Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mother's Day Special: મારી દીકરીઓ આજે ઊંચું શિક્ષણ મેળવીને મને ગર્વ અપાવ્યો, માતાએ વ્યક્ત કરી ખુશી

Mother's Day Special: ભરૂચ મકતમપુર વિસ્તારમાં એક એવી મધર્સ છે કે, જાણે પોતાના પતિના 14 વર્ષ પહેલા અવસાન બાદ પણ 2 દીકરીઓની જિંદગી ઉજ્જવળ રહે તે માટે પોતે લોકોના ઘરકામ કરી જે રૂપિયા મળે તેમાંથી દીકરીઓની સ્કૂલ ફી ટ્યુશન ફી...
mother s day special  મારી દીકરીઓ આજે ઊંચું શિક્ષણ મેળવીને મને ગર્વ અપાવ્યો  માતાએ વ્યક્ત કરી ખુશી

Mother's Day Special: ભરૂચ મકતમપુર વિસ્તારમાં એક એવી મધર્સ છે કે, જાણે પોતાના પતિના 14 વર્ષ પહેલા અવસાન બાદ પણ 2 દીકરીઓની જિંદગી ઉજ્જવળ રહે તે માટે પોતે લોકોના ઘરકામ કરી જે રૂપિયા મળે તેમાંથી દીકરીઓની સ્કૂલ ફી ટ્યુશન ફી ભરીને આજે બંને દીકરીઓને ઊંચું શિક્ષણ અપાવવામાં સફળતા મળી છે. મોટી દીકરી કોલેજમાં જ્યારે નાની દીકરીએ હાલમાં જ ધોરણ 12 કોમર્સમાં 99.69% સાથે પાસ થઈ છે. જેથી દીકરીની માતાએ પોતાની ખુશી વ્યક્ત કરી છે.

Advertisement

99.69% સાથે પાસ થઈ માતાની મહેનત દીકરીએ સફળ બનાવી

હાલમાં જ ધોરણ 10 અને 12 શિક્ષણ બોર્ડની પરીક્ષા પરિણામ જાહેર થયું છે જેમાં 14 વર્ષ પહેલા પિતાની છત્ર છાયા ગુમાવનાર પ્રેક્ષા મહેતા કે તેણીએ શિક્ષણ મેળવવા માટે સ્કૂલમાં એડમિશન પણ મેળવ્યું ન હતું અને પિતા ગુમાવ્યા હતા અને આવા સંજોગોમાં પ્રેક્ષાને સારૂ શિક્ષણ મળશે કે કેમ તેવી ચિંતા વચ્ચે પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ માતાએ પણ દીકરીઓના શિક્ષણ માટે અને ઉજ્જવળ ભવિષ્ય માટે તન મન ધન સાથે મહેનત કરવાનું શરૂ કર્યું હતું. લોકોના ઘરકામ સહિત કાળી મજૂરી કરીને પણ પ્રેક્ષા મહેતાને શાળામાં સારું શિક્ષણ અપાવવામાં એક માતા એકલા હાથે લડી છે. આજે પ્રેક્ષા મહેતાના ધોરણ 12 કોમર્સમાં 99.69% સાથે પાસ થતા માતાની મહેનત દીકરીએ એળે નથી જવા દીધી અને આજે મધર્સ ડે (Mother's Day Special)ના દિવસે દરેક દીકરીઓને આવી જ માતા મળે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

Advertisement

મારી દીકરીઓ આજે ઊંચું શિક્ષણ મેળવીને મને ગર્વ અપાવ્યોઃ માતા

કહેવાય છે ને કે, માતા પોતાના સંતાનો માટે કોઈપણ કામ કે નોકરી કરવાની હોય તો તે પીછે હટ કરતી નથી પતિના અવસાન બાદ 2 દીકરીઓને ભણાવવા અને વિધવા મનિષાબેન મહેતા માત્ર 7 જ ભણેલા હોવા છતાં પણ બંને દીકરીઓને માતા અને પિતા બંનેનો પ્રેમ માતા તરફથી મળ્યો અને 14 વર્ષ પહેલા પતિ ગુમાવનાર મનીષા બેને બંને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે શાળા અને ટ્યુશનની ફી એકત્ર કરવા લોકોના ઘરના ઘરકામ કર્યા અને મોટી દીકરીને કોલેજના ત્રીજા સેમેસ્ટર સુધી પહોંચાડી હતી. જ્યારે નાની દીકરી પણ ધોરણ 12 કોમર્સમાં 99.69 ટકા સાથે પ્રથમ આવતા વિધવા માતાએ ગર્વ અનુભવ્યો. માતાએ કહ્યું કે, ‘હું તો 7 જ ભણી છું પરંતુ મારી દીકરીઓ આજે ઊંચું શિક્ષણ મેળવીને મને ગર્વ અપાવ્યો છે’

દીકરીના સારા ભવિષ્ય માટે માતાએ બીજા લગ્ન ના કર્યા

ઘણા કિસ્સાઓમાં લગ્ન બાદ સંતાન હોય છતાં પણ વિધવા મહિલાની ઉંમર 30 વર્ષની હોય તો તે પોતાના ભવિષ્ય માટે બીજા લગ્ન કરી લેતા હોય છે પરંતુ મનિષાબેન મહેતા 30 વર્ષની ઉંમરે ઘણા લોકોએ તેને બીજા લગ્ન કરવાની સલાહ આપી પરંતુ મનીષાબેન મહેતાએ પોતાની દીકરીના ભવિષ્ય માટે બીજા લગ્ન ન કરી લોકોના ઘર કામ કરી બંને દીકરીઓને સારું અને ઉચ્ચ શિક્ષણ અપાવી એક માં તરીકેની ભૂમિકા ભજવી અને દરેક માતા પોતાના સંતાનોને શારૂ શિક્ષણ અપાવે તેવી ઈચ્છા પણ મધર્સ ડેના દિવસે મનીષાબેન મહેતાએ વ્યક્ત કરી છે.

Advertisement

અહેવાલ: દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Viral Video અંગે થયો ખુલાસો, દીકરીની માતા પ્રિયંકા ગોધારા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો: Students Trapped in Manali: મનાલીની ખીણમાં 45 વિદ્યાર્થીઓ અટવાયા, બાળકોને મૂકીને મેનેજમેન્ટ ફરાર!

આ પણ વાંચો: Navsari: દાંડીના દરિયામાં 7 લોકો ડૂબ્યા! ત્રણનો આબાદ બચાવ, માતા અને બે પુત્રો સહિત 4 લાપતા

Tags :
Advertisement

.