Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Monsoon Update : ટૂંક સમયમાં જ ગરમીથી રાહત મળશે, જાણો તમારા રાજ્યમાં ક્યારે આવશે ચોમાસું?

દેશના ઘણા ભાગો ભારે ગરમી અને હીટ વેવની ઝપેટમાં છે. છેલ્લા ઘણા દિવસોથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, યુપી, પંજાબ અને હરિયાણામાં આકરી ગરમી પડી રહી છે. ઘણી જગ્યાએ તાપમાન 50 ડિગ્રીને પાર કરી ગયું છે. બીજી તરફ દક્ષિણના...
monsoon update   ટૂંક સમયમાં જ ગરમીથી રાહત મળશે  જાણો તમારા રાજ્યમાં ક્યારે આવશે ચોમાસું

દેશના ઘણા ભાગો ભારે ગરમી અને હીટ વેવની ઝપેટમાં છે. છેલ્લા ઘણા દિવસોથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, યુપી, પંજાબ અને હરિયાણામાં આકરી ગરમી પડી રહી છે. ઘણી જગ્યાએ તાપમાન 50 ડિગ્રીને પાર કરી ગયું છે. બીજી તરફ દક્ષિણના રાજ્યોમાં વરસાદથી રાહત છે. આસામમાં 'Remal' ચક્રવાતને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગરમી અને હીટ વેવથી ત્રસ્ત રાજ્યોના લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. સારા સમાચાર એ છે કે હવામાન વિભાગે કહ્યું છે કે, ચોમાસું (Monsoon) આવતીકાલે એટલે કે 30 મી મેના રોજ કેરળમાં પ્રવેશ કરશે. આગામી દિવસોમાં લોકોને ગરમીમાંથી રાહત મળે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું (Monsoon) આગામી 24 કલાકમાં કેરળમાં પહોંચશે કારણ કે ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ રહેશે.

Advertisement

આ વર્ષે ચોમાસું સમય પહેલા આવી રહ્યું છે...

તમને જણાવી દઈએ કે, ડર વર્ષે જૂન મહિનામાં દેશમાં ચોમાસું (Monsoon) આવે છે અને 15 મી જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે. ચોમાસું (Monsoon) સૌપ્રથમ 22 મી મે સુધીમાં આંદામાન નિકોબાર થઈને દેશમાં પ્રવેશે છે અને 1 લી જૂને કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે ચોમાસું (Monsoon) સામાન્ય કરતાં ત્રણ દિવસ વહેલું એટલે કે 19 મીમેના રોજ સમય કરતાં પહેલા આંદામાન નિકોબારમાં પહોંચ્યું છે. તે પછી કેરળ પહોંચશે. કેરળની વાત કરીએ તો અહીં ચોમાસાના પ્રવેશની સામાન્ય તારીખ 1 જૂન છે, પરંતુ આ વખતે ચોમાસું (Monsoon) કેરળમાં 30 મેના રોજ જ પ્રવેશી રહ્યું છે.

Advertisement

ચોમાસું ક્યારે અને ક્યાં પહોંચશે?

હવામાન વિભાગની માનીએ તો આ વર્ષે ચોમાસાનો સારો વરસાદ જોવા મળશે. દર વર્ષની સરખામણીમાં આ વખતે ચોમાસાનો વરસાદ સામાન્ય કરતા થોડો વધારે રહેશે. દેશના ઘણા રાજ્યોમાં ગરમીથી ત્રસ્ત લોકો હવે ચોમાસાની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે કારણ કે હવે ગરમી પોતાનો રૌદ્ર રૂપ બતાવી રહી છે. IMD એ પહેલા જ કહ્યું હતું કે કેરળમાં પ્રી-મોન્સૂન વરસાદ થઇ રહ્યો છે અને ચોમાસું (Monsoon) પણ અહીં ટૂંક સમયમાં આવશે. હવામાન વિભાગે આજે કેરળના કોટ્ટયમ અને એર્નાકુલમ જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ અને અન્ય ત્રણ જિલ્લાઓમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મહત્વનું છે કે હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી કેરળમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

તમારા શહેરમાં ચોમાસું ક્યારે આવશે?

  • આંદામાન નિકોબારમાં 22 મે
  • બંગાળની ખાડીમાં 26 મે
  • કેરળમાં 30 મે
  • તામિલનાડુમાં 1 જૂન
  • કર્ણાટકમાં 5 જૂન
  • આંધ્ર પ્રદેશમાં 5 જૂન
  • આસામમાં 5 જૂન
  • મહારાષ્ટ્રમાં 10 જૂન
  • તેલંગાણામાં 10 જૂન
  • આંધ્ર પ્રદેશના ઉપરના ભાગમાં 10 જૂન
  • પશ્ચિમ બંગાળમાં 10 જૂન
  • ગુજરાતમાં 15 જૂન
  • મધ્યપ્રદેશની સરહદે 15 જૂન
  • છત્તીસગઢમાં 15 જૂન
  • ઓડિશામાં 15 જૂન
  • ઝારખંડમાં 15 જૂન
  • બિહારમાં 15 જૂન
  • ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં 20 જૂન
  • એમપીના મધ્ય ભાગોમાં 20 જૂન
  • ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં 20 જૂન
  • રાજસ્થાનમાં 25 જૂન
  • મધ્યપ્રદેશમાં 25 જૂન
  • ઉત્તર પ્રદેશમાં 25 જૂન
  • ઉત્તરાખંડમાં 25 જૂન
  • હિમાચલ પ્રદેશમાં 25 જૂન
  • કાશ્મીરમાં 25 જૂન
  • રાજસ્થાનના કેટલાક ભાગોમાં 30 જૂન
  • દિલ્હીમાં 30 જૂન
  • હરિયાણામાં 30 જૂન
  • પંજાબમાં 30 જૂન

ચોમાસાના વહેલા આગમનનું કારણ...

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસાના વહેલા આગમન અને વધુ સારા વરસાદની શક્યતા પાછળનું કારણ એ છે કે દેશમાં અલ નીનો સિસ્ટમ નબળી પડી રહી છે અને લા નીનાની સ્થિતિ સક્રિય બની રહી છે, જે આ વર્ષે સારા વરસાદને કારણે અનુકૂળ છે. આ સાથે લા નીના અને IOD સ્થિતિ પણ આ વર્ષે સારા ચોમાસા અને સારા વરસાદ માટે અનુકૂળ બનશે, જે ભારે વરસાદની વધુ સારી શક્યતાઓ સર્જી રહી છે.

Advertisement

આ પણ વાંચો : Delhi Heat Wave : Delhi-NCR માં ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ, તાપમાન 52 ડિગ્રીને પાર…

આ પણ વાંચો : Madhy Pradesh : પરિવારના 8 સભ્યોની હત્યા કરી આરોપીએ કર્યું એવું કે પોલીસ પણ ચોંકી…

આ પણ વાંચો : Dhruv Rathee ને Elvish Yadav નો ખુલ્લો પડકાર! પોલ ખોલવા અંગે કહ્યું તમારી ટીમમાં મારા અનેક લોકો

Tags :
Advertisement

.