ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષે કાર્યકર પાસેથી પગ ધોવડાવ્યા, BJP એ કર્યા પ્રહાર, Video Viral

મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નાના પટોલેનો એક વીડિયો વાયરલ (Video Viral) થઇ રહ્યો છે, જેમાં કોંગ્રેસ નેતા પાર્ટી કાર્યકર દ્વારા પાણીથી પોતાના પગ સાફ કરાવતા જોવા મળી રહ્યા છે. જણાવવામાં...
04:48 PM Jun 18, 2024 IST | Dhruv Parmar

મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નાના પટોલેનો એક વીડિયો વાયરલ (Video Viral) થઇ રહ્યો છે, જેમાં કોંગ્રેસ નેતા પાર્ટી કાર્યકર દ્વારા પાણીથી પોતાના પગ સાફ કરાવતા જોવા મળી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના વાડેગાંવમાં નાના પટોલેનો પગ કાદવમાં ફસાઈ ગયો હતો. આ પછી કાર્યકરે પાણીથી તેમના પગ ધોયા હતા.

કાર્યકરે કારમાં બેઠેલા પટોલેના પગ ધોયા...

વીડિયોમાં જોઈએ શકાય છે કે નાના પટોલે પોતાની કારમાં બેઠા છે અને કાર્યકર તેમના પગ ધોતા જોવા મળી રહ્યા છે. વીડિયો વાયરલ (Video Viral) થયા બાદ નાના પટોલે ભાજપ અને સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર આવી ગયા છે. મહારાષ્ટ્ર ભાજપે કોંગ્રેસના નેતા નાના પટોલેનો વીડિયો ઈન્સ્ટા પર શેર કર્યો છે. BJP એ ટ્વિટર પર લખ્યું, 'કોંગ્રેસ હંમેશા લોકોને પોતાના પગ નીચેની ધૂળ ગણી છે. જ્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેનો પગ કાદવમાં ફસાઈ ગયો તો તેમણે એક કાર્યકરને પગ ધોવા માટે કહ્યું. જો સત્તા તેમના હાથમાં જશે તો ગરીબોની આ હાલત થશે... આ વીડિયો તેની સાબિતી છે.

નાના પટોલેના વિવાસસ્પદ શબ્દો...

તમને જણાવી દઈએ કે, આ પહેલા નાના પટોલેએ ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ CM પોતાને સંત કહે છે અને ભગવા વસ્ત્રો પહેરે છે. જ્યારે રાવણ સીતાજીને ચોરવા આવ્યો ત્યારે તે પણ ભગવા વસ્ત્રો પહેરીને આવ્યો હતો. ભગવો પહેરીને ખોટી નીતિઓને સમર્થન આપવું ખોટું છે. આ સિવાય નાના પટોલેએ રામ મંદિરને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. નાના પટોલેએ લોકસભા ચૂંટણી વખતે કહ્યું હતું કે, જો કેન્દ્રમાં અમારી સરકાર આવશે તો રામ મંદિરનું શુદ્ધિકરણ થશે. ચાર શંકરાચાર્યને બોલાવીને રામ મંદિરમાં પણ યોગ્ય પૂજા કરાવવામાં આવશે.

આ પણ વાંચો : Mumbai માં વધુ એક લાઈવ મર્ડરની ઘટના વાયરલ, પ્રેમીએ પ્રેમિકાની રસ્તા વચ્ચે કરી ઘાતકી હત્યા…

આ પણ વાંચો : દેશનો વિકાસ ત્યારે થશે જ્યારે 3થી 4 બાળકો પેદા કરવામાં આવશે, જાણો કોણે આપ્યું આવું વિચિત્ર નિવેદન

આ પણ વાંચો : Manipur હિંસામાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવા અમિત શાહનો આદેશ

Tags :
AkolaCongressGujarati NewsIndiaMaharashtraNana Patolenana patole viral videonana patole washing feetNationalShegaon
Next Article