Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mukesh Ambani ને ત્રીજી વખત મળી જાનથી મારી નાખવાની ધમકી, 400 કરોડની કરી માંગ

Mukesh Ambani Receives Threat : દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણીને એક પછી એક ત્રણ વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે ધમકી આપનાર વ્યક્તિએ અંબાણી પાસેથી 400 કરોડ રૂપિયાની રકમ માંગી છે. સોમવારે,...
03:33 PM Nov 04, 2023 IST | Hardik Shah

Mukesh Ambani Receives Threat : દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણીને એક પછી એક ત્રણ વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે ધમકી આપનાર વ્યક્તિએ અંબાણી પાસેથી 400 કરોડ રૂપિયાની રકમ માંગી છે. સોમવારે, 30 ઓક્ટોબરે મુકેશ અંબાણીને ફરી એક મેઇલ મળ્યો, જેમાં 400 કરોડ રૂપિયાની રકમ માંગવામાં આવી હતી.

મુકેશ અંબાણીને આ ચોથી વખત ધમકીભર્યો ઈમેલ મળ્યો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણીને ફરી એક ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઘણી વખત ધમકીભર્યા ઈમેલ આવ્યા છે. મુકેશ અંબાણીને આ ચોથી વખત ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મુકેશ અંબાણીને 31 ઓક્ટોબરથી 1 નવેમ્બર વચ્ચે ફરી એકવાર ધમકીભર્યા બે ઈમેલ મળ્યા છે. અંબાણીને અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલા અગાઉના ઈમેલમાં તેમને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ ખંડણીની રકમની અવગણના કરશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ પહેલા પણ મુકેશ અંબાણીને એક ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો, જેમાં 400 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને તેમને આ ત્રીજો ધમકીભર્યો ઈમેલ હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.  અગાઉ અંબાણીને ઈમેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જેમાં તેમને 20 કરોડ રૂપિયા નહીં ચૂકવવા પર ગોળી મારી દેવાની ધમકી આપવામાં આવી હતી.

પોલીસે 19 વર્ષના છોકરાની ધરપકડ કરી

મળી રહેલી માહિતી અનુસાર, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપવા બદલ પોલીસે 19 વર્ષના છોકરાની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે એક બિઝનેસમેનને મોકલેલા ધમકીભર્યા ઈમેલના કેસમાં આરોપીની તેલંગાણામાંથી ધરપકડ કરી છે. આરોપી છોકરાની ઓળખ ગણેશ રમેશ વનપાર્ધી તરીકે થઈ હતી. આરોપ છે કે વનપાર્ધીએ શાદાબ ખાનના નામે મેઇલ મોકલ્યો હતો અને પહેલા ઈમેલમાં 20 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, પછી ડિમાન્ડ વધારીને 400 કરોડ રૂપિયા સુધી મોકલતો રહ્યો અને આમ લગભગ 5થી 6 ઈમેલ મોકલ્યા. અગાઉ, બેલ્જિયમમાં ઈમેલ મોકલવા માટે વપરાતું VPN નેટવર્ક મળી આવ્યું હતું.

આ પણ વાંચો - Mukesh Ambani ને મળી ધમકી, ધમકી આપનારે email કરી 20 કરોડની માંગણી કરી

આ પણ વાંચો - Mukesh Ambani: હવે 20 નહીં 200 કરોડ આપો, નહીંતર ડેથ વૉરન્ટ..’, ફરી વખત મુકેશ અંબાણીને મળી મોતની ધમકી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DEATH THREATDEMANDED 400 CRORESIndia's top businessmanmukesh ambaniMukesh Ambani Death ThreatMukesh Ambani Threats To KillReliance IndustriesReliance Industry Owner
Next Article