Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : સનાથલ બ્રિજમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, વાંચો અહેવાલ

અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચાર સનાથલ બ્રિજ ગાબડાંના કારણે 5 દિવસ બંધ 10 મહિનામાં જ નવા બ્રિજ પર પડ્યા ગાબડાં હલકી ગુણવત્તાનો ડામર વપરાતા ગાબડાં 21 ડિસેમ્બર સુધી વારાફરતી બ્રિજ બંધ કરાશે SVNITની તપાસ રિપોર્ટ બાદ હવે સમારકામ બ્રિજની...
12:56 PM Dec 16, 2023 IST | Vipul Pandya

અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચાર
સનાથલ બ્રિજ ગાબડાંના કારણે 5 દિવસ બંધ
10 મહિનામાં જ નવા બ્રિજ પર પડ્યા ગાબડાં
હલકી ગુણવત્તાનો ડામર વપરાતા ગાબડાં
21 ડિસેમ્બર સુધી વારાફરતી બ્રિજ બંધ કરાશે
SVNITની તપાસ રિપોર્ટ બાદ હવે સમારકામ
બ્રિજની રાઈડિંગ સરફેસ યોગ્ય ન હોવાનો ખુલાસો
ટેન્ડર મૂજબ કામગીરી ન થયાનો પણ ખુલાસો

અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારનો મામલો બહાર આવ્યો છે. શહેરના એસપી રિંગ રોડ પર આવેલા સનાથલ બ્રિજમાં ગાબડાં પડ્યા છે અને તેના કારણે બ્રિજને 5 દિવસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બ્રિજના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર

અમદાવાદનો સનાથલ બ્રિજ નવો જ છે અને તેને નિર્માણ થયે માંડ 10 મહિના જ થયા છે ત્યાં તો બ્રિજ પર ગાબડાં પડવા માડ્યા છે. હલકી કક્ષાનો ડામર વપરાતા બ્રિજ પર ગાબડાં પડ્યા છે અને તે દર્શાવે છે કે બ્રિજના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે.

કોન્ટ્રાકટર દ્વારા જ બ્રિજનું રિપેરીંગ કરવામાં આવશે

સનાથલ બ્રિજને હાલ 5 દિવસ માટે વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. AUDA દ્વારા આ બ્રિજનું નિર્માણ કરાયું હતું
DLP 3 વર્ષ નો હોવાના કારણે કોન્ટ્રાકટર દ્વારા જ બ્રિજનું રિપેરીંગ કરવામાં આવશે. AUDA એ કહ્યું છે કે અનેક વખત AUDA દ્વારા કોન્ટ્રાકટરને નોટિસ આપવામાં આવી છે.

આ પણ વાંચો-----BHARUCH : દેખાઈ ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર, કિમોજ અને દેવલાની શાળામાં શિક્ષક મુકવા કરાયો આદેશ

Tags :
AhmedabadAUDACorruptionInferior qualitySanathal Bridge
Next Article