ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર યથાવત, 70 થી વધુ લોકોના થયા મોત

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સતત વરસાદ અને ભૂસ્ખલનના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. ભારે વરસાદે અહીં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં વિવિધ અકસ્માતોમાં 71 લોકોના મોત થયા છે. વાદળ ફાટવાના કારણે સેંકડો મકાનો ધરાશાયી થયા છે. જણાવી દઇએ કે,...
10:10 AM Aug 17, 2023 IST | Hardik Shah

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સતત વરસાદ અને ભૂસ્ખલનના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. ભારે વરસાદે અહીં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં વિવિધ અકસ્માતોમાં 71 લોકોના મોત થયા છે. વાદળ ફાટવાના કારણે સેંકડો મકાનો ધરાશાયી થયા છે. જણાવી દઇએ કે, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

હિમાચલ પ્રદેશમાં સ્થિતિ બની બેકાબુ

હિમાચલ પ્રદેશમાં કેવી છે પરિસ્થિતિ તેનો અંદાજ તે વાત પરથી જ લગાવી શકાય છે કે, અહીં વરસાદને કારણે અત્યાર સુધી 71 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે આ વર્ષે ચોમાસાને કારણે 75 હજાર કરોડ રૂપિયાની સંપત્તિને નુકસાન થયું છે. ભારે વરસાદમાં નુકસાન પામેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પુનઃસ્થાપિત કરવામાં લગભગ એક વર્ષનો સમય લાગી શકે છે. સ્થિતિને જોતા હિમાચલ સરકારે આજે પણ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. હવામાન વિભાગે હિમાચલમાં આગામી 2 દિવસ અને ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મળતી માહિતી અનુસાર, હજુ પણ ઘણી જગ્યાએ મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે. કાંગડા, મંડી, ચંબામાં પૂરના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

વરસાદે તોડ્યા 50 વર્ષના તમામ રેકોર્ડ

હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ છે જેના કારણે આજે તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે. રાજ્ય સરકારે કેન્દ્રને હિમાચલ પ્રદેશમાં રાષ્ટ્રીય આફત જાહેર કરવાની અપીલ કરી છે. ઓગસ્ટ મહિનામાં હિમાચલ પ્રદેશમાં 730 મીમી વરસાદ નોંધાયો છે, જે સરેરાશ કરતા ઘણો વધારે છે. જુલાઈ મહિનામાં વરસાદે 50 વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. બીજી તરફ ઉત્તરાખંડની વાત કરીએ તો અહીં વરસાદને કારણે 10 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે મંદમહેશ્વરમાં ફસાયેલા 293 શ્રદ્ધાળુઓને બચાવી લેવાયા છે. લક્ષ્મણ ઝુલામાં પણ ભૂસ્ખલન થયું હતું, જેમાં છ લોકો દટાયા હતા.

નુકસાનની ભરપાઈ કરવામાં એક વર્ષ લાગશે : મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ

હિમાચલ પ્રદેશમાં આર્મી, એરફોર્સ, એનડીઆરએફ, એસડીઆરએફ બચાવ કાર્યમાં લાગેલા છે. વાયુસેના હેલિકોપ્ટર દ્વારા પૂરમાં ફસાયેલા લોકોને બચાવવામાં લાગેલી છે. શિમલાના સૌથી પોશ વિસ્તાર હિમલેન્ડને ડેન્જર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ પોતે કહી રહ્યા છે કે આ આફતથી થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં એક વર્ષ લાગશે. તેમણે કહ્યું કે, આપણી સામે પહાડ જેવો પડકાર છે.

હવામાન વિભાગે અપડેટ જાહેર કર્યું

IMDના વૈજ્ઞાનિકોના મતે ઓડિશામાં 19મી સુધી, ઝારખંડમાં 18મી સુધી અને પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં 17મી ઓગસ્ટ સુધી હળવા વરસાદની શક્યતા છે. બીજી તરફ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ, છત્તીસગઢમાં 20 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે, જે દરમિયાન મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ દેશના બાકીના રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી ચોમાસાની ગતિવિધિઓ નબળી રહેશે.

આ પણ વાંચો - ઉત્તરાખંડમાં હાહાકાર.! નદીઓ જળબંબાકાર અને ભૂસ્ખલન..200 લોકો ફસાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
flash floods in himachal pradeshfloodHeavy rainsHIMACHAL LANDSLIDEHimachal Pradeshhimachal pradesh rainfallHimachal Pradesh WeatherRain
Next Article