Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

2024 માં આવશે તો મોદી જ...! જાણો તેમણે એવું શું કહ્યું

લોકસભાની ચૂંટણી આવતા વર્ષે (2024) યોજાવાની છે તે પહેલા જ 'આવશે તો મોદી જ' ચર્ચામાં આવી ગયું છે. એક તરફ સમગ્ર વિપક્ષ INDIA લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે એકસાથે આવી ગયું છે, ત્યારે વડાપ્રધાન મોદીને તેમની બીજી ઈનિંગ પર પૂરો...
2024 માં આવશે તો મોદી જ     જાણો તેમણે એવું શું કહ્યું
Advertisement

લોકસભાની ચૂંટણી આવતા વર્ષે (2024) યોજાવાની છે તે પહેલા જ 'આવશે તો મોદી જ' ચર્ચામાં આવી ગયું છે. એક તરફ સમગ્ર વિપક્ષ INDIA લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે એકસાથે આવી ગયું છે, ત્યારે વડાપ્રધાન મોદીને તેમની બીજી ઈનિંગ પર પૂરો વિશ્વાસ છે કે ત્રીજી ઈનિંગ શરી થશે કે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીમાં નવીનીકરણ કરાયેલ પ્રગતિ મેદાનના ઉદ્ઘાટન સમયે મોટી ભવિષ્યવાણી કરી હતી.

Advertisement

ભારત લોકતંત્રની જનની છે : PM મોદી

Advertisement

વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, NDA સરકારના ત્રીજા કાર્યકાળમાં, આર્થિક વૃદ્ધિની ગતિ વધુ ઝડપી થશે અને ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું કે દેશની વિકાસની યાત્રા અટકવાની નથી. વધુમાં કહ્યું કે, “ટ્રેક રેકોર્ડના આધારે, અમારી સરકારના ત્રીજા કાર્યકાળમાં, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. આ મોદીની ગેરંટી છે. વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય પ્રદર્શન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC) સંકુલના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. આ સંમેલન કેન્દ્રને 'ભારત મંડપમ' નામ આપવામાં આવ્યું છે. આજે વિશ્વ સ્વીકારી રહ્યું છે કે ભારત લોકતંત્રની જનની છે. PM મોદીએ કહ્યું, 'અમારા પ્રથમ કાર્યકાળમાં ભારત અર્થવ્યવસ્થાના સંદર્ભમાં 10મા સ્થાને હતું. મારા બીજા કાર્યકાળમાં, તે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ટ્રેક રેકોર્ડના આધારે હું કહી રહ્યો છું કે મારા ત્રીજા કાર્યકાળમાં ભારત વૈશ્વિક અર્થતંત્રમાં ત્રીજા સ્થાને હશે.

સમગ્ર વિશ્વની નજર ભારત તરફ છે

PM મોદીએ કહ્યું કે, આજે આખી દુનિયા ભારત તરફ જોઈ રહી છે. ભારત આજે એ સિદ્ધ કરી રહ્યું છે જે અગાઉ અકલ્પ્ય હતું. વધવા માટે, તમારે મોટું વિચારવું પડશે, તમારે મોટા લક્ષ્યો પ્રાપ્ત કરવા પડશે. તેમણે કહ્યું- 'એટલા ઊંચે ઊઠો કે જેટલું ઊંચું ગગન છે'.. અમે પહેલા કરતા વધુ સારી અને ઝડપી ગતિએ નિર્માણ કરી રહ્યા છીએ.

સમગ્ર વિપક્ષ એકજૂટ

મણિપુરની હિંસા પર સમગ્ર વિપક્ષ એકજૂટ છે. સંસદના ચોમાસુ સત્રના 5મા દિવસે બુધવારે પણ હોબાળો જોવા મળ્યો હતો. વિપક્ષે મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને મંજૂર પણ કરવામાં આવ્યો છે. વિપક્ષ જાણે છે કે એનડીએ બહુમતીમાં હોવાથી તેમનો અવિશ્વાસ પ્રસ્તાવ ક્યાંય જશે નહીં. વિપક્ષ PM મોદીને ગૃહમાં આમંત્રણ આપવા માંગે છે. જોકે PM મોદી આ બધાથી બેફિક્ર છે. ભાજપનું કહેવું છે કે તેઓ મણિપુર મુદ્દે ચર્ચા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષ સહયોગ નથી કરી રહ્યો. PM છેલ્લા સત્રને સંબોધિત કરશે.

PM મોદીએ વિરોધીઓને આડે હાથ લીધા

આ દરમિયાન PM મોદીએ વિરોધીઓને પણ આડે હાથ લીધા અને નકારાત્મક વિચારધારા ધરાવતા લોકોની ટીકા કરી અને કહ્યું કે આ લોકો વિકાસ સાથે જોડાયેલા પ્રોજેક્ટને રોકવાનો પ્રયાસ કરે છે. વડાપ્રધાને નવી સંસદનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે એવો કોઈ ભારતીય નહીં હોય કે જેને નવી સંસદ ભવન પર ગર્વ ન હોય. તેમણે છેલ્લા નવ વર્ષમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કામોની વિગતો આપતાં જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષમાં આશરે રૂ. 34 લાખ કરોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ પર ખર્ચવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદીએ બુધવારે સાંજે રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે રૂ. 2700 કરોડના ખર્ચે બનેલા આંતરરાષ્ટ્રીય પ્રદર્શન-કમ-સંમેલન સંકુલને એક ભવ્ય અને રંગારંગ કાર્યક્રમમાં રાષ્ટ્રને સમર્પિત કર્યું અને કહ્યું કે દેશના સપના સાકાર થઈ રહ્યા છે. કુલ 123 એકરમાં ફેલાયેલા આ અત્યાધુનિક સંમેલન કેન્દ્રનું નામ ભારત મંડપમ રાખવામાં આવ્યું છે. વિશ્વની 80 ટકા અર્થવ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરતા દેશોના G20 જૂથના ટોચના નેતાઓનું સંમેલન સપ્ટેમ્બરમાં ભારતની અધ્યક્ષતામાં આ કેન્દ્રમાં યોજાશે. આ અવસરે વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે 50 શહેરોમાં G20 બેઠકોનું આયોજન કરીને વિશ્વને ભારતની વિવિધતા બતાવી છે.

આ પણ વાંચો - PM મોદીએ પ્રગતિ મેદાન ખાતે નવા ITPO સંકુલ ‘ભારત મંડપમ’નું કર્યું ઉદ્ઘાટન, દેશવાસીઓને આપી આ ગેરંટી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×