Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવામાન વિભાગની આગાહી ,આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ

ચોમાસા પહેલા ગુજરાતમાં ચોમાસા જેવા માહોલ જામ્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાક હજું પણ વરસાદ વરસશે.જાણીએ ક્યાં વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ ગુજરાતમાં મોસમી વરસાદનું સંકટ યથાવત ગુજરાતમાં હજુ પણ કમોસમી વરસાદનું સંકટ યથાવત છે.હવામાન વિભાગની આગાહી મુજબ...
03:31 PM May 31, 2023 IST | Hiren Dave

ચોમાસા પહેલા ગુજરાતમાં ચોમાસા જેવા માહોલ જામ્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાક હજું પણ વરસાદ વરસશે.જાણીએ ક્યાં વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ

ગુજરાતમાં મોસમી વરસાદનું સંકટ યથાવત

ગુજરાતમાં હજુ પણ કમોસમી વરસાદનું સંકટ યથાવત છે.હવામાન વિભાગની આગાહી મુજબ 24 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે.જો કે 24 કલાક બાદ ફરી તાપમાન ઉચે જાય તેવો અનુમાન છે.અમદાવાદમાં ફરી તાપમાનનો પારો 40ને પાર જાય તેવી શક્યતા જોવાઇ રહી છે.જેને લઇને હવામાન વિભાગે અમદાવાદમાં યેલો એલર્ટ આપ્યું છે.હવામાનના અનુમાન મુજબ પવનની ગતિ બદલાતા ની સાથે જ ગરમીમાં વધારો થશે.અમદાવાદ અને ગાંધીનગરમાં 40 ડિગ્રીને પાર પારો જઇ શકે છે.વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર ઘટતા તાપમાનમાં વધારો થશે.

વિધિવત ચોમાસું શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. આવી સ્થિતિમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બનન્સના કારણે રાજ્યમાં પ્રિમોનસૂન એક્ટીવિટી શરૂ થઇ ગઇ છે.હાલ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાના 2 કારણો છે. હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ આ બંને સિસ્ટમના કારણે ગુજરાતમાં હાલ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત,પૂર્વ ગુજરાત,કચ્છ,સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે,પાટણ ,મહેસાણા,સાબરકાંઠા,બનાસકાંઠા , અમરેલી ,સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ ,બોટાદ  ,દાહોદ,પંચમહાલ,અમદાવાદ,ગાંધીનગર, આણંદ,ભરૂચ,આ તમામ વિસ્તારમાં 1 જૂન સુધી વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

આ પણ  વાંચો-સુરતમાં હજીરા કાંઠા વિસ્તારના લોકો ભગવાન ભરોસે, સુરક્ષા અને સલામતીની થઇ રહી છે અવગણના

 

Tags :
gujarat weatherunseasonal rainUpdate
Next Article