ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Maharashtra: MVAમાં બેઠક વહેંચણીને લઇને ક્યાં ફસાયો છે પેચ? ઠાકરેએ બોલાવી બેઠક

સીટોની વહેંચણીને કોંગ્રેસ અને ઠાકરે વચ્ચે વિવાદ કર્યો ઉદ્ધવ ઠાકરેએ નેતાઓ સાથે બેઠક કરી આદિત્ય ઠાકરે શરદ પવારને મળવા જોડાયા હતા Maharashtra: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ( Maharashtra Assembly Election)થવાની છે. 20 નવેમ્બરે મતદાન છે જ્યારે 23 નવેમ્બરે પરિણામ જાહેર...
05:45 PM Oct 20, 2024 IST | Hiren Dave
MVA Seat Sharing

Maharashtra: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ( Maharashtra Assembly Election)થવાની છે. 20 નવેમ્બરે મતદાન છે જ્યારે 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે. તેવામાં રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓને લઇને કમર કસવામાં આવી છે.બીજેપીએ તો 99 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી પરંતુ મહાવિકાસ અઘાડી હજી સુધી બેઠકોની જાહેરાત કરી શકી નથી. ત્યારે બેઠકોને લઇને ક્યાં પેચ ફસાયો છે. તે વિશે જાણીએ.

મહાવિકાસ અઘાડી ક્યારે કરશે જાહેરાત ?

મહારાષ્ટ્રમાં એક મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ હજુ સુધી મહા વિકાસ અઘાડીની બેઠકોની વહેંચણી થઈ નથી. સીટોની વહેંચણીને લઈને તેઓ એકબીજાની વચ્ચે ટકરાયા છે. વિદર્ભમાં કેટલીક બેઠકો પર શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર ચાલી રહી છે. આ બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ સર્જાયો હતો. આ પછી શિવસેના ઠાકરે જૂથની ઈમરજન્સી બેઠક યોજાઈ રહી છે. ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રી પર ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ દરમિયાન આદિત્ય ઠાકરે શરદ પવારને મળવા પહોંચ્યા હતા.

કોંગ્રેસ અને ઠાકરે જૂથ વચ્ચે વિવાદ ?

મહત્વનું છે કે કોંગ્રેસ અને ઠાકરે જૂથ વચ્ચેનો વિવાદ ઉકેલાઈ રહ્યો નથી. સીટોની વહેંચણીને લઈને શિવસેના ઠાકરે જૂથ અને કોંગ્રેસ વચ્ચેના વિવાદે જોર પકડ્યું છે. આવી સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના મહત્વના નેતાઓ સાથે બેઠક બોલાવી છે. જેને લઇને સંજય રાઉત, વિનાયક રાઉત, અરવિંદ સાવંત, સુભાષ દેસાઈ અને વૈભવ નાઈક બેઠક માટે માતોશ્રી પહોંચ્યા છે. મિલિંદ નાર્વેકર, રાજન વિખરે માતોશ્રી પર મીટીંગ માટે પ્રવેશ્યા હતા.

આ પણ  વાંચો -Mukesh Ambaniએ કર્યા બદ્રીનાથ-કેદારનાથ દાદાના દર્શન,આપ્યું અધધ દાન

આ 12 બેઠકો MVAમાં વિવાદનું કારણ બની છે

  1.  આર્મોરી - કૃષ્ણા ગજબે, ભાજપના ધારાસભ્ય
  2. ગઢચિરોલી- દેવરલ હોળી, ભાજપના ધારાસભ્ય
  3. ગોંદિયા – વિનોદ અગ્રવાલ, ધારાસભ્ય અપક્ષ
  4. ભંડારા – અપક્ષ ધારાસભ્ય નરેન્દ્ર બોંડેકર
  5. ચિમુર – કીર્તિકુમાર ભંગારિયા, ભાજપના ધારાસભ્ય
  6.  બલ્લારપુર-સુધીર મુનગંટીવાર, બીજેપી ધારાસભ્ય
  7. ચંદ્રપુર - કિશોર જોર્ગેવાર, અપક્ષ ધારાસભ્ય
  8. રામટેક - આશિષ જયસ્વાલ, અપક્ષ ધારાસભ્ય (શિવસેના શિંદે જૂથને ટેકો આપનાર)
  9. કામઠી - ટેકચંદ સાવરકર, ભાજપના ધારાસભ્ય
  10.  દક્ષિણ નાગપુર - મોહન માતે, બીજેપી ધારાસભ્ય
  11. અહેરી - ધર્મરાવ બાબા આત્રામ, NCP અજિત પવાર જૂથના ધારાસભ્ય
  12. ભદ્રાવતી - કોંગ્રેસના ધારાસભ્ય પ્રતિભા ધાનોરકર પરંતુ હાલમાં લોકસભામાં સાંસદ છે

આ પણ  વાંચો -Maharashtra: ભાજપે 99 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોણ ક્યાંથી લડશે?

ઠાકરે જૂથેએ  ઉમેદવારી લગભગ નક્કી કરી લીધી છે.

કોંગ્રેસ પાર્ટી આ 12 બેઠકો પર માત્ર દાવો જ નથી કરી રહી, પરંતુ નાસિક પશ્ચિમ બેઠક પર પણ ચૂંટણી લડવાનો આગ્રહ કરી રહી છે, જ્યાં શિવસેના ઠાકરે જૂથે સુધાકર બડગુજરની ઉમેદવારી લગભગ નક્કી કરી લીધી છે. ટ્રાઇડેન્ટ હોટેલ ખાતેની બેઠકમાં, જ્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ નાસિક પશ્ચિમ બેઠક પર દાવો રજૂ કર્યો, ત્યારે શિવસેના યુબીટી રાજ્યસભાના સાંસદ સંજય રાઉત ઉભા થયા અને વોકઆઉટ કરી ગયા. શિવસેના ઠાકરે જૂથે પોતાના ધારાસભ્યોની તાત્કાલિક બેઠક બોલાવી છે. એવું લાગે છે કે જો શિવસેના, યુબીટી અને કોંગ્રેસ વચ્ચેની તકરાર વધતી રહેશે તો એમવીએમાં સીટ વહેંચણીનો મુદ્દો સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલાશે નહીં.

Tags :
aditya thackerayCongressMaharashtra Assembly ElectionMaharashtra Assembly Polls 2024MVA Seat SharingMVA Seat Sharing DisputeNana PatoleRuckus in MVA over Seat SharingSharad PawarShiv Sena-UBTVidarbha Region
Next Article