ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Maharashtra : BJP ની મોટી કાર્યવાહી, 40 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા...

મહારાષ્ટ્રમાં BJP ની એક મોટી કાર્યવાહી 40 બળવાખોરો સામે કરી કાર્યવાહી ઉદ્ધવ ઠાકરેએ પણ બળવાખોરો સામે કાર્યવાહી મહારાષ્ટ્ર (Maharashtra )માં BJP ની એક મોટી કાર્યવાહી સામે આવી છે. ભાજપે 37 બેઠકો પર બળવો કરનાર 40 બળવાખોરો સામે કાર્યવાહી કરી...
09:01 AM Nov 06, 2024 IST | Dhruv Parmar
  1. મહારાષ્ટ્રમાં BJP ની એક મોટી કાર્યવાહી
  2. 40 બળવાખોરો સામે કરી કાર્યવાહી
  3. ઉદ્ધવ ઠાકરેએ પણ બળવાખોરો સામે કાર્યવાહી

મહારાષ્ટ્ર (Maharashtra )માં BJP ની એક મોટી કાર્યવાહી સામે આવી છે. ભાજપે 37 બેઠકો પર બળવો કરનાર 40 બળવાખોરો સામે કાર્યવાહી કરી છે. ભાજપે આ બળવાખોરોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.

ઉદ્ધવ ઠાકરેએ પણ બળવાખોરો સામે કાર્યવાહી...

અગાઉ ઉદ્ધવ ઠાકરેએ પણ શિવસેના-UBT બળવાખોરો સામે કાર્યવાહી કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને કારણે 5 નેતાઓની હકાલપટ્ટી કરી હતી, જેમાં ભિવંડીના ભૂતપૂર્વ ધારાસભ્ય રૂપેશ મ્હાત્રે, વિશ્વાસ નાંદેકર, ચંદ્રકાંત ઘુગુલ, સંજય અવારી અને પ્રસાદ ઠાકરેનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે. તમામ પક્ષો બળવાખોરો પ્રત્યે કડક વલણ અપનાવી રહ્યા છે. જેમ જેમ મહારાષ્ટ્ર (Maharashtra ) વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ નેતાઓના બળવાખોર અવાજો પણ ગૂંજી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહાયુતિના નેતાઓને સૂચના આપી હતી કે કોઈ બળવાખોર ચૂંટણી લડે નહીં, જ્યારે હવે મહા વિકાસ અઘાડીના સાથી શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ પણ બળવાખોરોને ચેતવણી આપી હતી.

આ પણ વાંચો : યુદ્ધ વચ્ચે Israel ના PM Benjamin Netanyahu એ લીધો એવો નિર્ણય કે બધા ચોંકી ગયા...

જાણો કયા પક્ષે સૌથી વધુ ઉમેદવારો ઉભા રાખ્યા?

મહારાષ્ટ્ર (Maharashtra )માં 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન છે. આ બેઠકોના પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. આ વખતે ભાજપે સૌથી વધુ ઉમેદવારો ઉભા રાખ્યા છે. બીજા ક્રમે કોંગ્રેસ અને પછી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના છે. CM એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના ચોથા સ્થાને છે અને છેલ્લે, નાયબ CM અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી છઠ્ઠા સ્થાને છે.

આ પણ વાંચો : US Results 2024 : 40 વર્ષમાં જેની આગાહી ખોટી નથી પડી તે શું માને છે...?

મહારાષ્ટ્રમાં વિધાનસભાની કેટલી બેઠકો છે?

મહારાષ્ટ્ર (Maharashtra )માં કુલ 288 વિધાનસભા બેઠકો છે, જેમાંથી બહુમત માટે 145 બેઠકો જરૂરી છે. 2019 ની ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, NCP ને 54, કોંગ્રેસને 44 અને અન્યને 29 બેઠકો મળી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં 9 કરોડ 63 લાખ મતદારો હશે. અહીં 5 કરોડ પુરૂષ મતદારો છે. અહીં એક લાખ પોલિંગ બૂથ પર મતદાન થશે. મહારાષ્ટ્રમાં દરેક બૂથ પર લગભગ 960 મતદારો હશે. મુંબઈમાં પોલિંગ બૂથ વધારવામાં આવ્યા છે.

આ પણ વાંચો : US Results : શરુઆતના ટ્રેન્ડમાં ટ્રમ્પ આગળ,પરિણામોના સર્વેએ વધારી ઉત્સુક્તા

Tags :
BJPGujarati NewsIndiaMaharashtraMaharashtra Assembly ElectionsMaharashtra BJPNational
Next Article