Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આદિપુરુષના મેકર્સને મોરારી બાપુએ ખખડાવ્યા, કહ્યું- 'નાટક કે ફિલ્મ બનાવતા પૂર્વે મારી સલાહ લો'

ફિલ્મ આદિપુરુષનો વિરોધ ચાલી રહ્યો છે અને ફિલ્મને ભારતમાં પ્રતિબંધ લગાવવાની માગ ઉઠી રહી છે ત્યારે હવે આ ફિલ્મને લઈને ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુએ પણ નિવેદન આપ્યુ હતું. તેમણે કહ્યું હતું કે કોઈપણ ફિલ્મ, નાટક બનાવતા પહેલા રામાયણનો કોઈ...
આદિપુરુષના મેકર્સને મોરારી બાપુએ ખખડાવ્યા  કહ્યું   નાટક કે ફિલ્મ બનાવતા પૂર્વે મારી સલાહ લો

ફિલ્મ આદિપુરુષનો વિરોધ ચાલી રહ્યો છે અને ફિલ્મને ભારતમાં પ્રતિબંધ લગાવવાની માગ ઉઠી રહી છે ત્યારે હવે આ ફિલ્મને લઈને ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુએ પણ નિવેદન આપ્યુ હતું. તેમણે કહ્યું હતું કે કોઈપણ ફિલ્મ, નાટક બનાવતા પહેલા રામાયણનો કોઈ આધાર લો અને સાથે જ કટાક્ષ પણ કર્યો હતો કે કોઈને ન પૂછો પણ મને તો પૂછો.

Advertisement

કથાકાર મોરારી બાપુએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, નાટક બનાવો કે ફિલ્મ બનાવો પણ રામાયણનો આધાર તો લો, કોઈને ન પૂછો પણ મને તો પુછો હું રામાયણ અને તેના પાત્રોની સત્ય હકીકત કહીશ તેવો મોરારી બાપુએ આડકતરો કટાક્ષ કર્યો હતો. નવલકથા હોઈ કે ફિલ્મ રામાયણ અને તેના પાત્રો વિશે યોગ્ય બોલાતું નથી, નાટક બનાવો કે ફિલ્મ બનાવો પણ રામાયણનો આધાર તો લો.

તમને જણાવી દઈએ કે, ગુજરાત સહિત દેશભરમાં ફિલ્મ આદિપુરુષને લઈ વિવાદ શરૂ છે. તે દરમિયાન ફિલ્મમાં કેટલાક ડાયલોગમાં પણ ફેરફાર કરાયા છે. આ બધાની વચ્ચે કર્ણ પ્રયાગની રામકથામાં મોરારીબાપુનું મોટું નિવેદન સામે આવ્યું છે.

Advertisement

આ ફિલ્મ ડિરેક્ટર ઓમ રાઉત દ્વારા ડિરેક્ટર કરવામાં આવી છે અને તેની કથા રામાયણના આધાર પરથી લેવામાં આવી છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રભાસ અને કૃતિ સેનન છે. જેઓ રામ અને સીતાનું પાત્ર કરી રહ્યા છે. આદિપુર મૂવી મનોજ મુંતશિર શુક્લા દ્વારા લખવામાં આવી છે. ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા છે અને અત્યાર સુધીમાં 400થી વધુની કમાણી કરી લેવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : જામનગરમાં ત્રણ માળની રહેણાંક ઈમારત ધરાશાયી, કેટલાક લોકો દટાયાની આશંકા

Advertisement

Tags :
Advertisement

.