીવ તાંડવે ચોંટી ગયા હતા.

ક્યારે થયો આ અકસ્માત ?

મુંબઈ આવી રહેલી અમીરાતની ફ્લાઈટ સાથે અથડાતા 36 ફ્લેમિંગો પક્ષીઓના મોત થયા હતા. આ ઘટના સોમવારે રાત્રે 9 વાગે ની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પક્ષીઓના પ્લેનને અથડાયા બાદ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ઘણા મૃત ફ્લેમિંગો પક્ષીઓ જોવા મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના અમીરાતની ફ્લાઈટ નંબર EK 508 સાથે થઈ હતી. આ ટક્કરથી ફ્લાઈટને પણ ઘણું નુકસાન થયું છે. તેમ છતાં, ફ્લાઈટ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં સફળ રહી હતી. હાલમાં ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે. વન અધિકારીઓ અને પશુ કાર્યકરોએ મૃત ફ્લેમિંગો પક્ષીઓને દૂર કર્યા છે.

જુદા જુદા વિસ્તારમાં મૃત હાલતમાં મળી આવ્યા Flamingo

આ અકસ્માતના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. મુંબઈ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી મૃત ફ્લેમિંગો પક્ષીઓ મળી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ફોન કરીને આ અંગે જાણ કરી, ત્યારબાદ વન વિભાગ અને અન્ય ટીમો સ્થળ પર પહોંચી અને મૃત ફ્લેમિંગો પક્ષીઓને પકડી લીધા. આ પછી, તમામ મૃત પક્ષીઓને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. જણાવી દઈએ કે દર વર્ષે ઉનાળાની ઋતુમાં લાખો ફ્લેમિંગો પક્ષીઓ થાણે અને નવી મુંબઈના વેટલેન્ડ વિસ્તારોમાં આવે છે.

આ પણ વાંચો - Air India Express ની ફ્લાઇટમાં લાગી ભીષણ આગ, ફ્લાઇટમાં 179 યાત્રીઓ અને 6 ક્રૂ મેમ્બર હતા

આ પણ વાંચો - Pune Airport : એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ પહેલા ટગ ટ્રક સાથે અથડાયું

Tags :
36 Flamingo36 Flamingo Birds36 flamingo birds Dead36 flamingo birds found died36 flamingos killedEmirates flightemirates flight flamingo deathemirates planeflamingoflamingo birdFlamingo Birds deathFlight collission with flemingo birdsMaharashtraMUMBAIMumbai Airportmumbai ghatkoparPlane Crash
Next Article