Helena Luke Passed Away:મિથુન ચક્રવર્તીની એક્સ વાઈફનું નિધન, 'મર્દ'માં અમિતાભ બચ્ચન સાથે કર્યું હતું કામ
- બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા
- એક્ટર મિથુન ચક્રવર્તીની એક્સ વાઈફનું નિધન
- 1979 માં બંનેએ લગ્ન કર્યા હતા
Helena Luke Passed Away:બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે.ફેમસ એક્ટર મિથુન ચક્રવર્તી(Mithun Chakraborty) ની એક્સ પત્ની હેલેના લ્યુક હવે આ દુનિયામાં નથી. ગઈકાલે ત્રીજી નવેમ્બરે તેણે અમેરિકામાં અંતિમ શ્વાસ લીધા હતા ફેમસ ડાન્સર અને એક્ટ્રેસ કલ્પના ઐયરે સોશિયલ મીડિયા દ્વારા હેલેના લ્યુકના (Helena Luke Passed Away)નિધનની જાણકારી ફેન્સને આપી હતી. મળતી માહિતી મુજબ તેની તબિયત છેલ્લા કેટલાક સમયથી બગડી રહી હતી, પરંતુ તેમ છતાં તેણે ડોક્ટર પાસે ચેકઅપ કરાવ્યું ન હતું, જેના કારણે તેની હાલત સતત બગડતી રહી હતી.
અભિનયની દુનિયાને અલવિદા
તમને જણાવી દઈએ કે, હેલેના લ્યુકે અમિતાભ બચ્ચન(Amitabh Bachchan)ની ફિલ્મ 'મર્દ' (Mard)માં કામ કર્યું હતું. અભિનેત્રીએ આ ફિલ્મમાં પોતાની સુંદરતાથી બધાનું દિલ જીતી લીધું હતું. જો કે, બાદમાં તેણીએ અભિનયની દુનિયાને અલવિદા કહ્યું અને ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. હેલેના અને મિથુન વચ્ચેના સંબંધોની વાત કરીએ તો સારિકા સાથેના બ્રેકઅપ બાદ મિથુનને હેલેના સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો. પ્રેમમાં પડ્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા પરંતુ માત્ર 4 મહિના પછી જ તેમના સંબંધોનો અંત આવી ગયો હતો.
તમને જણાવી દઈએ કે હેલેનાએ બોલીવુડમાં ઘણું નામ કમાવ્યું હતું. હેલેનાએ 1980માં તેની પ્રથમ બોલીવુડ ફિલ્મ 'જુદાઈ'માં કામ કર્યું હતું. તેને અમિતાભ બચ્ચનની ફિલ્મ મર્દમાં કામ કરીને ફેન્સના દિલ પર રાજ કર્યું હતું. આ સિવાય તેણે 'દો ગુલાબ', 'આઓ પ્યાર કરે' અને 'ભાઈ આખિર ભાઈ હોતા હૈ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
આ પણ વાંચો -Sunny Leone એ માલદીવમાં ફરી કર્યા લગ્ન..?
1979માં બંનેએ કર્યા લગ્ન
બોલીવુડમાં હેલેનાની સફર લાંબી ચાલી નહીં અને તેણે બહુ ઓછા સમયમાં ફિલ્મોથી દૂરી બનાવી લીધી. આ પછી મિથુન ચક્રવર્તી ચક્રવર્તીએ તેના જીવનમાં પ્રવેશ કર્યો અને બંને એકબીજાની નજીક આવ્યા અને 1979માં બંનેએ લગ્ન કરી લીધા. પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને કપલ અલગ થઈ ગયું.
આ પણ વાંચો -38 વર્ષની Divya Sridhar એ 11 વર્ષ મોટા બાબાજી સાથે કર્યા લગ્ન...
ચાર મહિના પછી જ લીધા છૂટાછેડા
મળતી માહિતી મુજબ, મિથુન ચક્રવર્તી અને હેલેનાએ લગ્નના ચાર મહિના પછી જ છૂટાછેડા લીધા હતા. હેલેનાએ જણાવ્યું હતું કે મિથુન તેને ખૂબ જ કાબૂમાં રાખવાની કોશિશ કરતો હતો અને લગ્ન પછી તેમની વચ્ચે કંઈ જ ઠીક ન હતું. એવું કહેવાય છે કે હેલેના સાથે લગ્ન કરતા પહેલા મિથુનનું એક્ટ્રેસ સારિકા સાથે અફેર હતું. પરંતુ તેની સાથે બ્રેકઅપ થયા પછી એકટરે હેલેના સાથે લગ્ન કર્યા. હેલેનાથી અલગ થયા બાદ મિથુન ચક્રવર્તીએ યોગિતા બાલી સાથે લગ્ન કર્યા.
આ પણ વાંચો -Box Office Collection:'સિંઘમ અગેન' નાં વંટોળ સામે ભૂલ ભૂલૈયા 3 ધ્વસ્ત! કમાણીમાં નીકળી આગળ
હેલેના લ્યુકની છેલ્લી પોસ્ટ શું હતી?
હવે તેના મૃત્યુ બાદ હેલેના લ્યુકની છેલ્લી પોસ્ટ પણ વાયરલ થઈ છે. તમને જણાવી દઈએ કે, હેલેનાએ રવિવારે તેની છેલ્લી પોસ્ટ શેર કરી હતી. તેણે સવારે 9:20 વાગ્યે ફેસબુક પર એક નોંધ શેર કરી. આમાં હેલેનાએ લખ્યું હતું- 'તે વિચિત્ર લાગે છે. મિશ્ર પ્રતિક્રિયાઓ છે અને મને ખબર નથી કેમ, હું મૂંઝવણમાં છું.' હવે તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.