Maharashtra : શિવાજી મહારાજની પ્રતિમા ધ્વસ્ત, 8 મહિના પહેલા PM મોદીએ કર્યું હતું અનાવરણ
- PM મોદીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં અનાવરણ કર્યું હતું
- આ પ્રતિમા સિંધુદુર્ગ જિલ્લામાં સ્થાપિત કરવામાં આવી હતી
- ખરાબ હવામાનને કારણે પ્રતિમા તૂટી પડવાનો મામલો
મહારાષ્ટ્ર (Maharashtra)ના સિંધુદુર્ગ જિલ્લામાં સોમવારે મરાઠા યોદ્ધા રાજા છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા અચાનક તૂટી પડી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિશાળ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે માલવણના રાજકોટ કિલ્લામાં સ્થાપિત શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા આજે બપોરે 1 વાગે પડી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સિંધુદુર્ગના રાજકોટ કિલ્લામાં સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા પડી ગઈ છે. હાલ પ્રતિમા પડવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે સિંધુદુર્ગ જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી ભારે વરસાદ અને ભારે પવન હતો. જેના કારણે વિશાળ પ્રતિમા પડી જવાની આશંકા છે. શિવાજી મહારાજની પ્રતિમાના પતન બાદ વિરોધ પક્ષોના નેતાઓએ કેન્દ્રની નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકાર તેમજ મહારાષ્ટ્ર (Maharashtra)ની મહાયુતિ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. વિરોધ પક્ષોએ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.
નોંધનીય છે કે આ પ્રતિમાનું અનાવરણ PM મોદીએ ગયા વર્ષે 4 ડિસેમ્બરે કિલ્લા પર નૌકાદળ દિવસની ઉજવણીના ભાગરૂપે કર્યું હતું.
વિપક્ષે સરકાર પર સવાલો ઉઠાવ્યા...
વિપક્ષે શિવાજી મહારાજની પ્રતિમા તોડી પાડવાને લઈને રાજ્ય સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. એનસીપીના શરદ પવાર જૂથના પ્રદેશ પ્રમુખ અને ભૂતપૂર્વ પ્રધાન જયંત પાટીલે કહ્યું કે પ્રતિમાના પતન માટે રાજ્ય સરકાર જવાબદાર છે કારણ કે તેણે પ્રતિમાની યોગ્ય કાળજી લીધી ન હતી. સરકારે કામની ગુણવત્તા પર ઓછું ધ્યાન આપ્યું.
આ પણ વાંચો : Rajasthan Rail : વંદે ભારત ટ્રેનને પાટા પરથી ઉતારવાનું ષડયંત્ર, રેલ્વે ટ્રેક પર સિમેન્ટ બ્લોક મૂકવામાં આવ્યો
સરકારે તપાસ કરવા જણાવ્યું હતું...
શિવસેના (UBT)ના ધારાસભ્ય વૈભવ નાઈકે કહ્યું કે, પ્રતિમાના નિર્માણ અને ઇન્સ્ટોલેશન માટે જવાબદાર લોકોની તપાસ થવી જોઈએ. મહારાષ્ટ્ર (Maharashtra)ના મંત્રી દીપક કેસરકરે કહ્યું કે, ઘટના અંગે સંપૂર્ણ માહિતી નથી. જોકે, PWD મંત્રી રવિન્દ્ર ચવ્હાણ, જેઓ સિંધુદુર્ગ જિલ્લાના પાલક મંત્રી પણ છે, તેમણે કહ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો : Cloud Burst : Jammu and Kashmir માં વાદળ ફાટ્યું, બે બાળકો સાથે માતા તણાઈ, Video Viral