Kutch : ભડકાઉ ભાષણના કેસમાં મૌલાના સલમાન અઝહરીને 3 દિવસના રિમાન્ડ
Kutch : જૂનાગઢ તથા કચ્છ( Kutch) માં ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરીની મુશ્કેલી વધી છે. રાજકોટ જેલમાંથી મૌલાનાનો કબજો મેળવી કચ્છ ( Kutch) પોલીસે આજે ભચાઉ કોર્ટમાં ૧૪ દિવસના રિમાન્ડની માંગ સાથે મૌલાના સલમાન અઝહરી રજૂ કર્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળીને ભચાઉ કોર્ટે ભડકાઉ ભાષણ કરનાર મૌલાનાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
તપાસ એજન્સીએ આજે 22 મુદ્દાઓના આધારે 14 દિવસના રિમાન્ડની માંગ કરી
તપાસ એજન્સીએ આજે 22 મુદ્દાઓના આધારે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેમાં તેના બેન્ક એકાઉન્ટ તેમના પરિવારના સભ્યોના બેન્ક એકાઉન્ટની તપાસ તથા કચ્છ કાર્યક્રમ દરમ્યાન એરપોર્ટમાં લેવા જનાર વ્યક્તિની ઓળખ કરવા માટે રિમાન્ડની માંગ કરી હતી.
ઓડિયો FSL તપાસમાં મોકલાયો
સાથે અન્ય મુદ્દાઓમાં આયોજક સિવાય તેને આમંત્રણ આપનાર કોણ હતું? તથા બાળકોને પ્રોત્સાહિત કરનાર કાર્યક્રમમાં શા માટે આવું ભડકાઉ ભાષણ આપ્યું? આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને રિમાન્ડની માગણી કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ બનાવની ગંભીરતા સમજી કોર્ટે 11 તારીખના ત્રણ વાગ્યા સુધીના રીમાન્ડ મંજૂર કર્યા હતા. તપાસ એજન્સીએ એ વાત પણ રજૂ કરી હતી કે મૌલાના નો ઓડિયો FSL તપાસમાં મોકલાયો છે જે તપાસ માટે મોકલ્યો છે જે રિપોર્ટના આધારે તેની પૂછપરછ કરવી જરૂરી હોય રિમાન્ડ મંજૂર કરવા 3 દિવસ સુધી એજન્સી વિવિધ મુદ્દાઓ પર તેની તપાસ કરશે...
કાર્યક્રમમાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું
ઉલ્લેખનિય છે કે 31મી જાન્યુઆરીના રોજ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખીયાળી ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી (Mufti Salman Azhari) એ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. અહીં સલમાન અઝહરીએ ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું ત્યારબાદ આયોજક અને મૌલાના સલમાન અઝહરી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. અગાઉ ભડકાઉ ભાષણ આપવાના મુદ્દે જૂનાગઢ પોલીસે મૌલાનાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. ગુજરાત એટીએસ મૌલાનાની મુંબઇથી ધરપકડ કરીને અમદાવાદ લાવી હતી અને તેની પૂછપરછ કર્યા બાદ તેને જૂનાગઢ પોલીસને સોંપ્યો હતો.
21 સેકન્ડની ક્લિપ વાયરલ થઈ
મૌલાના સલમાન અઝહરી (Maulana Salman Azhari) ના ભાષણની 21 સેકન્ડની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કાર્યક્રમમાં તેમણે આપેલા ભાષણનો આખો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. કાર્યક્રમમાં તેઓ ઇરાક, પેલેસ્ટાઇન, અફઘાનિસ્તાન, આરબ દેશોમાં મુસ્લિમોની થઈ રહેલી હત્યાઓ વિશે બોલી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આપણા માર્યા જવાથી ઇસ્લામ ખતમ નહીં થાય. તેઓ કહે છે, “ના ઘબરાઓ એ મુસલમાનો, અભી ખુદા કી શાન બાકી હૈ. અભી ઇસ્લામ જિંદા હૈ. અભી કુરાન બાકી હૈ. જો લોગ હમસે ઉલઝતે હૈ, અભી તો કરબલા કા આખિરી મેદાન બાકી હૈ. કુછ દેર કી ખામોશી હૈ. ફિર શોર આયેગા. આજ —- કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા.”
આ પણ વાંચો----GUJARAT POLICE : મૌલાનાના ‘ભડકાઉ ભાષણ’થી ગુપ્તચર તંત્રની પોલ ખુલી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ--કૌશિક છાયા.ક્ચ્છ