Nigeria માં મોટી દુર્ઘટના, શાળાની ઈમારત ધરાશાયી, 22 વિદ્યાર્થીઓના મોત અને 100 થી વધુ ઘાયલ...
ઉત્તર-મધ્ય નાઈજીરિયા (Nigeria)માં શુક્રવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક બે માળની શાળાની ઈમારત ધરાશાયી થઇ હતી. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે શાળામાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. આ અકસ્માતમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે 100 થી વધુ વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. કાટમાળ નીચે ફસાયેલા વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ ટુકડીઓ હાજર છે.
ક્લાસમાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે બની ઘટના...
વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પઠારી રાજ્યના બુસા બુજી સમુદાયની સેન્ટ્સ એકેડમી કોલેજમાં પહોંચ્યા હતા. ક્લાસ શરૂ થવાની થોડીક જ વારમાં શાળાની ઈમારત ધરાશાયી થઇ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ આકસ્માતમાં ઘાયલ લોકોમાં ઘણા 15 વર્ષ કે તેનાથી ઓછી ઉમરના બાળકો હતા. પોલીસ પ્રવક્તા આલ્ફ્રેડ આલાબોએ જણાવ્યું હતું કે, કુલ 154 વિદ્યાર્થીઓ ફસાયા હતા, પરંતુ તેમાંથી 132 ને બચાવી લેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા છે.
બચાવકર્મીઓ સ્થળ પર તૈનાત...
નાઈજીરિયા (Nigeria)ની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ તરત જ બચાવ અને આરોગ્ય કર્મચારીઓ તેમજ સુરક્ષા દળોને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા હતા. તાત્કાલિક તબીબી સંભાળ સુનિશ્ચિત કરવા માટે, સરકારે હોસ્પિટલોને દસ્તાવેજો અથવા ચૂકવણી વિનાની સારવારને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપ્યો છે, પ્લેટો સ્ટેટ ઇન્ફર્મેશન કમિશનર મુસા અશોમસે એક નિવેદનમાં જણાવ્યું હતું. રાજ્ય સરકારે આ દુર્ઘટના માટે શાળાના નબળા માળખા અને નદી કિનારે તેનું સ્થાન જવાબદાર ગણાવ્યું હતું.
ઘટના સ્થળે ચીસાચીસ મચી ગઈ હતી...
અકસ્માત બાદ ડઝનેક ગામલોકો શાળા પાસે એકઠા થઈ ગયા હતા. અહીં હાજર લોકોમાં બૂમો પડી રહી હતી, જ્યારે કેટલાક મદદ માગતા જોવા મળ્યા હતા. આ સિવાય બચાવકર્મીઓ કાટમાળની અંદરથી વિદ્યાર્થીઓને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ નાઈજીરિયા (Nigeria)માં ઈમારતો ધરાશાયી થવાની ઘટના સામાન્ય બની ગઈ છે. છેલ્લા બે વર્ષમાં આવી એક ડઝનથી વધુ ઘટનાઓ નોંધાઈ છે. સત્તાવાળાઓ ઘણીવાર આવી આપત્તિઓને બિલ્ડિંગ સલામતીના નિયમોનો અમલ કરવામાં નિષ્ફળતા અને નબળી જાળવણીને દોષ આપે છે.
આ પણ વાંચો : Sukhoi Superjet 100-95LR crash: રશિયામાં વિમાન બન્યું વિનાશકારી દુર્ઘટનાનો ભોગ, જુઓ વિડીયો…
આ પણ વાંચો : Tuscany Mountain News: અહીંયા માત્ર 90 રૂપિયામાં જ ઘર મળે છે, ઈચ્છુક વ્યક્તિ કરો આટલું….
આ પણ વાંચો : Nepal : સવારે ભૂસ્ખલન અને સાંજે સરકારનું રાજીનામું, જાણો પૂરી વિગત