ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jharkhand Election : કોણ છે મહુઆ માંઝી? જેમને JMM એ રાંચીથી બનાવ્યા ઉમેદવાર

ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું રાજકીય પક્ષો વચ્ચે બેઠકનો દોર શરૂ થયો JMM એ અત્યાર સુધીમાં 36 બેઠકો ઉમેદવારો ઉતર્યા ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી (Jharkhand Election)ને લઈને રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષો વચ્ચે બેઠક વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી...
05:09 PM Oct 23, 2024 IST | Dhruv Parmar
  1. ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું
  2. રાજકીય પક્ષો વચ્ચે બેઠકનો દોર શરૂ થયો
  3. JMM એ અત્યાર સુધીમાં 36 બેઠકો ઉમેદવારો ઉતર્યા

ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી (Jharkhand Election)ને લઈને રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષો વચ્ચે બેઠક વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી. દરમિયાન ઝારખંડ મુક્તિ મોરચાએ બુધવારે ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી, જેમાં એક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે.

JMM એ ઝારખંડની રાજધાની રાંચીથી મહુઆ માંઝી (Mahua Maji)ને મેદાનમાં ઉતાર્યા છે. મહુઆ માંઝી (Mahua Maji) રાજ્યસભાના સાંસદ છે, જેમને JMM એ વિધાનસભા ચૂંટણી (Jharkhand Election) લડવાનું નક્કી કર્યું છે. મહાન હિન્દી સાહિત્યકારોમાંના એક મહુઆ માંઝી (Mahua Maji)નું નામ સમાજ સેવાના ક્ષેત્રમાં જાણીતું છે. હેમંત સોરેનના પરિવારમાં તેણીને ખાસ માનવામાં આવે છે.

આ પણ વાંચો : સાચવજો! વધુ એક એરપોર્ટ નિશાના પર, પોલીસે FIR નોંધી

કોણ છે મહુઆ માંઝી?

JMM ના મહુઆ માંઝી (Mahua Maji) રાજ્યસભાના સાંસદ બનનાર પ્રથમ મહિલા સભ્ય છે. તેઓ ઝારખંડ મહિલા આયોગના વડા પણ હતા. આ પહેલા પણ તેમણે 2014-2019 ની વિધાનસભા ચૂંટણી (Jharkhand Election)માં રાંચીથી પોતાનું નસીબ અજમાવ્યું હતું, પરંતુ બંને વખત તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તે લાંબા સમયથી JMM સાથે જોડાયેલી છે.

આ પણ વાંચો : Wayanad : પ્રિયંકા ગાંધીએ પહેલીવાર કોઈ ચૂંટણી માટે નોંધાવી ઉમેદવારી

JMM એ 36 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા...

અગાઉ, ઝારખંડ મુક્તિ મોરચા એ મંગળવારે મોડી રાત્રે 35 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. JMM એ અત્યાર સુધીમાં 36 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. તમને જણાવી દઈએ કે ઝારખંડમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી (Jharkhand Election) યોજાશે. પ્રથમ તબક્કા માટે 13 નવેમ્બરે અને બીજા તબક્કા માટે 20 નવેમ્બરે મતદાન થશે, જ્યારે મતગણતરી 23 નવેમ્બરે થશે.

આ પણ વાંચો : બોમ્બે હાઈકોર્ટે ગેંગસ્ટર છોટા રાજનને આપી મોટી રાહત, આજીવન કેદની સજા નાબૂદ કરી

Tags :
Gujarati NewsIndiaJharkhand Assembly Election 2024Jharkhand assembly pollls 2024Jharkhand election 2024Jharkhand Mukti Morchajharkhand vidhan sabha election 2024JMM candidates listJMM candidates list newsmahua manjhi from ranchiMM Candidate Second ListNationalWho is mahua manjhi
Next Article