Harsh Sanghvi એ અંબાજી મંદિરમાં ધજા ચઢાવી
- અંબાજીમાં આજે ભાદરવી પૂનમ હોવાથી લાખો માઇભક્તો ઉમટી પડ્યા
- ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ અંબાજીમાં પહોંચ્યા
- ગુજરાત પોલીસ સાથે મળીને મંદિર પર ધજા ચડાવવાની તક મળી
- અંબાજી ખાતે હર્ષ સંઘવીના હસ્તે પોલીસ જવાનોનું સન્માન
Harsh Sanghvi : શક્તિપીઠ અંબાજીમાં આજે ભાદરવી પૂનમ હોવાથી લાખો માઇભક્તો ઉમટી પડ્યા હતા. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)પણ અંબાજીમાં પહોંચ્યા હતા. તેમણે બનાસકાંઠા પોલીસ સાથે માતાજીને ધજા ચઢાવી હતી.
આ વર્ષે પણ ગુજરાત સરકારે ભાદરવી પૂનમ નિમીત્તે તમામ વ્યવસ્થા કરી
આજે ભાદરવી પૂનમને લઈને અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ અંબાના ધામમાં પહોંચ્યા હતા. અંબાજી મંદિરમાં હર્ષભાઇ સંઘવીના હસ્તે ધજા ચઢાવાઇ હતી. આ પ્રસંગે હર્ષભાઇ સંઘવીએ કહ્યું કે મા અંબાના ધામમાં લોકો દૂર દૂરથી લોકો દર્શન કરવા આવી રહ્યા છે અને અનેક લોકોએ પગયાત્રીઓની સેવા કરી છે. હર્ષભાઇ સંઘવીએ કહ્યું કે આ વર્ષે પણ ગુજરાત સરકારે ભાદરવી પૂનમ નિમીત્તે તમામ વ્યવસ્થા કરી હતી.
આ પણ વાંચો---Ambaji: બોલ માડી અંબેના નાદથી અંબાજી ગુંજી ઉઠ્યું
ગુજરાત પોલીસ સાથે મળીને મંદિર પર ધજા ચડાવવાની તક મળી
હર્ષભાઇ સંઘવીએ કહ્યું કે આ વર્ષે ભક્તોની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. લોકો પોતાની રીતે ભક્તોની સેવામાં જોડાયા હતા. હર્ષભાઇ સંઘવીએ કહ્યું કે ગુજરાત પોલીસ સાથે મળીને મંદિર પર ધજા ચડાવવાની તક મળી છે. સગુજરાત પોલીસની બહેનોએ પણ મંદિરમાં સેવાનું કામ કર્યુ છે.
અંબાજી ખાતે હર્ષ સંઘવીના હસ્તે પોલીસ જવાનોનું સન્માન
ભાદરવી મહામેળાના અંતિમ દિવસે પોલીસ જવાનોનું સન્માન કરાયુ હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આ સન્માન સમારોહ યોજાયો હતો. અંબાજી ખાતે હર્ષ સંઘવીના હસ્તે પોલીસ જવાનોનું સન્માન કરાયુ હતું 7 દિવસ મેળામાં સરાહનિય કામગીરી બદલ DySP સહિતના પોલીસ જવાનોને સન્માનિત કરાયા હતા. ઉપરાંત નકલી નોટ પકડવા બદલ પણ પોલીસ જવાનોને સન્માનિત કરાયા હતા.
આ પણ વાંચો----Madhupura મંદિરમાં 200 વર્ષથી અખંડ ચાલતા ચોખ્ખા ઘીના દીવા...