Japan માં ભીષણ આગ, 80 થી વધુ ઇમારતો બળીને ખાખ; હજારો લોકોએ પોતાના ઘર છોડ્યા
- જાપાનના અનેક જંગલોમાં ભીષણ આગ
- આગને કારણે ઘણા વિસ્તારોને મોટુ નુકશાન
- ઓફુનાટો અને સાનરીકૂ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો
Fire in Japan : જાપાનના જંગલોમાં હાલમાં જબરદસ્ત આગ પ્રસરી રહી છે. ઇવાટે પ્રીફેક્ચરના ઓફુનાટો શહેરમાં જંગલમાં લાગેલી આગને કારણે મોટી તબાહી મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ છે, જ્યારે 80 થી વધુ ઇમારતો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. હજારો લોકોને પોતાના ઘર છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે. શુષ્ક હવામાન અને પવનને કારણે, અગ્નિશામકોને આગ ઓલવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં આગે 1800 હેક્ટર (4450 એકર) થી વધુ વિસ્તારને લપેટમાં લીધી છે.
1992 પછીની સૌથી મોટી આગ
જાપાનના ઈતિહાસમાં આ સૌથી વધુ ગંભીર આગ છે. આગ સૌપ્રથમ ઓફુનાટો શહેરમાં શરૂ થઈ હતી, જેણે પાછળથી મોટા જંગલોને ઘેરી લીધા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં એક બળી ગયેલો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે, 80 ઇમારતોને નુકસાન થયું છે. આગના કારણે ઓફુનાટો અને સાનરીકૂ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જાપાનની ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી (FDMA) એ પણ આ વાતની પુષ્ટિ કરી છે. એજન્સીના જણાવ્યા અનુસાર 1992 પછી જાપાનમાં લાગેલી આ સૌથી મોટી આગ છે.
26-27 February 2025#Japan
A large forest fire broke out in the Akasakicho district of Ofunato City Iwate Prefecture, becoming the third wildfire in the city this month
It has claimed one life, destroyed at least 84 buildings and forced the evacuation of more than 2,100 residents pic.twitter.com/Wr0QaE5sEV— Vikky ger (@diar_esthetic) March 1, 2025
આ પણ વાંચો : Donald Trump Security Lapse! રિસોર્ટ પરથી 3 વિમાન પસાર, સૈન્યએ દખલ કરવી પડી
ગયા વર્ષે 1300 જંગલોમાં આગ લાગી હતી
તે સમયે, આગને કારણે, હોક્કાઇડોના કાશીરો ક્ષેત્રમાં ભારે વિનાશ જોવા મળ્યો હતો. હાલમાં ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી વિભાગના કર્મચારીઓ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પવન અને શુષ્ક હવામાનને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બચાવ કામગીરીમાં હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે. જાપાનના યમુનાશી પ્રીફેક્ચર અને ઇવાટેના અન્ય વિસ્તારોના જંગલોમાં પણ આગના અહેવાલ મળ્યા છે.
આગ લાગવાનું કારણ ક્લાઈમેટ ચેન્જની વધતી જતી અસર કહેવાય છે. જાપાનના જંગલોમાં આગ ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે વારંવાર લાગે છે કારણ કે સૂકા અને તીવ્ર પવન ફૂંકાય છે. આવી પરિસ્થિતિઓ આગ માટે અનુકૂળ માનવામાં આવે છે. 2023 માં, જાપાનમાં જંગલમાં આગ લાગવાના 1300 કેસ નોંધાયા હતા. 1970 ના દાયકાથી આગની સંખ્યામાં સતત વધારો થયો છે.
આ પણ વાંચો : Bolivia Bus Accident: બોલિવિયામાં બે બસ વચ્ચે ભીષણ અકસ્માત,37 લોકોના મોત