Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મણિપુરમાં ચાર મહિના બાદ આજે વિધાસભાનું એક દિવસીય સત્ર મળશે

મણિપુરમાં સામાન્ય થઈ રહેલી સ્થિતિ વચ્ચે આજે વિધાનસભાનું એક દિવસનું મહત્વપૂર્ણ સત્ર છે. વિધાનસભા સત્રમાં રાજ્યની સ્થિતિ પર ચર્ચા થશે. વિધાનસભાનું આ સત્ર ત્રણ મહિના બાદ થઈ રહ્યું છે. રાજ્યમાં મે મહિનાથી ચાલી રહેવી હિંસામાં 170 લોકોા મોત થઈ ચુક્યા...
11:08 AM Aug 29, 2023 IST | Viral Joshi

મણિપુરમાં સામાન્ય થઈ રહેલી સ્થિતિ વચ્ચે આજે વિધાનસભાનું એક દિવસનું મહત્વપૂર્ણ સત્ર છે. વિધાનસભા સત્રમાં રાજ્યની સ્થિતિ પર ચર્ચા થશે. વિધાનસભાનું આ સત્ર ત્રણ મહિના બાદ થઈ રહ્યું છે. રાજ્યમાં મે મહિનાથી ચાલી રહેવી હિંસામાં 170 લોકોા મોત થઈ ચુક્યા છે એવામાં આ વિધાનસભા સત્ર ઘણું મહત્વપૂર્ણ છે.

ધારાસભ્યોનો બહિષ્કાર

રાજ્યા બધા જ 10 કુકી-જોમી ધારાસભ્યોએ સત્રનો બહિષ્કાર કર્યો છે. તેમાં બે મંત્રીઓ પણ સામેલ છે. કુકી જોમી સંગઠને સરકાર પાસે સત્રને આગળ વધારવાની માંગ કરી છે. જોકે વિધાનસભા સત્રમાં બધા બિન આદિવાસી સહિતના ધારાસભ્યો સામેલ થાય તેવી શક્યતા છે. આ વચ્ચે મુખ્યમંત્રી બિરેનસિંહે કાલે રાજ્યની સ્થિતિ પર ચર્ચા માટે ઈસ્ટર્ન આર્મી કમાન્ડર સાથે મુલાકાત કરી.

મહત્વના પ્રસ્તાવો પર નજર

મણિપુર સરકારે કુકી અને મૈતઈ બહુમતીવાળા વિસ્તાર માટે અલગ-અલગ વહીવટની માંગને ફગાવી દીધી છે. આજના સત્રમાં અનેક મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજુ કરવામાં આવશે. આ તરફ રાજ્યમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. ઘણાં અટકેલા જરૂરી કામ ફરી શરૂ થયાં છે. લોકોના પત્રો અને પાર્સલ પણ મળી રહ્યાં છે.

વર્તમાન સ્થિતિ પર ચર્ચા

મણિપુરમાં હિંસા બાદ આજે પહેલીવાર વિધાનસભા સત્રનું આયોજન કરવામાં આવશે. આ સત્ર એક દિવસનું હશે. આ વર્ષે છેલ્લીવાર ફેબ્રુઆરી માર્ચ દરમિયાન બજેટ સત્ર માટે વિધાનસભા બોલાવવામાં આવી હતી. બાદમાં 3જી મેએ થયેલી હિંસાના કારણે ચોમાસું સત્રને આગળ વધારી દેવામં આવ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ થોકચોમ સત્યબ્રતસિંહે કહ્યું કે, એક દિવસીય સત્રમાં રાજ્યની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો : સંસદની સ્થાયી સમિતિઓનું પુનર્ગઠન, 8 વિભાગથી સંબંધિત સમિતિઓ બદલાઈ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Assembly SessionGujarati NewsManipur AssemblyManipur ViolencePolitics
Next Article