Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambalal Patel: "30 તારીખ પછી વરસાદનું જોર ઘટશે પણ....."

પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આગાહી 30મી ઓગસ્ટ બાદ વર્તમાન વરસાદી સિસ્ટમ ધીમી પડશે રાજ્યભરમાં વરસાદી ઝાપટાઓનું જોર વધવાની શક્યતા દરિયા કિનારે ભારે પવન ફૂંકાવવાની કરી આગાહી બંગાળના ઉપસાગરમાં નવી...
ambalal patel   30 તારીખ પછી વરસાદનું જોર ઘટશે પણ
  • પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની આગાહી
  • હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આગાહી
  • 30મી ઓગસ્ટ બાદ વર્તમાન વરસાદી સિસ્ટમ ધીમી પડશે
  • રાજ્યભરમાં વરસાદી ઝાપટાઓનું જોર વધવાની શક્યતા
  • દરિયા કિનારે ભારે પવન ફૂંકાવવાની કરી આગાહી
  • બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમનું નિર્માણ થશે
  • વિવિધ ભાગોમાં વરસાદની શક્યતાઓ છે

Ambalal Patel : મધ્યપ્રદેશમાં ઉદ્ભવેલું ડીપ ડિપ્રેશન રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યું છે અને આગામી 24 કલાક સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel) વધુ એક વાર ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે હાલની આ સિસ્ટમ 30 ઓગષ્ટ બાગ ધીમી પડશે પણ બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ નિર્માણ થઇ રહી છે જેના કારણે 2 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે.

Advertisement

આજે પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ

રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે ડીપ ડિપ્રેશન સિસ્ટમના કારણે આજે પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડશે. તેમણે કહ્યું કે 30 મી ઓગસ્ટ બાદ વર્તમાન વરસાદી સિસ્ટમ ધીમી પડશે.

Advertisement

આ પણ વાંચો---Vadodara માં 2 મંત્રીનું ફ્લડ ટુરિઝમ..? લોકો અને અખબારોમાં રોષ

દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા

અંબાલાલ પટેલે કહ્યું છે કે આજે રાજ્યભરમાં વરસાદી ઝાપટાઓનું જોર વધવાની શક્યતાઓ છે અને 30મી સપ્ટેમ્બરની આસપાસ રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. તેમણે 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.

Advertisement

30 મી સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ

જો કે તેમણે કહ્યું છે કે વર્તમાન સિસ્ટમ નબળી પડતાં 30 મી સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ છે. જો કે લોકોને એકાદ બે દિવસ જ રાહત મળશે કારણ કે ત્યારબાદ 10 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે.

હાલ બંગાળ ઉપસાગરમાં નવી સિસ્ટમ નિર્માણ પામી રહી છે

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હાલ બંગાળ ઉપસાગરમાં નવી સિસ્ટમ નિર્માણ પામી રહી છે. વરસાદની નવી સિસ્ટમના કારણે આગામી 2 થી 10 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતાઓ છે જેથી લોકોને હાલ તો વરસાદથી રાહત મળે તેવી કોઇ શક્યતા જોવા મળતી નથી.

આ પણ વાંચો---- Red Alert: રાજ્યના 12 જિલ્લામાં આજે પણ છે ખતરો...

Tags :
Advertisement

.