Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mission Moon: પહેલી વખત ચંદ્ર પર પહોંચવામાં કેટલો સમય લાગ્યો? જાણો હવે કેટલો સમય લાગે છે

શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચંદ્ર (Moon) સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે? નાસાના (NASA) વૈજ્ઞાનિકોએ હવે આ સંદર્ભમાં એક સંસોધન રજૂ કર્યું છે. વૈજ્ઞાનિકો તેના દ્વારા કહેવા માગે છે કે ચંદ્ર સુધી પહોંચવામાં સરેરાશ કેટલો સમય લાગી શકે...
mission moon  પહેલી વખત ચંદ્ર પર પહોંચવામાં કેટલો સમય લાગ્યો  જાણો હવે કેટલો સમય લાગે છે

શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચંદ્ર (Moon) સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે? નાસાના (NASA) વૈજ્ઞાનિકોએ હવે આ સંદર્ભમાં એક સંસોધન રજૂ કર્યું છે. વૈજ્ઞાનિકો તેના દ્વારા કહેવા માગે છે કે ચંદ્ર સુધી પહોંચવામાં સરેરાશ કેટલો સમય લાગી શકે છે? વૈજ્ઞાનિકોએ આ રહસ્યને ઉકેલવા માટે અત્યાર સુધીના ચંદ્ર મિશનના ડેટાનો અભ્યાસ કર્યો છે.

Advertisement

અંતરમાં સમયાંતરે વધારો-ઘટાડો જોવા મળે છે
જોકે તમને જાણીને નવાઈ લાગશે કે, પૃથ્વીથી ચંદ્રનું અંતર નિશ્ચિત નથી હોતું. જેવી રીતે પૃથ્વીની ભ્રમણકક્ષા સૂર્યની ફરતે સંપૂર્ણ ગોળાકાર નથી, તેવી જ રીતે ચંદ્રની ભ્રમણકક્ષા પૃથ્વીની ફરતે સંપૂર્ણ ગોળ નથી. તેના અંતરમાં સમયાંતરે વધારો-ઘટાડો જોવા મળે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મિશન મૂન પહેલા એ સમયનો અંદાજ લગાવવો જોઈએ કે જ્યારે ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક હોય.

Advertisement

પૃથ્વીથી કેટલો દૂર છે ચંદ્ર
NASA અનુસાર ચંદ્ર પૃથ્વીથી તેના સૌથી નજીકના બિંદુએ લગભગ 3,63,104 કિલોમીટર દૂર છે અને સૌથી દૂરના બિંદુએ અંદાજીત 4,05,696 કિલોમીટર દૂર છે. આ બંને સ્થિતિઓને જોત, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સરેરાશ અંતર આશરે 3,84,400 કિમી હોવાનો અંદાજ છે. જે દેશમાંથી મિશન મૂન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યાંથી ચંદ્રનું અંતર તેના પર ઘણું નિર્ભર છે.

Advertisement

ચંદ્ર સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે?
વૈજ્ઞાનિકોના મતે ચંદ્ર પર પહોંચવામાં કેટલો સમય લાગશે તેનો સાચો જવાબ આપવો થોડો કઠિન છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, આ અભિયાનમાં ઓછામાં ઓછા 3 દિવસનો સમય લાગવો જોઈએ. આ કહેવું ઘણું મુશ્કેલ છે કારણ કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર સતત બદલાતું રહે છે. તે મિશન યાનની ઝડપ પર પણ આધાર રાખે છે.

નાસાના એપોલો મિશન હેઠળનું સૌથી ઝડપી મિશન એપોલો 8 હતું. આ મિશનમાં ચંદ્રની ભ્રમણકક્ષા સુધી પહોંચવામાં 69 કલાક અને 8 મિનિટનો સમય લાગ્યો હતો. ત્યારબાદ દરેક મિશનની ફ્લાઇટનો સમયગાળો 74 કલાક અને તેથી વધુ હતો. છેલ્લી વખત એપોલો 17ને ચંદ્ર પર પહોંચવામાં 86 કલાક અને 14 મિનિટનો સમય લાગ્યો હતો.

વર્ષ 2022 માં આર્ટેમિસ 1 માનવરહિત યાનને ચંદ્રની ભ્રમણકક્ષા સુધી પહોંચવામાં 5 દિવસ જેટલો સમય લાગ્યો હતો. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, બાદના વર્ષોમાં ચંદ્રની યાત્રા ધીમી પડી છે. તેનું મુખ્ય કારણ ઈંધણની અછતને કારણે તેની વધતી કિંમત છે.

1969 માં ચંદ્ર પર પહોંચવામાં કેટલો સમય લાગ્યો?
1969માં એપોલો 11ના મૂન લેન્ડિંગ મિશનમાં અવકાશયાત્રીઓ નીલ આર્મસ્ટ્રોંગ, બઝ એલ્ડ્રિન અને માઈકલ કોલિન્સને ચંદ્ર પર પહોંચવામાં અને ચંદ્રની સપાટી પર ઉતરવામાં 75 કલાક અને 49 મિનિટનો સમય લાગ્યો હતો. તે સમયે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશવા સિવાય તેને ચંદ્રની સપાટી પર ઉતરવામાં પણ ઘણો સમય લાગ્યો હતો.

આપણ  વાંચો -અમેરિકામાં ફિલાડેલ્ફિયામાં અંધાધૂંધ ફાયરિંગ, 8 લોકોને વાગી ગોળી, 4 ના મોત

Tags :
Advertisement

.