ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

MS Dhoni: 'મુક્કો મારીને...' જ્યારે કેપ્ટન કૂલને આવ્યો ગુસ્સો!,હરભજન સિંહેએ કર્યો ખુલાસો

CSKvsRCBની મેચમાં ધોની કેમાં સ્ક્રીન તોડી નાખી હતી પૂર્વ દિગ્ગજ સ્પિનર ​​હરભજન સિંહેએ કર્યો મોટો ખુલાસો CSKની ટીમ IPL 2024માંથી બહાર થઈ ગઈ હતી MS Dhoni CSK vs RCB:ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ અને સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ...
10:56 AM Oct 03, 2024 IST | Hiren Dave

MS Dhoni CSK vs RCB:ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ અને સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ખૂબ જ શાંત દેખાતા હતા, જેના માટે તેને 'કેપ્ટન કૂલ' પણ કહેવામાં આવતું હતું, પરંતુ કેટલીકવાર ધોનીનો ગુસ્સો પણ જોવા મળ્યો હતો. એકવાર IPLમાં CSK અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ દરમિયાન ધોની ગુસ્સામાં મેદાનમાં આવ્યો હતો.

મુક્કો મારીને સ્ક્રીન તોડી નાખી

IPL 2024 માં, એલિમિનેટર મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(MS Dhoni CSK vs RCB) વચ્ચે રમાઈ હતી. આરસીબીએ આ રોમાંચક મેચ જીતી હતી. જે બાદ એમએસ ધોની ડ્રેસિંગ રૂમ તરફ જતા સમયે મુક્કો મારીને સ્ક્રીન તોડી નાખી હતી.

આ પણ  વાંચો -Women T20 World Cup: UAE ની ધરતી પર મહામુકાબલો, આ તારીખે રમાશે IND vs PAK ની મેચ

હરભજન સિંહે કર્યો મોટો ખુલાસો

આ મામલાને લઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ સ્પિનર ​​હરભજન સિંહે(harbhajan singh) એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે જ્યારે RCB મેચ જીત્યા બાદ સેલિબ્રેશન કરી રહ્યું હતું ત્યારે CSK ટીમ તેમની સાથે હાથ મળાવવા માટે ઊભી હતી. પરંતુ આરસીબીને હાથ મળાવવા પહોંચવામાં મોડું થયું હતું. જેથી ધોની હાથ મિલાવ્યા વગર ડ્રેસિંગ રૂમમાં ગયો હતો, આ દરમિયાન ધોનીએ ગુસ્સામાં મુક્કો મારીને સ્ક્રીન તોડી નાખી હતી.

આ પણ  વાંચો -સરફરાઝ ખાન આ સિદ્ધિ મેળવનારો મુંબઈનો પ્રથમ ખેલાડી બન્યો

ઘટના શું બની હતી?

IPL 2024ની આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCBએ 5 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા. જે બાદ CSKને જીતવા માટે 219 રનનો ટાર્ગેટ હતો. જેના જવાબમાં CSKની ટીમ માત્ર 191 રન જ બનાવી શકી હતી. આ મેચમાં ધોનીએ 13 બોલમાં 25 રનની ઇનિંગ રમી હતી. જોકે તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. આ મેચની હાર સાથે CSKની ટીમ IPL 2024માંથી બહાર થઈ ગઈ હતી.

Tags :
CSKCSK vs RCBharbhajan singhIPLMS DhoniMS Dhoni angryRCB
Next Article