Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJP ના બંગાળ બંધ પર મમતા સરકારનો જવાબ, કહ્યું- કોઈ પરવાનગી આપવામાં આવી નથી...

કોલકાતા રેપ અને હત્યા કેસમાં વિરોધ પ્રદર્શન યથાવત BJP એ 12 કલાકનું બંધ એલાન કર્યું હતું બંધ એલાન વચ્ચે મમતા સરકારનો જવાબ આવ્યો કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનોએ આજે ​​રાજ્ય...
bjp ના બંગાળ બંધ પર મમતા સરકારનો જવાબ  કહ્યું  કોઈ પરવાનગી આપવામાં આવી નથી
  1. કોલકાતા રેપ અને હત્યા કેસમાં વિરોધ પ્રદર્શન યથાવત
  2. BJP એ 12 કલાકનું બંધ એલાન કર્યું હતું
  3. બંધ એલાન વચ્ચે મમતા સરકારનો જવાબ આવ્યો

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનોએ આજે ​​રાજ્ય સચિવાલય તરફ કૂચ કરી હતી. જોકે, આ દરમિયાન પોલીસે દેખાવકારોને વિખેરવા માટે લાઠીઓ, ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. હવે આ કાર્યવાહીના વિરોધમાં BJP એ બુધવારે 12 કલાક માટે બંગાળ બંધનું એલાન કર્યું છે. જોકે, મમતા બેનર્જી સરકારે આ બંધને મંજૂરી આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.

Advertisement

બંધને મંજૂરી નથી - મમતા સરકાર

પશ્ચિમ બંગાળ સરકારે સામાન્ય લોકોને BJP ના બંધમાં ભાગ ન લેવા વિનંતી કરી છે. CM મમતા બેનર્જીના મુખ્ય સલાહકાર અલાપન બંદોપાધ્યાયે મંગળવારે કહ્યું કે, સરકાર બુધવારે કોઈ પણ બંધને મંજૂરી આપશે નહીં. અમે લોકોને આમાં ભાગ ન લેવાની અપીલ કરીએ છીએ. સામાન્ય જનજીવન પ્રભાવિત ન થાય તે માટે સરકાર તમામ પગલાં લેશે.

Advertisement

આ પણ વાંચો : Champai Soren એ ભાજપમાં જોડાવવાનું કારણ જણાવ્યું, કહ્યું- 'અગાઉ મેં નિવૃત્તિ લેવાનું વિચાર્યું હતું પરંતુ...'

સરકારી કર્મચારીઓને પણ આવતીકાલે રજા નહીં હોય...

BJP ના બંધના એલાનને નકારી કાઢતા, પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું છે કે, બુધવારે રાજ્યમાં પરિવહન સેવાઓ રાબેતા મુજબ ચાલશે અને દુકાનો, બજારો અને અન્ય વ્યવસાયિક સંસ્થાઓને ખુલ્લી રાખવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત, પશ્ચિમ બંગાળ સરકારે એક સૂચના આપી છે કે આવતીકાલે કોઈપણ સરકારી કર્મચારી રજા લઈ શકશે નહીં, દરેકને કાલે ઓફિસે આવવું પડશે.

Advertisement

આ પણ વાંચો : Haryana Election 2024 : દુષ્યંત ચૌટાલા-ચંદ્રશેખર આઝાદ વચ્ચે ગઠબંધન, કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી?

કોઈ રાજકીય પક્ષ બંધનું એલાન ન કરી શકે - ADG

બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા બોલાવવામાં આવેલા બંધને લઈને પશ્ચિમ બંગાળના ADG એ પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે. ADG એ કહ્યું છે કે કોઈપણ રાજકીય પક્ષ બંધનું એલાન ન કરી શકે. BJP દ્વારા બંધનું એલાન એ હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન છે.

આ પણ વાંચો : Kolkata Case : પોલીસે વિરોધીઓ પર લાઠીચાર્જ કર્યો, આવતીકાલે BJP એ બંગાળ બંધનું એલાન કર્યું...

Tags :
Advertisement

.