Maharashtra Election: ભાજપના રાષ્ટ્રીય મહાસચિવની સામે EC એ દાખલ કરી FIR
- ભાજપના રાષ્ટ્રીય મહાસચિવની સામે ECએ દાખલ કરીFIR
- ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ
- બહુજન વિકાસ આઘાડી એ તાવડેને પાલઘરની એક હોટલમાં ઘેરી લીધા
Maharashtra Election:મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી(Maharashtra Election )ના મતદાન પહેલા ભાજપના મહાસચિવ વિનોદ તાવડે (Vinod Tawde)પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તાવડે પર પૈસાની વહેંચણી કરવાનો આરોપ છે. આ મામલે ચૂંટણી પંચે તેમની વિરુદ્ધ FIR દાખલ કરી છે.
ભાજપના મહાસચિવ સામે ગંભીર આરોપો
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા ભાજપના મહાસચિવ વિનોદ તાવડે પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેમના પર પૈસાની વહેંચણી કરવાનો આરોપ છે. આ મામલે ચૂંટણી પંચે તેમની વિરુદ્ધ FIR દાખલ કરી છે. કથિત રીતે પૈસાની વહેંચણીની આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તાવડે અને સ્થાનિક નેતા રાજન નાઈક હોટલ પહોંચ્યા હતા. આ દરમિયાન બહુજન વિકાસ આઘાડીના કાર્યકરોએ તેમને ઘેરી લીધા હતા. બંને પક્ષના કાર્યકરો વચ્ચે ભારે હોબાળો થયો હતો. રાજન નાઈક વિરાર બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. તેમની સામે બહુજન વિકાસ આઘાડીએ ક્ષિતિજ ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે.
No proof of #VinodTawde with ₹5cr bag, giving money, or distributing cash in hotels/cars. He was in Nallasopara for a meeting. MVA, BVA, & Uddhav Sena, fearing defeat, plotted to malign him & BJP. pic.twitter.com/E3YiW3BXqf
— Anusha (@Anusha_135) November 19, 2024
વિપક્ષના તીખા પ્રહાર
ક્ષિતિજ ઠાકુરે આરોપ લગાવ્યો કે ભાજપના મહાસચિવ વિનોદ તાવડે 5 કરોડ રૂપિયા લાવ્યા. તે જ સમયે, વસઈ-વિરારના ધારાસભ્ય હિતેન્દ્ર ઠાકુરે આરોપ લગાવ્યો કે 5 કરોડ રૂપિયા વહેંચવામાં આવી રહ્યા છે. મને ડાયરીઓ મળી છે. લેપટોપ છે. ક્યાં અને શું વિતરણ કરવામાં આવ્યું છે તેની સંપૂર્ણ માહિતી છે. વિનોદ તાવડેની પ્રતિક્રિયા પણ તેમના પર લાગેલા આરોપોને લઈને આવી છે. તેમનું કહેવું છે કે પૈસાની વહેંચણીનો આરોપ પાયાવિહોણો છે. ચૂંટણી પંચે આ મામલે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.
આ પણ વાંચો -BJPના મહાસચિવ વિનોદ તાવડે પર ગંભીર આરોપ, હોટલમાં ઘેરી લેવાયા
ચૂંટણી પંચ શાસક પક્ષ સામે પગલાં લેતાં ડરે છે
આ મામલાને લઈને મહારાષ્ટ્રનું રાજકીય તાપમાન ઉંચુ થઈ ગયું છે. વિપક્ષ ભાજપ પર પ્રહારો કરી રહ્યો છે. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો ખેલ ખતમ થઈ ગયો છે. ઠાકુરે એ કામ કર્યું છે જે ચૂંટણી પંચે કરવાનું હતું. ચૂંટણી પંચ અમારી બેગ તપાસે છે પરંતુ શાસક પક્ષ સામે પગલાં લેતા ડરે છે.
આ પણ વાંચો -Etawah : પોતાના જ દત્તક પુત્ર સાથે આડા સંબંધ અને ખેલાયો ખૂની ખેલ..
વિનોદ તાવડેની સ્પષ્ટતા
આ સમગ્ર મામલે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે કહે છે કે, નાલાસોપારાના ધારાસભ્યોની બેઠક ચાલી રહી હતી. મતદાનના દિવસની આદર્શ આચારસંહિતા, વોટિંગ મશીન કેવી રીતે સીલ કરવામાં આવશે અને જો કોઈ વાંધો ઉઠાવવો હોય તો શું કરવું. તે વિશે હું તેમને જાણ કરવા આવ્યો હતો. બહુજન વિકાસ આઘાડીના કાર્યકરો અપ્પા ઠાકુર અને ક્ષિતિજને લાગ્યું કે અમે પૈસા વહેંચી રહ્યા છીએ. ચૂંટણી પંચ અને પોલીસે આ મામલે તપાસ કરવી જોઈએ. સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવી જોઈએ. હું 40 વર્ષથી પાર્ટીમાં છું. અપ્પા ઠાકુર અને ક્ષિતિજ મને ઓળખે છે, આખી પાર્ટી મને ઓળખે છે. તેમ છતાં હું માનું છું કે ચૂંટણી પંચે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.