Malaysia Masters 2024 : પીવી સિંધુએ ફાઇનલમાં જગ્યા બનાવી, સેમિફાઇનલમાં થાઇલેન્ડની ખેલાડીને હરાવી...
ભારતની બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ શનિવારે થાઈલેન્ડની બુસાનન ઓંગબામરુંગફાનને હરાવીને મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન (Malaysia Masters 2024)ની ફાઇનલમાં પહોંચી હતી. પીવી સિંધુ છેલ્લા બે વર્ષમાં એક પણ ટાઇટલ જીતી શકી નથી. સિંધુએ BWF વર્લ્ડ ટૂર સુપર 500 ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં 88 મિનિટ સુધી ચાલેલી મેરેથોન મેચમાં વિશ્વમાં નંબર 20 બુસાનન સામે 13-21, 21-16, 21-12થી જીત મેળવી હતી. આ પહેલા પીવી સિંધુએ વર્ષ 2022 માં સિંગાપુર ઓપન જીતી હતી. તે ગયા વર્ષે મેડ્રિડ સ્પેન માસ્ટર્સમાં રનર-અપ રહી હતી.
ફાઇનલમાં કોની સાથે ટકરાશે સિંધુ?
પીવી સિંધુએ મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન (Malaysia Masters 2024)ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. સિંધુનો ફાઇનલમાં બીજા ક્રમાંકિત ચીનની વાંગ ઝાંગ યી સામે થશે. સિંધુએ વર્લ્ડ રેન્કિંગમાં સાતમા સ્થાને રહેલી ઝાંગ સામે ત્રણ મેચ રમી છે. જેમાંથી પીવી સિંધુએ 2 મેચ જીતી છે જ્યારે વાંગ ઝાંગ યી માત્ર 1 મેચ જીતી શકી છે. સિંધુ આ ટ્રોફી જીતીને પેરિસ ઓલિમ્પિક પહેલા પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. સિંધુ સતત બે ઓલિમ્પિકમાં મેડલ લાવી છે અને આ ભારતીય રમતો માટે ખૂબ જ સારા સમાચાર છે.
Sindhu in FINAL of Malaysia Masters (Super 500) 😍
P.V Sindhu had to fight hard for 13-21, 21-16, 21-12 win over WR 20 Busanan Ongbamrungphan.
In Final, Sindhu will take on WR 7 Wang Zhi Yi of China. #MalaysiaMasters2024 pic.twitter.com/Xlj0oX6FOA
— India_AllSports (@India_AllSports) May 25, 2024
સિઝન પહેલા ઈજામાંથી પરત ફર્યો હતો...
પીવી સિંધુ આ સિઝનની શરૂઆતમાં ઈજામાંથી બહાર આવી છે. સિંધુ છેલ્લી કેટલીક મેચોમાં ખૂબ જ આક્રમક રીતે રમી રહી છે, જેના કારણે તેની રમતને ઘણો ફાયદો થયો છે. પીવી સિંધુની છેલ્લા કેટલાક સમયથી સારી સિઝન રહી ન હતી ત્યારબાદ તેણે પોતાની રમત પર ઘણું કામ કર્યું છે. સિંધુ મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન (Malaysia Masters 2024) ટ્રોફી જીતવાથી માત્ર એક પગલું દૂર છે. જો સિંધુ મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન (Malaysia Masters 2024) જીતવામાં સફળ રહેશે તો તે ઈતિહાસ રચશે.
આ પણ વાંચો : Sara Tendulkar : પિતા સચિનના પગલે ના ચાલી પુત્રી સારા…!
આ પણ વાંચો : Pakistan Squad : T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ટીમનું એલાન, આ સ્ટાર ઓલરાઉન્ડરની બાદબાકી
આ પણ વાંચો : એવું શું થયું કે સોશિયલ મીડિયામાં પાકિસ્તાની ક્રિકેટ ટીમની ઉડવા લાગી મજાક?