Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra Assembly Election: ઠાકરે સાથે ભાજપના દિગ્ગજની ગુપચુપ મુલાકાતથી MVAમાં હડકંપ

મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની કથિત મુલાકાત કરી ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસથી નારાજ Maharashtra: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની(Maharashtra) તારીખ નજીક આવતા જ શિવસેના યુબીટીની વડા ઉદ્ધવ ઠાકરે અને ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસે નવો જ ખેલ શરૂ...
maharashtra assembly election  ઠાકરે સાથે ભાજપના દિગ્ગજની ગુપચુપ મુલાકાતથી mvaમાં હડકંપ
Advertisement
  • મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી
  • ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની કથિત મુલાકાત કરી
  • ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસથી નારાજ

Maharashtra: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની(Maharashtra) તારીખ નજીક આવતા જ શિવસેના યુબીટીની વડા ઉદ્ધવ ઠાકરે અને ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસે નવો જ ખેલ શરૂ કરી દીધો હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત થઈ છે. આ મુલાકાત કયા કારણોસર થઈ તેના અહેવાલો સામે આવ્યા નથી, પરંતુ આ વાત સામે આવ્યા બાદ રાજ્યના રાજકારણ નવાજૂની થવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

ઉદ્ધવ-ફડણવીસ વચ્ચે મુલાકાત એટલે ‘પ્લાન બી’ ?

મળતા અહેવાલો મુજબ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) દ્વારા બેઠકનો પ્રસ્તાવ રખાયો હતો, જેમાં બંને નેતાઓ વચ્ચે મુલાકાત વખતે કેટલીક ચર્ચાઓ થઈ છે. જોકે બંને નેતાઓ વચ્ચે શું ચર્ચા થઈ તેની વિગતો સામે આવી નથી. એવું કહેવાય છે કે, બંને નેતાઓ વચ્ચે રાજકીય વાતચીત થઈ છે, જોકે મામલો આગળ વધી શક્યો નથી. મહાવિકાસ અઘાડી (Maha Vikas Aghadi)ના સાથી પક્ષ કોંગ્રેસ (Congress) અને શિવસેના યુબીટી (Shiv Sena UBT) વચ્ચે બેઠક વહેંચણી મુદ્દે મતભેદ ચાલી રહ્યો છે. તેથી જ ઉદ્ધવ અને દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ની મુલાકાતને ઉદ્ધવનો ‘બી પ્લાન’ હોઈ શકે છે.

Advertisement

આ પણ  વાંચો -Maharashtra: ગઢચિરોલીમાં પોલીસને મળી સફળતા,અથડામણમાં 4 નક્સલીઓ ઠાર

Advertisement

ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસથી નારાજ ?

ઉલ્લેખનીય છે કે, એકતરફ ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીની મહાયુતિ ગઠબંધને ઉમેદવારોના નામ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, તો બીજીતરફ ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી, કોંગ્રેસ અને શરદ પવારની એનસીપીના મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનમાં બેઠકોની વહેંચણી મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ભાજપે તાજેતરમાં જ 99 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જ્યારે એમવીએ દ્વારા હજુ સુધી એકપણ ઉમેદવારના નામ જાહેર કરાયા નથી. શિવસેના યુબીટી અને કોંગ્રેસ વચ્ચે ઘણા સમયથી મતભેદ ચાલી રહ્યો છે, જેના કારણે ઠાકરે નારાજ થાય હોવાનું કહેવાય છે. આ મતભેદ વચ્ચે ઠાકરેએ ફડણવીસ સાથે મુલાકાત કરતા રાજ્યમાં આગામી સમયમાં નવાજૂની થવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

Tags :
Advertisement

Trending News

.

×