Malawi Vice President : માલાવીના વાઇસ પ્રેસિડેન્ટનું વિમાન ગુમ, 9 લોકો હતા સવાર...
માલાવીના વાઇસ પ્રેસિડેન્ટ (Malawi Vice President) સાઉલોસ ચિલિમાને લઈ જતું પ્લેન ગુમ થઈ ગયું છે. આ પ્લેનમાં અન્ય નવ લોકો પણ સવાર હતા. અહેવાલ છે કે વાઇસ પ્રેસિડેન્ટ (Malawi Vice President જે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા તે માલાવી સંરક્ષણ દળનું વિમાન હતું. તેમનું વિમાન સોમવારે વહેલી સવારે રાજધાની લિલોંગવેથી ઉડાન ભર્યા બાદ રડારમાંથી ગાયબ થઈ ગયું હતું. આ માહિતી સામે આવ્યા બાદ માલાવીના રાષ્ટ્રપતિ કાર્યાલયે શોધ અને બચાવ કામગીરીનો આદેશ આપ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાઇસ પ્રેસિડેન્ટનું વિમાન સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગ્યા પછી દેશના ઉત્તરમાં આવેલા મઝુઝુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરવાનું હતું. જો કે, વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો, જેના પગલે બચાવ કામગીરી ચાલી રહી છે. બીજી તરફ આ ઘટનાની જાણ થયા બાદ માલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરાએ બહામાસનો તેમનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું છે કે સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટ થયા બાદ જ લોકોને આ ઘટના વિશે જાણ કરવામાં આવશે.
Sources in the Malawian Government are indicating that the chances of finding anyone alive in the missing military plane carrying Malawi’s Vice President, Dr. Saulos Chilima, are now very slim.
It has also been confirmed that the Vice President’s wife, Mary, was not on the… pic.twitter.com/ZeO8AqT7t4
— Hopewell Chin’ono (@daddyhope) June 10, 2024
વાઇસ પ્રેસિડેન્ટની 2022 માં ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરાઈ હતી...
તમને જણાવી દઈએ કે, વાઇસ પ્રેસિડેન્ટ (Malawi Vice President સાઉલોસ ચિલિમાની 2022 માં ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર સરકારી કોન્ટ્રાક્ટ આપવાના બદલામાં પૈસા લેવાનો આરોપ હતો. જોકે, ગયા મહિને કોર્ટે પુરાવાના અભાવે આરોપો ફગાવી દીધા હતા. રિપોર્ટ અનુસાર તેનું પ્લેન ગાયબ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. માલાવીના માહિતી પ્રધાન મોસેસ કુંકયુએ બીબીસીને જણાવ્યું હતું કે વિમાનને શોધવાના પ્રયાસો ચાલુ છે. કુંકયુએ કહ્યું કે એરપોર્ટ જ્યાં તેઓ ઉતરવાના હતા તે મઝુઝુના ઉત્તર ભાગમાં હતું.
ઈરાનના રાષ્ટ્રપતિનું ગયા મહિને અવસાન થયું હતું...
તમને જણાવી દઈએ કે ગયા મહિને 20 મેના રોજ ઈરાનના રાષ્ટ્રપતિ અને અન્ય અધિકારીઓનું પણ આવી જ એક દુર્ઘટનામાં મોત થયું હતું. હકીકતમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું વિમાન પણ અઝરબૈજાનથી પરત ફરતી વખતે ગાયબ થઈ ગયું હતું. તેમનું હેલિકોપ્ટર વિદેશ મંત્રી હુસેન અમીરાબ્દોલ્લાહિયન, ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર અને અન્ય અધિકારીઓને લઈ જઈ રહ્યું હતું. ઘણા કલાકોના બચાવ અભિયાન બાદ હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો હતો. આ અકસ્માતમાં રાષ્ટ્રપતિ સહિત તમામના મોત થયા હતા.
આ પણ વાંચો : Dinner Diplomacy : માલદીવના રાષ્ટ્રપતિ અને મોદી….!
આ પણ વાંચો : Canada : ટેક ઓફ કરતા જ પ્લેનના એન્જિનમાં લાગી આગ, પાયલટે આ રીતે બચાવ્યા 402 લોકોના જીવ…
આ પણ વાંચો : Israel Rescue Hostages: હમાસના સકંજામાંથી 4 બંધકોને ઈઝરાયેલની સ્પેશિયલ ફોર્સે બચાવ્યા