Maharashtra Political news : ફરી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું, રાજ ઠાકરેએ CM શિંદે સાથે કરી મુલાકાત
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે આજે મુખ્યમંત્રી એકનાથ શિંદેની તેમના સરકારી નિવાસસ્થાન વર્ષા પર મુલાકાત કરી... આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે રાજ્યના રાજકારણમાં વિવિધ પ્રકારની ચર્ચાઓનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે. શુક્રવારે જ સંજય રાઉતે કહ્યું હતું કે, રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેને સાથે આવવા માટે કોઈ મધ્યસ્થીની જરૂર નથી. બંને માત્ર એક કોલ જ દૂર છે, બંને ભાઈઓ છે. રાજ ઠાકરે સાથે મારા ઘણા સારા સંબંધો છે.
મહારાષ્ટ્રનાં રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી છે
દરમિયાન રાજ ઠાકરે અને શિંદે વચ્ચેની મુલાકાતની વાતો વાયુવેગે ફેલાતા સમગ્ર મહારાષ્ટ્રનાં રાજકારણમાં ચર્ચાઓની બજાર ગરમ થઈ ગયું છે. રાજ ઠાકરે મહારાષ્ટ્રના રાજકારણમાં અવારનવાર ચર્ચાઓમાં રહે છે. તાજેતરમાં મહારાષ્ટ્રનાં રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી છે અને આવતા વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે તેમજ BMC ચૂંટણીની તારીખ પણ હજુ સુધી જાહેર કરાઈ નથી. આવી સ્થિતિમાં બંને નેતાઓની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ગઠબંધનની અટકળો
રાજ્યમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ગઠબંધનની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ઉલ્લેખનિય છે કે, ગુરુવારે મનસે નેતા અભિજીત પાનસેએ શિવસેના (UBT) નેતા સંજય રાઉત સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે રાજકીય ગઠબંધનની ચર્ચાઓએ જોર પકડ્યું છે... સંજય રાઉતને ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ માનવામાં આવે છે અને તેઓ રાજ્યસભાના સાંસદ છે.
સંજય રાઉતે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વિશે શું કહ્યું ?
આ મુલાકાત બાદ અને અટકળો વચ્ચે સંજય રાઉતે મહત્વની પ્રતિક્રિયા આપી છે. તેમની પ્રતિક્રિયા સામે આવ્યા બાદ ગઠબંધનની ચર્ચાઓને વધુ વેગ મળી ગયો છે. રાઉતે જણાવ્યું કે, ઉદ્ધવ અને રાજ બંને ભાઈઓ છે. આવી સ્થિતિમાં જો બંને વચ્ચે કોઈ વાતચીત કરવી હોય તો કોઈની મધ્યસ્થીની જરૂર નથી.. મીટિંગ દરમિયાન MNS નેતા અભિજીત ગઠબંધનનો કોઈ પ્રસ્તાવ લાવ્યા હતા કે કેમ તે પ્રશ્નના જવાબમાં સંજય રાઉતે કહ્યું કે આવી કોઈ દરખાસ્ત નથી.
આપણ વાંચો -CM યોગીના ગઢમાં PM મોદીનો રોડ શો, રસ્તાઓ પર ભારે ભીડ