ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mahavir Phogat : વિનેશ ફોગાટની નિવૃત્તિની જાહેરાત પર મહાવીર ફોગાટે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું...

વિનેશ ફોગાતે જાહેર કરી નિવૃત્તિ નિવૃત્તિ અંગે મહાવીર ફોગાટનું આવ્યું નિવેદન હરિયાણા સરકાર કરશે સન્માન વિનેશ ફોગાટને વધુ વજનના કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી, ત્યારબાદ વિનેશે આજે વહેલી સવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિનેશે તેના સોશિયલ મીડિયા...
11:54 AM Aug 08, 2024 IST | Dhruv Parmar
  1. વિનેશ ફોગાતે જાહેર કરી નિવૃત્તિ
  2. નિવૃત્તિ અંગે મહાવીર ફોગાટનું આવ્યું નિવેદન
  3. હરિયાણા સરકાર કરશે સન્માન

વિનેશ ફોગાટને વધુ વજનના કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી, ત્યારબાદ વિનેશે આજે વહેલી સવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિનેશે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ લખીને આ માહિતી આપી હતી. જેના પર લોકો તેમને આવું ન કરવાની સલાહ આપી રહ્યા છે. આ મુદ્દે વિનેશના કાકા મહાવીર ફોગાટ (Mahavir Singh Phogat)નું નિવેદન સામે આવ્યું છે.

'તેને સમજાવશે કે હજુ ઓલિમ્પિક બાકી છે'

મહાવીર ફોગાટે (Mahavir Singh Phogat) કહ્યું કે વિનેશના પતિ, બહેનો અને હું, જ્યારે તે આવશે ત્યારે તેને થોડા દિવસો પછી સમજાવીશું કે હજુ એક ઓલિમ્પિક બાકી છે જે તે રમી શકે છે. તેને ગોલ્ડ જીતવાનું સપનું જે આ ઓલિમ્પકમાં રહી ગયું હતું તેના માટે ફરી તૈયારી કરવી જોઈએ...

'આ પહેલા પણ ઓલિમ્પિકમાં આવું બન્યું છે'

વિનેશ ફોગાટના તાજેતરના કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટમાં જવાના નિર્ણય પર મહાવીર ફોગાટે (Mahavir Singh Phogat) કહ્યું કે આ પહેલા ઓલિમ્પિકમાં પણ ખેલાડીને મેડલ આપવામાં આવ્યો હતો. અમે આશા રાખીએ છીએ કે વિનેશને સિલ્વર મળે. તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટે ગોલ્ડ મેડલ માટે લડવાની પરવાનગી માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી છે. જો પરવાનગી મળે તો સિલ્વર મેડલ એનાયત કરવા વિનંતી કરી છે. CAS નો વચગાળાનો નિર્ણય આજે ગુરુવારે આવશે.

આ પણ વાંચો : Vinesh Phogat ની સન્યાસ પર સાક્ષી મલિકે આપી પ્રથમ પ્રતિક્રિયા,જાણો શું કહ્યું

વિપક્ષને આ જવાબ આપ્યો...

મહાવીર ફોગાટે (Mahavir Singh Phogat) વિપક્ષ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, વિપક્ષ આ મામલે કહી રહ્યો છે કે ષડયંત્ર કરવામાં આવ્યું છે. તેના પર તેમણે કહ્યું કે વિપક્ષના નેતાઓને ખબર નથી કે તેણીને કેમ ગેરલાયક ઠેરવવામાં આવી અને તેઓ આ બધું પોતાના સ્વાર્થ માટે કરી રહ્યા છે. આ સિવાય નાયબ સિંહ સૈનીની જાહેરાત પર મહાવીર ફોગાટે (Mahavir Singh Phogat) કહ્યું કે અમે તેમના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. આનાથી અન્ય ખેલાડીઓનું મનોબળ પણ વધશે. ઉલ્લેખનીય છે કે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ આજે ​​સવારે જાહેરાત કરી હતી કે હરિયાણા સરકાર વિનેશને ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા બનવા બદલ ઈનામ, સન્માન અને અન્ય સુવિધાઓ આપશે.

આ પણ વાંચો : Vinesh Phogat નામે છે આ રેકોર્ડ,વિવાદો સાથે રહી ચર્ચામાં

હરિયાણા સરકાર કરશે સન્માન...

હરિયાણાની કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024 માંથી બહાર થયા બાદ નિવૃત્તિ લઈ લીધી છે. વિનેશે X (અગાઉ ટ્વિટર) પર આની જાહેરાત કરી હતી. આ સાથે જ હરિયાણા સરકારે વિનેશનું સન્માન કરવાનો નિર્ણય લીધો છે. CM નાયબ સૈનીએ વિનેશને 1.5 કરોડ રૂપિયાથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. વિનેશ ફોગાટ પોતાના વજનની કેટગરી કરતા વધુ વજન હોવાથી બહાર થઈ ગઈ છે પરંતુ આ સ્થિતિમાં હવે તેણે ઓલિમ્પિકમાં જે જુસ્સો બતાવ્યો તેની ચારે તરફ ચર્ચાઓ થઈ રહી છે.

આ પણ વાંચો : Vinesh Phogat એ કુસ્તીને કહ્યું અલવિદા,માતાને કહેલા શબ્દો વાંચી હૈયું ભરાઈ જશે

Tags :
2024 Paris OlympicsHaryanaHaryana Newsmahavir phogatparis olampicsSportsVinesh Phogat
Next Article