Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Morbi : Israel- Hamas યુદ્ધના કારણે ગુજરાતના ઉદ્યોગકારોને ફટકો, સિરામિક ઉદ્યોગ મંદીમાં ગરકાવ...

મોરબી સિરામિક ઉદ્યોગને વધુ એક વખત ફટકો પડ્યો છે અગાઉ રશિયા અને યુક્રેન ના યુદ્ધને કારણે ગેસના ભાવમાં અસહ્ય વધારો સામે આવ્યો હતો. જેને કારણે મોરબી ઉદ્યોગ જગતને ભાવ વધારાનો સામનો કરવો પડ્યો હતો. અને તેને કારણે મોરબી ઉદ્યોગ જગત...
morbi   israel  hamas યુદ્ધના કારણે ગુજરાતના ઉદ્યોગકારોને ફટકો  સિરામિક ઉદ્યોગ મંદીમાં ગરકાવ

મોરબી સિરામિક ઉદ્યોગને વધુ એક વખત ફટકો પડ્યો છે અગાઉ રશિયા અને યુક્રેન ના યુદ્ધને કારણે ગેસના ભાવમાં અસહ્ય વધારો સામે આવ્યો હતો. જેને કારણે મોરબી ઉદ્યોગ જગતને ભાવ વધારાનો સામનો કરવો પડ્યો હતો. અને તેને કારણે મોરબી ઉદ્યોગ જગત મંદીમાં ગરકાવ થયું હતું. આ મંદીમાંથી મોરબી ઉદ્યોગજગત બહાર આવે તે પહેલા જ ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ શરૂ થઈ જતા વધુ એક વખત મોરબી ઉદ્યોગકારોને વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે.

Advertisement

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થતા મોરબી ઉદ્યોગકારોને ફટકો પડ્યો છે મોરબી વિટ્રીફાઇડ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે યુધ્ધ શરૂ થતા એક્સપોર્ટને બ્રેક લાગી છે. 40 થી 50 કરોડ જેટલું માસિક એક્સપર્ટ થાય છે જે હાલ બંધ છે યુદ્ધના પગલે કસ્ટમ થઈ જતા કન્ટેનર પણ ફસાયા છે એટલું જ નહીં યુદ્ધના પગલે પેમેન્ટ પણ વેપારીઓના ફસાઈ ચૂક્યા છે ટાઇલ્સ નો માલ ઓપન ક્રેડિટમાં જતો હોવાથી હાલ અંદાજે 100 કરોડથી વધુના પેમેન્ટ વેપારીઓના ફસાયા છે. તેમ પણ તેમણે જણાવ્યું હતું.

તેમજ આ તકે સિરામિક એસોસિયેશન વોલ ટાઈલ્સ ડિવિઝન ના પ્રમુખ હરેશ ભાઈ બોપલીયાએ જણાવ્યું હતું કે અગાઉ પણ જ્યારે રશિયા યુક્રેન યુદ્ધ ચાલુ થયુ હતું ત્યારે પણ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ને ગંભીર અસર પડી હતી ત્યારે હવે ઇઝરાયેલ પેલેસ્ટાઇન યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ના કસ્ટમ કલીયરન્સ માં ફસાયેલા માલ અને 100 કરોડ થી વધુના ફસાયેલ પેમેન્ટ બાબતે સરકાર હસ્તક્ષેપ કરે તો સિરામિક ઉધોગ કરોડોના નુકસાનથી બચી શકે છે.

Advertisement

આ પણ વાંચો : Dussehra 2023 : ફાફડા અને જલેબીના ભાવ પહોંચ્યા આસમાને, જાણો ભાવ વધારા પાછળનું કારણ…

Advertisement
Tags :
Advertisement

.