AR Rahman સાથેના સંબંધ પર Mohini Dey એ પ્રથમવાર નિવેદન આપ્યું
- તેઓ એક મહાન વ્યક્તિ છે. અને તેઓ મારા પિતા સમાન
- મારા માટે AR Rahman એ ગુરુ સાથે એક પિતા સમાન છે
- આ પ્રકારની માહિતીઓ અને અફવાઓને વેગ આપે નહીં
Mohini Dey Breaks Silence on AR Rahman : AR Rahman અને Saira Banu ના છૂટાછેડાના સમાચારે દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. તો જ્યારે AR Rahman ના છૂટાછેડાની માહિતી સામે આવી હતી, તો તેના બીજા દિવસે જ AR Rahman ના મ્યૂ્ઝિક બેન્ડમાં કામ કરતી કલાકાર Mohini Dey એ પણ તેના પતિથી છૂટાછેડા લેવાની માહિતી ઈન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી. જે બાદ મીડિયા ચેનલ અને સોશિયલ મીડિયા ઉપર AR Rahman અને Mohini Dey ના લિંકઅપની ખબરો ફેલાવવા લાગી હતી. જેમાં અનેક લોકોએ AR Rahman ના લગ્નજીવનના અંતનું કારણ Mohini Deyને ગણાવ્યું હતું. પરંતુ તાજેતરમા Mohini Dey એ એક વીડિયો ઈન્સ્ટાગ્રામ ઉપર શરે કર્યો છે.
તેઓ એક મહાન વ્યક્તિ છે. અને તેઓ મારા પિતા સમાન
Mohini Dey એ AR Rahman સાથેના તેના આડા સંબંદ ઉપર નિવેદન પાઠવ્યું છે. કારણ કે... AR Rahman અને Mohini Dey ના લિંકઅપની ખબરોથી ઈન્ડસ્ટ્રીમાં સનસની ફેલાઈ ગઈ છે. ત્યારે Mohini Dey એ AR Rahman સાથે કોઈ અનૈતિક સંબંધ હોવાની વાતોને માત્ર અફવાઓ ગણાવી છે. Mohini Dey એ જણાવ્યું છે કે, AR Rahman એ તેના પિતા સમાન વ્યક્તિ છે. હું AR Rahman ની એક સંતાન તરીકે તેમની સાથે ફિલ્મોમાં, ગાયન અને ઈવેન્ટમાં કામ કરું છું. હું તેમની સાથે છેલ્લા 8.5 વર્ષથી સાથે કામ કરું છું. તેઓ એક મહાન વ્યક્તિ છે. અને તેઓ મારા પિતા સમાન છે.
આ પણ વાંચો: મલ્હાર ઠાકર અને પૂજા જોષીનો સંગીત સેરેમનીમાં રોમેન્ટિક ડાન્સ, જુઓ VIDEO
View this post on Instagram
મારા માટે AR Rahman એ ગુરુ સાથે એક પિતા સમાન છે
Mohini Dey એ વધુમાં જણાવ્યું છે કે, AR Rahman સાથે જે રીતે મારું નામ જોડવામાં આવી રહ્યું છે, તે તદ્દન પાયાવિહોણું અને અવિશ્વનીય છે. એવું લાગે છે કે, મીડિયા દ્વારા AR Rahman અને મારી બદનામી કરવામાં આવી રહી છે. જોકે આ જોઈને દુ:ખ થાય છે કે, લોકોમાં કોઈ વ્યક્તિ પ્રત્યે કેમ કોઈ સંવેદના હોતી નથી. આ પ્રકારના લોકોની માનસિક સ્થિતિ જોઈને મને દુઃખ થાય છે. મારા માટે AR Rahman એ ગુરુ સાથે એક પિતા સમાન છે. AR Rahman એ મારું ભરણપોષણ કર્યું છે. જોકે મને મારા પિતાએ સંગીત વિશે બાળપણમાં જ્ઞાન પુરું પાડ્યું હતું. પરંતુ તે બાદ મારી સંગીતમાં કારર્કીદિ રણજીત બારોટ અને AR Rahman એ સફળ બનાવી છે.
આ પ્રકારની માહિતીઓ અને અફવાઓને વેગ આપે નહીં
ત્યારે Mohini Dey એ પોતાના વીડિયોમાં અંતે લોકોને અરજી કરી છે કે, તેઓ AR Rahman સાથે તેની આ પ્રકારની માહિતીઓ અને અફવાઓને વેગ આપે નહીં. હાલમાં, AR Rahman નો આપણે સાથ આપવો જોઈએ. આ પ્રકારની ખોટી ખબરોને ફેલાવવી જોઈએ નહીં. તો AR Rahman અને Saira Banu એ આશરે 29 વર્ષ પછી અલગ થવાનો નિર્ણય લીધો છે. જોકે આ સમાચાર આવવાને કારણે દરેક ચોંકી ગયા છે.
આ પણ વાંચો: Anurag Kashyap ની સૌથી વિવાદાસ્પદ ફિલ્મને CBFC તરફથી મળી મંજૂરી