Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mahisagar: વરસાદમાં વૃક્ષો હટાવવા મંત્રી કુબેર ડીંડોરે જાતે કુહાડી હાથમાં લીધી

વરસાદમાં વૃક્ષો હટાવવા મંત્રી કુબેર ડીંડોરે જાતે કુહાડી હાથમાં લીધી ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થતા લોકોને ભારે હાલાકી વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ પર અનેક સવાલો Mahisagar: સમગ્ર ગુજરાત સહિત મહીસાગર(Mahisagar) જિલ્લામાં પણ મેઘરાજા (Rains)મન મુકીને વરસી રહ્યા...
mahisagar  વરસાદમાં વૃક્ષો હટાવવા મંત્રી કુબેર ડીંડોરે જાતે કુહાડી હાથમાં લીધી
  1. વરસાદમાં વૃક્ષો હટાવવા મંત્રી કુબેર ડીંડોરે જાતે કુહાડી હાથમાં લીધી
  2. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થતા લોકોને ભારે હાલાકી
  3. વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ પર અનેક સવાલો

Mahisagar: સમગ્ર ગુજરાત સહિત મહીસાગર(Mahisagar) જિલ્લામાં પણ મેઘરાજા (Rains)મન મુકીને વરસી રહ્યા છે અને અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી (Trees fall)થવાની અને ઠેર ઠેર જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહ્યા છે. ત્યારે મહીસાગરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.

Advertisement

ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થતા લોકોને ભારે હાલાકી

ત્યારે વરસાદમાં વૃક્ષો હટાવવા માટે મંત્રી કુબેર ડીંડોરે (Minister Kuber Dindor)જાતે કુહાડી(Axe) હાથમાં લીધી છે અને રસ્તાઓ ખુલ્લા કરવા માટે મંત્રી દ્વારા જાતે મહેનત શરૂ કરવામાં આવી છે. ત્યારે શિક્ષણ મંત્રી દ્વારા પોતાના મત વિસ્તારમાં જ જાતે આ કામગીરી કરતા તંત્રની કામ ન કરવાની પોલ પણ ખુલ્લી ગઈ છે અને વન વિભાગ અને માર્ગ અને મકાન વિભાગ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

આ પણ  વાંચો -Gujarat Rain : રાજ્યમાં આફતનો વરસાદ, ચોમાસાએ લીધો 99 નો ભોગ...

Advertisement

બાલાસિનોરમાં 10 ઈંચ વરસાદને લઈ પાણી પાણી

ઉલ્લેખનીય છે કે મહિસાગરના બાલાસિનોરમાં 10 ઈંચ વરસાદને લઈ સમગ્ર વિસ્તાર પાણી પાણી થયો છે અને પાણી ભરાતા વણાકબોરી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ત્યારે શેઢી નદી બેકાંઠે થતાં બાલાસિનોર વણાકબોરી જવાનો રસ્તો પણ બંધ થયો છે.

આ પણ  વાંચો -Gujarat: રાજ્યમાં તોફાની મેઘરાજાએ સર્જી તબાહી, જાણો ક્યાં કેટલો વરસ્યો મેઘો

Advertisement

5 ગામોમાં મકાન ધરાશાયી તો 45 જેટલા વૃક્ષો ધરાશાયી થયા

ત્યારે મહીસાગર(Mahisagar) જિલ્લામાં વધુ 5 મકાનની દીવાલ ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે. વિરપુરના ગ્રામ્ય વિસ્તારોમાં મકાનો અને વૃક્ષો ધરાશાયી થયા છે. 5 ગામોમાં મકાન ધરાશાયી તો 45 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે. હાલમાં JCB અને અન્ય મશીનરીની મદદ લઈને વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પણ  વાંચો -Surendranagar: આંખના પલકારે પુલ થયો ધરાશાયી, ચોટીલા તાલુકાના અનેક ગામો સંપર્ક વિહાણા

દિવાલ ધરાશાયી થતાં 2 લોકોના મોત થયા

તમને જણાવી દઈએ કે મહીસાગર(Mahisagar)માં અગાઉ દિવાલ ધરાશાયી થતાં 2 લોકોના મોત થયા હતા. કાચા મકાનની દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા. લુણાવાડાના બામણવાડ ગામે દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી અને દિવાલ પડતા કાટમાટ નીચે દટાતા દંપતિનું મોત થયું હતું.

Tags :
Advertisement

.