Microsoft down: માઈક્રોસોફ્ટની ઓફિસ અને ક્લાઉડ સર્વિસમાં ફરી સર્જાઈ ખામી !
- માઈક્રોસોફ્ટ સર્વિસ થયું ઠપ્પ
- લાખો યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા
- માઈક્રોસોફટે ટ્વિટ કરી આપી માહિતી
Microsoft down : માઈક્રોસોફ્ટની ઓફિસ અને ક્લાઉડ ( Microsoft down)સર્વિસમાં ફરી સર્જાઈ ખામી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ખામના કારણે લાખો યુઝર્સ પરેશાન થયાની ફરિયાદો શરૂ થઈ ગઈ છે. આ પહેલા 19 જુલાઈના રોજ માઈક્રોસોફ્ટના સર્વમાં ખામી સર્જાઈ હતી. ત્યારબાદ માઈક્રોસોફ્ટ વિન્ડોઝની સર્વિસ ઠપ થઈ ગયાના કલાકો પછી દુનિયાભરમાં સ્થિતિ હવે થાળે પડી રહી છે. જોકે આજે ફરી તેની ઓફિસ અને ક્લાઈડ સર્વિસમાં ખામી સર્જાતા હવે માઈક્રોસોફ્ટની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
માઈક્રોસોફ્ટે કર્યું ટ્વિટ
લાખો યુઝર્સને પડી રહી સમસ્યાને લઈને માઈક્રોસોફ્ટ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે કે, 'અત્યારે Microsoft 365 વિવિધ સેવાઓમાં જે સમસ્યા આવી રહી છે તેનું નિરાકરણ લાવવા માટે અમે કામ કરી રહ્યા છીએ.'
We've applied mitigations and rerouted user requests to provide relief. We're monitoring the service to confirm resolution and further information can be found at https://t.co/uSHwRmXFJZ or under MO842351 in the admin center.
— Microsoft 365 Status (@MSFT365Status) July 30, 2024
19મીએ માઈક્રોસોફ્ટના સર્વમાં સર્જાઈ હતી ટેકનીકલ ખામી
ઉલ્લેખનીય છે કે, 19 જુલાઈના રોજ માઈક્રોસોફ્ટમાં ટેકનીકલ ખામી સર્જાતા દુનિયાભરમાં હડકંપ મચી ગયો હતો. આ સમસ્યાને કારણે અનેક દેશોમાં બેંક, ફોન, સ્ટોક માર્કેટ જેવી મોટા ભાગની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. દુનિયાના અનેક દેશોમાં વિમાન સેવા પણ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખામીના કારણે વિશ્વભરની આઈટી સિસ્ટમ અને કોમ્પ્યુટરો બંધ થઇ ગયા હતા. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન અને ભારત સહિત 40થી વધુ દેશો પરેશાન થયા હતા.
દુનિયાભરની બેન્કિંગ અને એવિએશન સેવાઓ પ્રભાવિત
ભારત અને અમેરિકા સહિત દુનિયભરના અનેક દેશોમાં બેન્કિંગ અને એવિએશન સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. માઇક્રોસોફ્ટના સર્વર ડાઉન થતાં એર સર્વિસ પ્રભાવિત થઈ છે અને અનેક કંપનીઓની ફ્લાઇટ્સ પર અસર થઈ છે. સ્પાઇસ જેટ અને ઇંડિગોને પણ આ પ્રકારની ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર હવાઈ સેવાઓ જ નહિ. પરંતુ અનેક દેશોમાં બેન્કિંગ સેવાઓથી લઈને ટિકિટ બૂકિંગ અને સ્ટોક એક્સ્ચેન્જ પર પણ અસર થઈ છે.
2017માં પણ બની હતી આવી ઘટના
આ પહેલા 2017માં યુકેમાં બ્રિટિશ એરવેઝની કામગીરી ખોરવાઈ હતી. વીકેન્ડમાં જ્યારે સૌથી વધુ પ્રવાસીઓ હવાઈ મુસાફરી કરતાં હોય છે ત્યારે જ વિમાની સેવા ઠપ થઈ ગઈ હતી. કુલ મળીને 672 ફ્લાઇટ કેન્સલ કરવી પડી હતી જેને પરિણામે હજારો મુસાફરો વિવિધ એરપોર્ટ્સ પર ફસાઈ ગયા હતા. આઉટેજ સર્જાવાના કારણમાં એવું કહેવાયું હતું કે એક એન્જિનિયરે ડેટા સેન્ટરનો પાવર સપ્લાય ડિસ્કનેક્ટ કરેલો ત્યારે પાવર સપ્લાયમાં ભયંકર ઉથલો આવવાથી આઉટેજ સર્જાયો હતો.
આ પણ વાંચો -આખરે IPHONE માં પણ આવી ગયું CALL RECORDING નું ફીચર, જાણો કેવી રીતે કરશો ઉપયોગ
આ પણ વાંચો -અપરણિત હોવા છતાં, Telegram ના માલિક 100 થી વધુ બાળકોના પિતા બન્યા!
આ પણ વાંચો -હવે ઉકેલાશે SPACE ના રહસ્યો! વૈજ્ઞાનિકોએ લેબમાં બનાવ્યું 'Black Hole'