Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુખ્તારને 10, અફઝલને 4 વર્ષની સજા, બસપા સાંસદ અફઝલનું સાંસદપદ રદ થશે

કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં માફિયા ડોન મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા, 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. મુખ્તાર અંસારી બાદ તેના સાંસદ ભાઈ અફઝલ અંસારી પણ ગેંગસ્ટર એક્ટ કેસમાં દોષિત જાહેર થયા છે. ગાઝીપુરના MP MLA કોર્ટે અફઝલ અંસારીને વધુ 4...
મુખ્તારને 10  અફઝલને 4 વર્ષની સજા  બસપા સાંસદ અફઝલનું સાંસદપદ રદ થશે

કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં માફિયા ડોન મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા, 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. મુખ્તાર અંસારી બાદ તેના સાંસદ ભાઈ અફઝલ અંસારી પણ ગેંગસ્ટર એક્ટ કેસમાં દોષિત જાહેર થયા છે. ગાઝીપુરના MP MLA કોર્ટે અફઝલ અંસારીને વધુ 4 વર્ષની સજા સંભળાવી છે. આ સાથે 1 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સજાની જાહેરાત થતાં જ અફઝલ અંસારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

Advertisement

આ મામલો વર્ષ 2005માં ભાજપના તત્કાલિન ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા સાથે જોડાયેલો છે. આ ઘટના મોહમ્મદબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના બસનિયા ચટ્ટી ખાતે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં મુખ્તાર અંસારીની ગેંગે પહેલીવાર AK-47નો ઉપયોગ કર્યો હતો.

યુપીના પ્રખ્યાત કૃષ્ણાનંદ રાય હત્યા કેસ અને બિઝનેસમેન નંદકિશોર રૂંગટાના અપહરણ બાદ મુખ્તાર અને અફઝલ પર ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં અફઝલ અંસારી, તેના ભાઈ માફિયા ડોન મુખ્તાર અંસારી અને સાળા એજાઝુલ હક વિરુદ્ધ 2007માં ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હાલમાં એજાઝુલ હકનું નિધન થયું છે.

Advertisement

મહત્વનું છે કે, આ કેસની સુનાવણી 1 એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી. પહેલા આ મામલે નિર્ણય 15 એપ્રિલે આવવાનો હતો, પરંતુ બાદમાં તારીખ લંબાવીને 29 એપ્રિલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી ગાઝીપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં વર્ષ 2012માં શરૂ થઈ હતી.

Advertisement
Tags :
Advertisement

.