Bharat Flour: મોદી સરકારે 27.50 રુપિયે કિલો ભારત લોટ વેચવાનું શરુ કર્યું
કેન્દ્ર સરકારે દેશભરના લોકોને પોષણક્ષમ દરે લોટ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે ભારત આટાનું વેચાણ શરૂ કર્યું છે. ભારત આટા કેન્દ્ર દ્વારા 27.50 રૂપિયા પ્રતિ કિલોના દરે લોટ વેચવામાં આવશે. મોદી સરકાર એવા સમયે સસ્તા ભાવે લોટ વેચી રહી છે જ્યારે છેલ્લા કેટલાક મહિનામાં ઘઉંના લોટના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
પીયુષ ગોયલે 100 મોબાઈલ વાનને લીલી ઝંડી બતાવી
કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે ભારત લોટના વેચાણ માટે 100 મોબાઈલ વાનને લીલી ઝંડી બતાવી હતી. આ મોબાઈલ વાન દ્વારા દેશના વિવિધ શહેરોમાં સબસિડીવાળા ઘઉંનો લોટ વેચવામાં આવશે.
▪️ Centre launches sale of ‘Bharat’ Atta at an MRP of ₹ 27.50/Kg
▪️ Union Minister @PiyushGoyal flags off 100 mobile vans for sale of wheat flour (Atta) under ‘Bharat’ brand
▪️ ‘Bharat’ Atta also available at Kendriya Bhandar, National Agricultural Cooperative Marketing… pic.twitter.com/MkFrZraNG7
— PIB India (@PIB_India) November 6, 2023
આ સ્થળો પર પણ ભારત લોટ ઉપલબ્ધ થશે
ભારત લોટ દેશના નાગરિકો સુધી સરળતાથી પહોંચી શકે છે. આ માટે કેન્દ્રીય ભંડારના મોબાઈલ આઉટલેટ્સ, નાફેડ અને એનસીસીએફના સહકારી અને છૂટક આઉટલેટ્સ દ્વારા ભારત આટ્ટાનું વિતરણ કરવામાં આવશે.
2.5 લાખ મેટ્રિક ઘઉં આપ્યા
સબસિડીવાળો લોટ આપવા માટે, લગભગ 2.5 લાખ મેટ્રિક ટન ઘઉં દેશની વિવિધ સરકારી એજન્સીઓ જેમ કે કેન્દ્રીય ભંડાર, NCCF અને NAFEDને 21.50 રૂપિયા પ્રતિ કિલોના દરે આપવામાં આવ્યા છે.
કઠોળ 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે
સરકાર સબસિડી પર માત્ર લોટ જ નહીં પરંતુ દાળ પણ વેચશે. પીયૂષ ગોયલે કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવ ઘટાડવા માટે સતત પ્રયાસો કરી રહી છે. સરકારે ડુંગળી અને ટામેટાના ભાવ ઘટાડવા માટે અનેક પગલાં લીધા છે. કેન્દ્ર સરકાર 60 રૂપિયા પ્રતિ કિલોના દરે ભારત દાળ પણ આપશે.
આ પણ વાંચો----MAHADEV APP CASE : મહાદેવ એપ મુદ્દે રાજકારણ ગરમાયું, ભૂપેશ બઘેલે ભાજપ પર પ્રહારો કર્યા તો ભાજપે કર્યો વળતો પ્રહાર