Ahmedabad થી અન્ય રાજ્યોમાં જતી અનેક ફ્લાઈટ ડીલે, મુસાફરોએ ઠાલવ્યો રોષ
- અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો અટવાયા
- અમદાવાદ થી અન્ય રાજ્યો જતી અનેક ફ્લાઇટ ડીલે
- સુરત એરપોર્ટ પર પણ અનેક ફ્લાઈટો મોડી આવતા મુસાફરો અટવાયા
અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ ડીલે થતા મુસાફરો અટવાયા હતા. અમદાવાદથી અન્ય રાજ્યોમાં જતી અનેક ફ્લાઈટ ડીલે થઈ હતી. પાંચ કલાક કરતા વધુ ફ્લાઈટ ડીલે થતા મુસાફરો અટળાયા હતા. કેટલાક મુસાફરોએ એરલાઈન્સનાં કર્મચારીઓ સમક્ષ રોષ ઠાલવ્યો હતો. ટેકનીકલ કારણોસર ફ્લાઈટ ડીલે થયાનો આક્ષેપ કર્યો હતો.

પેસેન્જરે વેદના ઠાલવી
એરપોર્ટ પર બેઠેલ પેસેન્જરે જણાવ્યું હતું કે, અમદાવાદ-લખનૌ ઈન્ડીંગો ફ્લાઈટનો 6.35 નો એનો સમય છે. છેલ્લા પાંચ કલાકથી અમે બેઠા છીએ. તેમજ અત્યારે ઈન્ડીંગોનો કોઈ સ્ટાફ એરપોર્ટ પર નથી. પેસેન્જર્સ ખૂબ તકલીફમાં છે. તેમજ ઈન્ડીંગો તરફથી પેસેન્જરને કોઈ રિસપોન્સ આપવામાં આવી રહ્યો નથી.
સુરત એરપોર્ટ પર પણ અનેક ફ્લાઈટો આવવામાં વિલંબ
દિલ્લી ખાતે આવેલા તોફાનનો સુરત પર પણ સીધો પ્રભાવ પડ્યો છે. સુરત પણ અનેક ફ્લાઈટ મોડી આવતા પેસેન્જરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. દિલ્લી, ગોવા, હૈદ્રાબાદ અને દુબઈથી આવતી-જતી ફ્લાઇટ્સમાં અઢી કલાક સુધી વિલંબ આવી હતી. દિલ્લીથી સુરત આવતી ઇન્ડિગોની ફ્લાઇટ 2 કલાક 46 મિનિટ મોડેથી આવી હતી. બીજી ઇન્ડિગો ફ્લાઇટ 2 કલાક 26 મિનિટના વિલંબથી આવી હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ 1 કલાક 12 મિનિટ મોડેથી સૂરત આવી હતી. સુરતથી દિલ્હી જતી ફ્લાઇટ અંદાજે 3 કલાકના વિલંબથી રવાના થવાની શક્યતા છે. અન્ય ઇન્ડિગો ફ્લાઇટ્સ ક્રમશઃ 55 મિનિટ અને 1 કલાક 55 મિનિટ મોડેથી છૂટી હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસની દિલ્હી જતી ફ્લાઇટ 1 કલાક 43 મિનિટ મોડેથી રવાના થઈ હતી. સુરતથી ગોવા જતી ઇન્ડિગો ફ્લાઇટ 34 મિનિટ મોડેથી ઉડી હતી. દુબઈ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ 21 મિનિટ મોડેથી રવાના થઈ હતી. હૈદ્રાબાદ અને ગોવાથી આવતી ફ્લાઇટ્સ ક્રમશઃ 13 અને 9 મિનિટ મોડેથી આવી હતી.
આ પણ વાંચોઃ Ahmedabad: સિંધુ ભવન રોડ પર આવેલા બિઝનેસ સેન્ટમાં લાગી આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે