Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહેસાણામાં ડુપ્લીકેડ માર્કશીટનું મસમોટું કૌભાંડ, બસ નામ બદલીને મળી જતી ડિગ્રી

ગુજરાતમાં ફરી એક વખત નકલી માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઝેરોક્ષની દુકાનમાં નકલી માર્કશીટ બનાવવાના ગોરખધંધાનો પ્રદાફાશ થયો છે. મહેસાણામાં નકલી માર્કશીટ બનાવતા 2 શખ્સ સકંજામાં આવ્યા છે. 1500 રૂપિયામાં નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. બેચરાજીમાં ઝેરોક્ષની દુકાનમાં નકલી...
11:55 AM Jul 15, 2023 IST | Hiren Dave

ગુજરાતમાં ફરી એક વખત નકલી માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઝેરોક્ષની દુકાનમાં નકલી માર્કશીટ બનાવવાના ગોરખધંધાનો પ્રદાફાશ થયો છે. મહેસાણામાં નકલી માર્કશીટ બનાવતા 2 શખ્સ સકંજામાં આવ્યા છે. 1500 રૂપિયામાં નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. બેચરાજીમાં ઝેરોક્ષની દુકાનમાં નકલી માર્કશીટ બનાવતી હતી. આદિત્ય કોમ્પલેક્ષમાં આવેલી અંબિકા ઝેરોક્ષની દુકાનમાં માર્કશીટ બનાવાતી હતી. જેમાં ધોરણ 10,12 થી લઈને ITI, ડિપ્લોમાની માર્કશીટ તૈયાર રેડી મળતી હતી. આ કૌભાંડ ઉત્તર ગુજરાતની વિવિધ કંપનીઓમાં નોકરી મેળવવા માટે ચલાવાતુ હતું. જમાં હરગોવિંદ સોલંકી સહિત 2 આરોપીની ધરપકડ કરાઈ છે.

 

ગુજરાતમાં શિક્ષણ તંત્ર ખાડે ગયુ છે એ હવે છતુ થઈ રહ્યું છે. અહી રૂપિયા વેરો એટલે બધુ થઈ જાય છે. આવામાં મહેસાણા જિલ્લાના બહુચરાજીથી નકલી માર્કશીટનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં વિજય ઝાલા અને કુલદીપ સોલંકી નામના શખ્સો એક નાનકડી ઝેરોક્ષની દુકાનમાં આ કૌભાંડ ચલાવતા હતા. બંને ભેગા મળી પોતાના કોમ્પ્યૂટરમાં ધોરણ 10-12, ITI અને ડિપ્લોમાં સુધીની માર્કશીટો છેડછાડ કરી ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપતા હતા.

LCB એ આ ઝેરોક્ષની દુકાન પર રેડ પાડી હતી

મહેસાણા LCB એ આ ઝેરોક્ષની દુકાન પર રેડ પાડી હતી. કાર્યવાહી દરમિયાન ટીમ દ્વારા માર્કશીટ કાઢવા હાઈ ગ્લોસી ફોટો પેપર નંગ 15 તેમજ કોમ્પ્યુટર સહિતના સાધનો મળી કુલ રૂ. 86,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ તરફ હવે આ કેસમાં LCBએ બંને ઇસમો સામે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં કલમ 465, 468, 471, 114 મુજબ ફરિયાડ નોંધાવી છે.

ચોંકાવનારી બાબત તો એ છે કે, કોમ્પ્યુટરમાં તૈયાર ફર્મા રાખી નામ બદલી બનાવી એક સેન્ડમાં નકલી માર્કશીટ બની જતી હતી. માર્કશીટનો બેચરાજી નજીકની કંપનીઓમાં નોકરી મેળવવા ઉપયોગ થતો હતો. મારુતિ સુઝુકી, હાંસલપુર અને હોન્ડાના વીઠલાપુર પ્લાન્ટમાં નોકરી મેળવવા ઉપયોગ કરાતો હતો. સ્થળ પરથી નકલી માર્કશીટો, લિવિંગ સર્ટિફિકેટ, કોમ્પ્યુટર, પ્રિન્ટર ઝડપાયું હતું. બેચરાજી પોલીસે ફરિયાદ નોધી કાર્યવાહી હાથ ધરી છે. આ કૌભાંડમાં કુલદીપ હરગોવિંદ સોલંકી નામના ઝેરોક્ષ દુકાન સંચાલક સહિત 2 ની ધરપકડ કરાઈ છે.

આ પણ  વાંચો- દ્વારકા બાદ રાજ્યના આ જાણીતા મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પર લગાવાયો પ્રતિબંધ

 

Tags :
arrestedBahucharajiBahucharaji newsbecharaji bogus marksheetBogus marksheetbogus marksheet kaubhandbogus marksheet scambogus marksheet xerox shoppolice
Next Article