ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

મેસેજિંગ એપ ટેલિગ્રામ પર બ્રાઝિલમાં લાગ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

મેસેજિંગ એપ ટેલિગ્રામને બ્રાઝિલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આજના સમયે સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મની મદદથી લોકોનું જીવન સરળ બની રહ્યું છે. તેમા એક ટેલિગ્રામ પણ છે કે જે ઘણી બધી રીતે લોકોને મદદરૂપ થાય છે ત્યારે એવું શું બન્યું કે...
09:42 AM Apr 27, 2023 IST | Hardik Shah
featuredImage featuredImage

મેસેજિંગ એપ ટેલિગ્રામને બ્રાઝિલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આજના સમયે સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મની મદદથી લોકોનું જીવન સરળ બની રહ્યું છે. તેમા એક ટેલિગ્રામ પણ છે કે જે ઘણી બધી રીતે લોકોને મદદરૂપ થાય છે ત્યારે એવું શું બન્યું કે બ્રાઝિલને આ મેસેજિંગ એપને સસ્પેન્ડ કરવાની જરૂર પડી? તો અમે તમને જણાવી દઇએ કે, ટેલિગ્રામની પેરેન્ટ કંપની પાસેથી નિયો-નાઝીઓના નેટવર્ક વિશે માહિતી માંગવામાં આવી હતી, જે આપવામાં કંપની નિષ્ફળ રહી, જેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બ્રાઝિલની કોર્ટે ટેલિગ્રામ એપને સસ્પેન્ડ કરી

બ્રાઝિલની કોર્ટે બુધવારે દેશભરમાં ટેલિગ્રામ એપ ને સસ્પેન્ડ કરી દીધી છે. નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર બ્રાઝિલમાં નિયો-નાઝી પ્રવૃત્તિઓની તપાસ ચાલી રહી છે. કોર્ટે ટેલિગ્રામ પર રોજના લગભગ $1.98 લાખનો દંડ લગાવ્યો છે. ન્યાય પ્રધાન ફ્લાવિયો ડીનોએ જણાવ્યું હતું કે, કંપનીને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવી છે. ન્યાય પ્રધાને કહ્યું કે, કેટલાક એવા જૂથો છે જે યહૂદી મોરચાની વિરુદ્ધ છે, યહૂદીઓ વિરુદ્ધ આંદોલન ચલાવી રહ્યા છે અને તેઓ આ નેટવર્ક્સમાં કામ કરી રહ્યા છે. અમે જાણીએ છીએ કે આ અમારા બાળકો સામે હિંસાનો મુખ્ય સ્ત્રોત છે.

આપને જણાવી દઇએ કે, આ મહિનાની શરૂઆતમાં એક વ્યક્તિએ ચાર બાળકોની હત્યા કરી હતી. જ્યારે આ બાળકો શાળાએથી આવતા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ગયા મહિને 13 વર્ષના એક છોકરાએ શિક્ષકની છરી વડે હત્યા કરી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં, એક 16 વર્ષીય શાળાના છોકરાએ ચાર લોકોને ગોળી મારી હતી જ્યારે 10 થી વધુને ઇજા પહોંચાડી હતી. રિપોર્ટ અનુસાર, બાળકે ટેલિગ્રામ એપ પર યહૂદી વિરોધી ગતિવિધિઓ ચલાવતા જૂથ સાથે વાત કરી હતી.

આ પણ  વાંચો- પાકિસ્તાનની ખરાબ સ્થિતિને લઈને મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિકો દેશ છોડવા તૈયાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Brazil CourtMessaging AppTelegramTelegram BannedTelegram Banned In Brazil