Gujarat High Court : દ્રષ્ટી ગુમાવાની ગંભીર ઘટનાની લીધી સુઓમોટો, સરકાર અને ડીએસપીને નોટિસ
Gujarat High Court : અમદાવાદ નજીક આવેલા માંડલમાં ટ્રસ્ટ સંચાલિત શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 થી વધુ દર્દીઓને અસર થયા બાદ તમામ 17 દર્દીઓને અમદાવાદમાં મંજુશ્રી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. આ ચોંકાવનારી ઘટના અંગે ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) સુઓમોટો (Suomoto) લીધી છે અને સમગ્ર મામલે રાજ્ય સરકાર અને જિલ્લા પોલીસ વડાને નોટિસ ઇસ્યુ કરી છે અને આગામ 7 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી રાખી છે. ઉલ્લેખનિય છે કે પીડિતોના મોતિયાના ઓપરેશન આ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યા હતા.
17 દર્દીઓને અમદાવાદની મંજુશ્રી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા
પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ હોસ્પિટલમાં ઓપરેશન કરાવનાર તમામ દર્દીઓ સુરેન્દ્રનગર પાટણ અને અમદાવાદ જિલ્લાના હોવાનું સામે આવ્યુ છે. ઓપરેશન કરાવ્યા બાદ 5 લોકોને દ્રષ્ટી ઓછી થઈ ગઈ હતી અને દર્દીઓને આંખથી દેખાતુ ના હોવાની અંધાપાની ફરિયાદ કરી હતી. તેમની તકલીફમાં વધારો થતાં 5 જેટલા દર્દીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારબાદ મંગળવારે મોડી રાત્રે 17 દર્દીઓને અમદાવાદની મંજુશ્રી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
રાજ્ય સરકાર અને જિલ્લા પોલીસ વડાને નોટિસ ઇસ્યુ
બીજી તરફ ગુજરાત હાઇકોર્ટે આ ગંભીર ઘટનાની સુઓમોટો લીધી છે. જસ્ટિસ એ.એસ સુપૈયાની ખંડપીઠે સુઓમોટો લીધી છે. માંડલની રામાનંદ ચેરીટેબલ હોસ્પિટલમાં આંખનું ઓપરેશન કરાવવાથી અનેક લોકોએ દ્રષ્ટી ગુમાવી છે. હાઇકોર્ટે સમગ્ર મામલે રાજ્ય સરકાર અને જિલ્લા પોલીસ વડાને નોટિસ ઇસ્યુ કરી છે અને પ્રાથમિક અહેવાલ રજૂ કરવા કોર્ટે હુકમ કર્યો છે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પાસેથી પણ ખુલાસો માગ્યો
ઓપરેશન સમયે કઈ બેદરકારી દાખવી હતી અને મેડિકલ પ્રોટોકોલનું પાલન થયું છે કે કેમ તેમ હાઇકોર્ટે પુછ્યું હતું અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પાસેથી પણ ખુલાસો માગ્યો છે.
તંત્ર દોડતું થયું
હાલ આ બનાવ બાદ તંત્ર દોડતું થયું છે. મેડિકલ ક્ષેત્રમાં આવા પ્રકારની બેદરકારી દર્દીઓ માટે ઘણી નુક્શાનકારક સાબિત થઈ શકે છે. હવે યોગ્ય તપાસ બાદ જ આવું બનવા પાછળનું સાચું કારણ સામે આવશે. હવે એ જોવું રહ્યું કે આ બેદરકારી સામે તંત્ર તપાસ બાદ કેવી એક્શન લેશે.
આ પણ વાંચો----માંડલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 જેટલા દર્દીઓને થઇ આડઅસર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ